સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામે રામકુવા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના ઘરમાં માત્ર 5 જ ઇલેકટ્રોનિક ઉપકરણો છે. તેમ છતાં એમજીવીસીએલે મે-જૂન માસનું 80 હજાર ઉપરાંત વીજબીલ ફટકરાતાં સૌ ચોંકી ઉઠયા હતા. ગરીબ પરિવારને ઝુંપડપટ્ટી વીજકનેકશન યોજના હેઠળ કનેકશન મળ્યું હતું. પરંતુ વીજમીટર કે રીડરની ખામીને કારણે તેની વાર્ષિક આવક કરતાં વધુ વીજબીલ ફટકારવામાં આવતાં ગરીબ પરિવારને બીલ ઓછુ કરવા માટે એમજીવીસીએના ધક્કા ખાવાનો વખત આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઝૂંપડપટ્ટી વીજ કનેક્શન યોજના હેઠળ છે જોડાણ
સોજીત્રાના દેવાતળપદ તાબે રામકુવા વિસ્તાર જયંતિભાઇ બાબુભાઇ ગોહેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહે છે. જે તે વખતે ઝુંપડપટ્ટી વીજ કનેકશન યોજના હેઠળ વીજ કનેકશન મળેલ છે. હાલમાં તેઓ ઘરમાં એલ.ઇ.ડી ત્રણ બલ્બ ,1 ટીવી અને 1 સિલિંગ ફેન છે. તેઓ બે માસ દરમિયાન માત્ર 70થી 80 યુનિટ વપરાશ હતો.
વાર્ષિક આવક વીજબિલ જેટલી નથી!
મે -જૂનમાં 10455 યુનિટ વીજબીલ રૂા 80911 ફટકરાવામાં આવતાં ગરીબ પરિવારના પગ નીચે થી ધરતી શરકી ગઇ હતી. સૌ કોઇ ચૌકી ઉઠયા હતા. કારણે કે તે પરિવારની વાર્ષિક આવક વીજબીલ જેટલી થતી નથી. આમ એમજીવીસીએલની બેદરકારીને કારણે ક્યારે સામાન્ય ગરીબ પરિવારો વેઠવાનો વખત આવે છે. જે બાબતે જયંતિભાઇ ગોહેલે તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..