નવી પેઢીના યુવક અને યુવતીઓની અનોખી સેવા, બે શહેરોમાં કૂપોષિત બાળકોને દૂધ વિતરણ કરે છે

કોરોનાકાળમાં વડોદરા શહેરની અનેક સંસ્થાઓ અને લોકોએ મન મૂકીને સેવા કરી છે ત્યારે શહેરના સમર્પિત ટ્રસ્ટના ટીમ સંવેદના દ્વારા પણ અનેક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. જે વિશે માહિતી આપતા સમર્પિત ટ્રસ્ટના ફાઉન્ડર અંકિતા શર્માએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં ટ્રસ્ટની સ્થાપના કરી અને ટીમ સંવેદનાના મારફતે અમે કુપોષિત બાળકોને પોષણ આપવાનું કાર્ય કરીએ છીએ. વડોદરા […]

આજના સમયની યુવતીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો: ખેતરમાં કામ કરતી યુવતીએ પ્રથમ પ્રયાસમાં પાસ કરી ક્લાસ વન અધિકારીની પરીક્ષા

પ્રથમ જ પ્રયાસમાં કોઈપણ રાજ્યના પબ્લિસ સર્વિસ કમિશન(PSC)ની પરીક્ષા પાસ કરવી કંઈ સહેલી વાત નથી. ઘણા લોકોને આ પરીક્ષા પાસ કરવા માટે વર્ષોની મહેનત લાગે છે. જો કે, સખત મહેનત કરનારાઓને સારા પરિણામ મળે છે. પરંતુ આ બધા તેવા લોકો માટે સરળ છે જેમનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ તરફ છે. શું તમે કલ્પના પણ કરી શકો […]

પત્નીની હત્યા કર્યા બાદ પતિ બની ગયો ‘પૂજારી’, 9 વર્ષ બાદ ઝડપાયો, પકડાય નહીં તે માટે લોકોના ઘરોમાં પૂજા-પાઠ કરાવતો હતો

પત્ની સાથેના વિવાદ બાદ રોડ પર ગોળી મારીને હત્યા કરીને ફરાર થયેલા આરોપી પતિની 9 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. આરોપી આટલા વર્ષોથી ઓડિશામાં છુપાયેલો હતો. ગાઝિયાબાદ એસપી સિટી સેકન્ડ જ્ઞાનેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, વસુંધરામાં 29 સપ્ટેમ્બર 2012ના રોજ ગીતા નામની મહિલાની તેના જ પતિએ હત્યા કરી હતી. આ કેસમાં ટીમે ઓડિશા પોલીસની મદદથી […]

સનસનીખેજ હત્યા: મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ માફી માંગીને લગ્ન કર્યા અને પછી રસી મુકવાના બહાને નૈનિતાલ લઈ જઈને ધક્કો મારી દીધો

ડાબડીમાં હત્યાનો એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે. અહીં એક મહિલા સાથે પહેલા દુષ્કર્મ આચરવામાં આવ્યું અને પછી આરોપીએ પીડિત મહિલા સાથે લગ્ન કર્યા અને પછી તેને રસી મુકવાના બહાને ઉત્તરાખંડની પહાડીઓ પરથી ધક્કો મારી દીધો. મહિલાની હત્યાના આરોપીની ડાબડી પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસે ઘટનાની તપાસ કરવા માટે નૈનિતાલમાં પણ તપાસ કરી છે. […]

આખા પરિવારને કાળ ભેટ્યો: જામકંડોરણાના દુધીવદર નજીક સ્વિફ્ટ કારે બાઇકને ફૂટબોલની જેમ ફંગોળતા દંપતી અને 8 મહિનાના પુત્રનું કમકમાટીભર્યું મોત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામ નજીક ગઈકાલે રાત્રે સ્વિફ્ટ કારે બાઈકને ફૂટબોલની જેમ ફંગોળતા દંપતી અને તેના આઠ મહિનાના પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આખા પરિવારને કાળ આંબી જતા સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે જામકંડોરણા તાલુકા પોલીસ અને 108ની ટીમ દોડી ગઈ હતી. ત્રણેયને 108 મારફત હોસ્પિટલ […]

સુરતમાં પિતાએ બીજા લગ્ન કરવા દીકરીને બાળ આશ્રમમાં મૂકી, કોર્ટે દાદી-પૌત્રીનું મિલન કરાવતાં સર્જાયા ભાવુક દ્રશ્યો, દીકરીનો ઉદાસ ચહેરો જોઈ જજ સાહેબ ભાવુક થયા

સુરતમાં એક પિતાએ બીજા લગ્ન કરવા માસૂમ દીકરીને બાળ આશ્રમમાં છોડી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માસૂમ દીકરીને લઈને વૃદ્ધ માં સામે ખોટું બોલનાર દારૂડિયા પુત્રએ 18 દિવસ બાદ દાદી-પૌત્રીનું મિલન કરાવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. છલકાતી આંખે પીડિત માસૂમ દીકરીને સાંભળી કોર્ટ રૂમમાં તમામની આંખો ભરાઈ ગઈ હતી. જજ સાહેબે દીકરીની વ્યથા […]

રાજકોટમાં પરિણીતાની ધોળે દિવસે હત્યા! ઘરમાં ઘૂસીને 7 મહિનાની સગર્ભાને પૂર્વ પતિએ ધડાધડ ગોળીઓ ધરબી, પોલીસે ફિલ્મી સ્ટાઇલે પીછો કર્યો

રાજકોટમાં બીજા લગ્ન કરનાર પત્નીનું ખૂન કરવા ગોરખપુરથી બંદુક સાથે આવ્યો, રવિ પાર્કમાં બપોરે પતિ-પત્ની જમતા હતા ત્યારે જ ૫ૈસાની ઉઘરાણી કરી માથામાં ગોળી ધરબી દીધી રાજકોટના રવિ પાર્ક શેરી નંબર ૧૦માં ધોળા દિવસે ફયરીંગ કરી સગર્ભાની હત્યા થયાનો બનાવ પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. રવિ પાર્કમાં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા […]

છોટાઉદેપુરના છુછાપુરા નજીક ST બસ અને કાર વચ્ચે અક્સ્માતમાં ચાર લોકોનાં મોત, કારના ફૂરચા નીકળી ગયા, પતરાં કાપી મૃતદેહો બહાર કઢાયા

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યા આસપાસ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા, જેમણે બચાવ કામગીરી હાથ ધરી હતી તથા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 30 કેસો નોંધાયા, એક પણ દર્દીનું મોત થયુ નથી, 57 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 30 કોરોના કેસ નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 57 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ રાહતના સમાચાર એ છે કે, સતત એક અઠવાડિયાથી કોરોનાથી એક પણ દર્દીનું રાજ્યમાં મોત […]

આવી બેદરકારીઓને કારણે થાય છે એપેન્ડિક્સ, ઓપરેશનથી બચવા જાણો તેના લક્ષણો અને કરો આ ઉપાય

એપેન્ડિસાઇટિસ પેટ સાથે સંકળાયેલી બીમારી છે. આ બીમારીના આપણા દેશમાં દર વર્ષે લાખો કેસ નોંધાય છે. જેથી કોઈ પણ ગંભીર સમસ્યા સામે આવે એ પહેલાં તેનો ઉપચાર કરવો જરૂરી છે. લક્ષણ કબજિયાત, ગેસની સમસ્યા પેટના એક ભાગથી બીજા ભાગમાં તીવ્ર દુખાવો ઓછા તાપમાનમાં તાવ આવવો ઊલટી કે ઊબકા આવવા ભૂખ ઓછી લાગવી પેટમાં સોજો આવવો […]