આવી બેદરકારીઓને કારણે થાય છે એપેન્ડિક્સ, ઓપરેશનથી બચવા જાણો તેના લક્ષણો અને કરો આ ઉપાય

એપેન્ડિસાઇટિસ પેટ સાથે સંકળાયેલી બીમારી છે. આ બીમારીના આપણા દેશમાં દર વર્ષે લાખો કેસ નોંધાય છે. જેથી કોઈ પણ ગંભીર સમસ્યા સામે આવે એ પહેલાં તેનો ઉપચાર કરવો જરૂરી છે.

લક્ષણ

  • કબજિયાત, ગેસની સમસ્યા
  • પેટના એક ભાગથી બીજા ભાગમાં તીવ્ર દુખાવો
  • ઓછા તાપમાનમાં તાવ આવવો
  • ઊલટી કે ઊબકા આવવા
  • ભૂખ ઓછી લાગવી
  • પેટમાં સોજો આવવો
  • પેટના ડાબા ભાગને દબાવવાથી જમણા ભાગમાં દુખાવો થવો

શું છે એપેન્ડિક્સ
એપેન્ડિક્સ પેટના નીચેના ભાગમાં ડાબી બાજુ મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે. આ લગભગ 4 ઇંચ લાંબું હોય છે. શરીરમાં તેનો કોઈ વિશેષ ઉપયોગ નથી. પેટમાં સોજો આવવો, પેટના નીચેના ભાગમાં અસહ્ય દુખાવો થતો હોય તો સમજી લેવું કે આ સમસ્યા એપેન્ડિસાઇટિસ છે. જો સમયસર તેની સારવાર કરાવવામાં ન આવે તો એપેન્ડિક્સ ફાટવાની શક્યતા પણ રહે છે.

એપેન્ડિસાઇટિસની બીમારીના શરૂઆતના તબક્કામાં તાવ આવે અને પેટના નીચેના ભાગમાં નાભિની આસપાસ તીવ્ર દુખાવો થાય છે. જે પછી પેટના જમણા ભાગમાં થવા લાગે છે. આ સાથે ઊલટી થવી, ઊબકા આવવા, ભૂખ ન લાગવી, ઠંડી લાગવી જેવી સમસ્યાઓ સર્જાય છે.

ઉપચાર

એપેન્ડિસાઇટિસ થાય ત્યારે એપેન્ડિક્સને સર્જરી કરીને કાઢી નાખવું જોઈએ. આ જ તેનો એકમાત્ર ઉપચાર છે. આ પદ્ધતિને એપેન્ડેક્ટોમી કહે છે.

આ કારણોથી થાય છે એપેન્ડિક્સ

ટોક્સિક પ્રોડક્ટ (ઝેરીલા પદાર્થો) શરીરમાં જવાથી એપેન્ડિક્સમાં સોજો અને બળતરા થાય છે. અમુક બાબતોમાં આંતરડાંમાં કીટાણુઓનું ઇન્ફેક્શન થઈ જાય છે, તેથી આવી વસ્તુઓ એટલે કે ડબ્બા પેક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.

આહારમાં ફાઇબરનું ઓછું પ્રમાણ એનો એપેન્ડિસાઇટિસની બીમારી સાથે સંબંધ છે, તેથી સ્વસ્થ પાચનતંત્ર માટે આહારમાં હાઇ ફાઇબરયુક્ત આહાર સામેલ કરવો જોઈએ.

ઉપાય

સંતુલિત આહાર લેવાથી અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી એપેન્ડિસાઇટિસના ભયને ઘટાડી શકાય છે.

મેથીના દાણાને દૂધમાં નાખીને તેની ચા બનાવીને પીવાથી ફાયદો થાય છે. આ ચા એપેન્ડિક્સમાં બનનાર પસ અને બલગમને બનતા અટકાવે છે. નિયમિત રીતે મેથીની ચા પીવી હેલ્થ માટે સારી છે.

એક મુઠ્ઠી મગને રાત્રે પાણીમાં પલા‌ળી દો. રોજ દિવસમાં ત્રણ વખત એક ચમચી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. એપેન્ડિક્સમાં થનાર દુખાવા ઉપરાંત ઇન્ફેક્શનમાં પણ તેનાથી આરામ મળે છે.

ગરમ પાણી ત્રણ દિવસ સુધી સતત પીવાથી એપેન્ડિસાઇટિસની તકલીફમાં રાહત મળે છે, સાથે આંતરડાંને સાફ કરે છે. તાજાં ફળોનો જ્યૂસ પીવો ફાયદાકારક છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો