ગુજરાતમાં બોગસ ખેડૂત બની સોનાની લગડી જેવી 500 કરોડની જમીન ખરીદીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું

દક્ષિણ ગુજરાત લાંબા સમયથી જમીન ખરીદી મામલે મોટુ માર્કેટ બન્યું છે, સુરતથી લઈને વલસાડ સુધી જમીનને સોનાની લગડી ગાણવામાં આવે છે. સુરતના મોટા માથાઓએ નવસારીમાં મોટા પાયે જમીનો ખરીદી છે. ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના 11 ગામોમાં બોગસ ખેડૂત ખાતેદારનો દાખલો મેળવી આશરે 500 કરોડની કિંમતની જમીનની ખરીદી થઈ હોવાની ફરિયાદ જલાલપોર પોલીસ મથકે નોંધાઈ […]

રાજકોટમાં 65 વર્ષના વૃદ્ધાએ બીમારીથી કંટાળીને 7મા માળેથી ઝંપલાવ્યું, આપઘાતની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

રાજકોટ શહેરમાં વધુ એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હતી. સાથે જ બી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર […]

ઉત્તરપ્રદેશની યોગી સરકારે વસતિ નિયંત્રણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો: 2થી વધુ બાળકો હશે તો સરકારી નોકરી અને ચૂંટણીની ટિકિટ નહીં મળે; વન ચાઇલ્ડ પોલિસી એક્સેપ્ટ કરનારને ફ્રી એજ્યુકેશન અપાશે

ઉત્તરપ્રદેશની યોગી સરકારે વસતિ નિયંત્રણ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. રાજ્ય કાયદા આયોગના અધ્યક્ષ જસ્ટિસ આદિત્યનાથ મિત્તલે આને તૈયાર કર્યો છે. જો આ ડ્રાફ્ટ કાયદો બની ગયો તો UPમાં ભવિષ્યની અંદર જેનાં 2થી વધુ બાળકો હશે તેમને સરકારી નોકરી નહીં મળે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 53 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 258 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.64 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 53 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 258 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. રાહતભર્યા સમાચાર […]

એક રાજા જંગલમાં ભારે વરસાદના કારણે રસ્તો ભૂલી ગયા. ત્યાં તેમને ત્રણ બાળકો દેખાયા, બાળકો રાજા માટે ખાવા-પીવાનું લઈ આવ્યા જેથી રાજા ખૂબ ખૂશ થયા અને કહ્યું કે બોલો તમારે શું જોઈએ છે? પહેલું બાળક બોલ્યું કે મારે મોટું ઘર જોઈએ છે? બીજા બાળકે કહ્યું કે મારે બહુ બધા પૈસા જોઈએ છે ત્રીજા બાળકે એવું માંગ્યુ કે તમે આશ્ચર્યચકિત થઈ જશો

એક રાજા હતા. તેમને પશુ-પક્ષીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેઓ પશુ-પક્ષીઓને મળવા માટે અવાર-નવાર જંગલમાં જતાં હતા. એક વખત તેઓ જંગલમાં ભારે વરસાદના કારણે રસ્તો ભૂલી ગયા. રસ્તાની શોધમાં તેઓ દૂર દૂર જતાં રહ્યા. ભૂખ-તરસ અને થાકના કારણે રાજા એક ઝાડ નીચે બેસી ગયા. ત્યા તેમને સામે ત્રણ બાળકો આવતા દેખાયા. રાજાએ બાળકોને તેની પાસે […]

રોજ પીઓ મગની દાળનું પાણી, ઘણી બીમારીઓથી રહેશો દૂર, વજન ઘટાડવામાં માટે છે બેસ્ટ ઉપાય

દેશના મોટા ભાગના ઘરમાં મગની દાળ હોય જ છે. મગની દાળના કારણે ભોજનનો સ્વાદ વધે છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મગની દાળમાં પ્રોટીન, મેન્ગેનીઝ, પોટેશિયમ, મેગ્નીશિયમ, ફોલેટ, કોપર, ઝિંક અને વિટામિન જેવા પોષક તત્વોનું પ્રમાણ ભરપૂર હોય છે. જો આપણે દરરોજ મગની દાળના પાણીનો ઉપયોગ કરીયે તો શરીરમાં પોષક તત્વની ઉણપની […]

મુંબઈમાં કિન્નરની ક્રૂરતા આવી સામે: દીકરીના જન્મ પર ઈનામ ના મળતા માસૂમ બાળકીનું અપહરણ કર્યા બાદ હત્યા કરી

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. વાત એમ છે કે એક દંપતિના ઘરે દીકરીનો જન્મ થયા બાદ ઈનામની રકમ ના મળતા એક કિન્નરે 3 મહિનાની બાળકીનું ઘરેથી અપહરણ કર્યુ. એ પછી આ બાળકીને ખૂબ ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દીધી. જ્યારે […]

નંદુરબારના આદિવાસી યુવકે પેટ્રોલનો ભાવ સળગતાં બનાવી બેટરીવાળી મિનિ કાર, એક વખતે ચાર્જ કરવા પર 40 કિલોમીટર ચાલે છે

પેટ્રોલની કિંમતો દેશના ઘણા મહાનગરોમાં 100 રૂપિયાથી વધારે થઈ ગઈ છે. પેટ્રોલની કિંમતો આસમાને હોવાના કારણે દરેક તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. એવામાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં રહેતા એક આદિવાસી યુવકે વન સીટર અને ત્રણ પૈડાવાળું વાહન બનાવ્યું છે. બેટરીથી ચાલનારી આ મિની કાર એક વખતે ચાર્જ કરવા પર 40 કિલોમીટર દોડે છે. આદિવાસી યુવક અર્જુન […]

મોટો ભાઈ પ્રેમિકાને લઈને ભાગી જતાં છોકરીવાળાએ ‘બદલો’ લેવા તેની બહેન પર તેના મા-બાપની નજર સામે જ કર્યો ગેંગરેપ

સ્કૂલમાં ભણતી 16 વર્ષની એક છોકરી પર કંપારી ઉઠી જાય તે રીતે દિવસો સુધી તેને બંધક બનાવી ગેંગરેપ ગુજારાયો હોવાની એક ઘટના યુપીમાં બની છે. ધૃણાસ્પદ વાત એ છે કે, આઠ બળાત્કારીઓએ છોકરીના માતાપિતા સામે જ તેના પર ગેંગરેપ કર્યો હતો. છોકરીનો વાંક માત્ર એટલો હતો કે તેનો મોટો ભાઈ પોતાની પ્રેમિકાને લઈને ભાગી ગયો […]

વલસાડ જિલ્લાના ફણસામાં પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીને મોતને ઘાટ ઉતારી, મરતા પહેલાનો પત્નીનો કમકમાટી ભર્યો વિડિયો વાયરલ

વલસાડ જિલ્લાના (Valsad news) ઉમરગામ તાલુકાના (Umargam) ફણસા ગામમાં એક પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયારના (husband killed wife) ઘા મારીને હત્યા કર્યાની ચકચાર ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં મૃતક મહિલાનો મરણોન્મુખ વીડિયો (wife video viral) સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ (social media) મીડિયા ઉપર વાયરલ (viral video) થયો હતો. મરતા પહેલા મહિલાએ હુમલાખોરોનું […]