Browsing category

સમાચાર

જંતુનાશક દવા બનાવનારી કંપનીઓ યુરોપમાં પ્રતિબંધિત જંતુનાશકો ભારતીય ખેડૂતોને વેચી રહી છે, જે છંટકાવ કરનારા ખેડૂતો અને જમીનની ફળદ્રુપતાને પણ અસર કરે છે.

દુનિયાની 5 સૌથી મોટી જંતુનાશક બનાવનારી કંપનીઓ ભારત જેવા ઘણા વિકાસશીલ દેશોમાં એવા ખતરનાક જંતુનાશકો વેચીને કમાણી કરી રહી છે, જેમાંથી કેટલાક પર યુરોપીય બજારોમાં પ્રતિબંધ પણ છે. એક સંશોધન અનુસાર, ભારતમાં આ કંપનીઓએ 2018માં ખતરનાક જંતુનાશકો HHPનો 59 ટકા હિસ્સો ભારતમાં વેચ્યો છે, જ્યારે બ્રિટનમાં વેચવામાં આવેલા આ પ્રકારના જંતુનાશકોનું પ્રમાણ માત્ર 11 ટકા […]

આટકોટના ખારચીયામાં કાર 200 મીટર ફંગોળાઇ ખેતરમાં પડતા એકનું મોત, 108ની ટીમે 14 લાખનું સોનુ પરિવારજનને પરત કર્યું

આટકોટના ખારચીયા ગામ પાસે I20 કાર રોડ પરથી ફંગોળાઇ 200 મીટર દૂર ખેતરમાં પડી હતી. જેમાં જસદણના ભદુભાઈ ધાધલ (ઉ.વ.35)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાજ રાજગોર નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સરધાર 108ની ટીમે મૃતકે પહેરેલા સોનાના ચેઇન સહિત 14 લાખનું સોનુ પરિવારજનને પરત કરી પ્રામાણિકતા દેખાડી […]

ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દલિત સમાજની વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો વીડિયો વાઇરલ

ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દલિત સમાજની વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ત્રણ વિદ્યાર્થિનીઓ પોતાની આપવીતી કહીરહી છે. વિદ્યાર્થિની વીડિયોમાં શાળાના શિક્ષકોમાં જીજ્ઞેશ સોજીત્રા, રસીલા અને લક્ષ્મી ટીચરનું નામ આપી રહી છે. વીડિયોમાં વિદ્યાર્થિની કહે છે કે, શિક્ષકો કહે છે કે, દલિત છો એટલે અમે તમને ગોરણી ન કરી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 375 એકરમાં ફેલાયેલો જંગલ સફારી પાર્ક ખુલ્લો મૂકાયો, એક જ જગ્યાએ 62 પ્રકારના પશુ-પક્ષીઓ જોવા મળશે

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની પાસે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રોજના સેંકડો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વધુ આકર્ષણના કેન્દ્રો વિકસાવવાના પ્રોજેક્ટમાંથી એક કેવડીયા જંગલ સફારી પાર્ક તૈયાર થઈ ગયો છે. ગત 18મી ફેબ્રુઆરીથી તેને પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે ખુલ્લો મૂકવામાં […]

જો ચીનમાં સ્કૂલ, ઓફિસ, બજાર શરૂ થયા તો કોરોના વાયરસ કાળ બનીને દુનિયાભરમાં ત્રાટકશે, આટલું ખતરનાક હશે તાંડવ

કોરોના વાયરસ 2003ના સાર્સથી પણ ખતરનાક રૂપ લઇ ચૂકયું છે. તેનો પ્રસાર જેટલો વ્યાપક સ્તર પર દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે એટલો તો સ્વાઇન ફ્લૂ પણ નહોતો. આનાથી ભલે 2014ના ઇબોલા જેવા મોત ના થયા હોય પરંતુ આ ખૂબ જ ખતરનાક છે કારણ કે આ વાયરસ હવાથી પણ ફેલાય શકે છે. વાયરસ કેટલો ખતરનાક અને ગંભીર […]

રાજપીપળાના યુવાને પરસ્ત્રી સાથેના સંબંધમાં ગુમાવ્યો જીવ, ખેતરમાં પ્રેમિકા સાથે હતો ત્યારે પાછળ બીજા પ્રેમીએ પથ્થરના ઘા મારી કરી હત્યા

રાજપીપળાનો પરણીત યુવાન સુનિલ ઉમંગ વસાવા ૧૫મી ફેબ્રુઆરીએ હું મારા મિત્રને મળી થોડી વારમાં આવું છું એમ કહી પોતાની એક્ટિવા પર નીકળ્યો હતો. બીજે દિવસ સવાર સુધીએ ન આવતા પરિવારજનોએ રાજપીપળા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આમલેથા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ૧૬ મીએ સવારે સુનિલની […]

મુંબઈમાં ગુજરાતી વેપારી અશોક પટેલની છે જોરદાર ધાક, અત્યારસુધીમાં દુકાને તોડ કરવા આવનાર 121 તોડબાજોને ભણાવી ચૂક્યા છે પાઠ

મુંબઈ ફોર્ટ વિસ્તારમાં વર્ષોથી લિકર શોપ ચલાવતા ગુજરાતી વેપારી અશોક પટેલ વટ સાથે ધંધો કરી જાણે છે. અત્યારસુધી કેટલાય લોકો તેમની દુકાન પર તોડ કરવાના આશયથી આવીને દાદાગીરી કરી ચૂક્યા છે, પણ અશોક પટેલે બધાને એવો પાઠ ભણાવ્યો છે કે એકેય તેમની લીકર શોપ પર ફરી પાછો દેખાયો નથી. હજુ થોડા દિવસ પહેલા જ કેટલાક […]

તમે જે કટ + કોપી અને પેસ્ટ કરો છો, એના શોધકનું 74 વર્ષની વયે અવસાન થયું

કટ, કોપી અને પેસ્ટ – આ એક શબ્દ છે કે જેના વિના તમે ભાગ્યે જ કમ્પ્યુટર અથવા સોશિયલ મીડિયા પર આવશ્યક કાર્ય કરી શકો છો. કટ, કોપી, પેસ્ટ,ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કમાન્ડના શોધક અને પ્રખ્યાત કમ્પ્યુટર વૈજ્ઞાનિક લેરી ટેસલર, હવે રહ્યા નથી. તેમનું 74 વર્ષની વયે અવસાન થયું છે. ઝેરોક્સ પાલો અલ્ટો રિસર્ચ સેન્ટરએ ટ્વીટ કરીને […]

પાસપોર્ટ કચેરીએ દેખાડી માનવતા, પતિના મોતના આઘાતમાં સરી પડેલી મહિલાને માત્ર અડધો કલાકમાં પાસપોર્ટ ઈશ્યુ કરી આપ્યો

સામાન્ય રીતે પાસપોર્ટ ઇશ્યૂ થવામાં 30 દિવસ જેટલો સમય લાગી જાય છે. પરંતુ નડિયાદની એક મહિલાને માત્ર 35 મિનિટમાં પાસપોર્ટ કાઢી આપવામાં આવ્યો હતો. મહિલાનો પતિ છેલ્લા કેટલાક સમયથી કેન્યામાં રહેતા હતા. 17 ફેબ્રુઆરીના રોજ મહિલાને કેન્યાથી ફોન આવ્યો કે તમારા પતિનું કીડની ફેલ્યોરના કારણે મૃત્યુ થઇ ગયું છે. સમાચાર સાંભળતા જ મહિલા પોતાના બે […]

ખોડલધામ દ્વારા સુરતમાં નવચંડી મહાયજ્ઞ, 1 લાખ લેઉવા પટેલના ઘરોમાંથી ઘી અને ઘઉં એકત્ર કરી મહાયજ્ઞની લાપસી તૈયાર કરાશે

સરથાણા ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવચંડી મહાયજ્ઞનું 1લી માર્ચે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાયજ્ઞ આયોજન અંગે જણાવતા મુખ્ય કન્વીનર કે. કે. કથીરિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં રહેતા તમામ લેઉવા પટેલ સમાજના લોકો સુધી આ સંદેશો પહોંચાડવા માટેનો અમારો પ્રયાસ છે. કાર્યક્રમ પહેલા એક લાખ પરિવારોમાં ડોર ટુ ડોર પત્રિકા પહોંચાડવામાં આવશે. પત્રિકાના રૂપમાં દરેક […]