ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દલિત સમાજની વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ત્રણ વિદ્યાર્થિનીઓ પોતાની આપવીતી કહીરહી છે. વિદ્યાર્થિની વીડિયોમાં શાળાના શિક્ષકોમાં જીજ્ઞેશ સોજીત્રા, રસીલા અને લક્ષ્મી ટીચરનું નામ આપી રહી છે. વીડિયોમાં વિદ્યાર્થિની કહે છે કે, શિક્ષકો કહે છે કે, દલિત છો એટલે અમે તમને ગોરણી ન કરી શકીએ અને અમારી સમાજની કોઇ છોકરી જાય તો ધક્કો મારી કહે છે કે નીચી જ્ઞાતિને અમે નથી લેતા.
વિદ્યાર્થિનીએ વીડિયોમાં શાળામાં થતા શોષણની વાત કરી
વિદ્યાર્થિની વીડિયોમાં આક્ષેપ કરતા કહે છે કે, લક્ષ્મી ટીચર અવું કહે છે કે તમે દલિત છો તો ગોરણી ન કરી શકીએ તમે જાવ, લક્ષ્મી ટીચર ભણાવે છે સારૂ પણ માર પણ બહુ મારે છે. તેમજ જીજ્ઞેશ સર ચીટીયા ભરે છે અને છોકરીઓ પાસે જ બેસી રહે છે. અમને કહે છે કે તમે નોનવેજ ખાતા હશોને. તેમજ તમારા ઘરે મહેમાન આવે ત્યારે મટન પકવવામાં આવતું હશેને. અમે ભણવા આવીએ છીએ તમારા જવાબ આપવા નથી આવતા. આ અંગે અમે મારા પપ્પાને પણ વાત કરી છે. અમને સોટીથી માર મારે છે અને લાફા મારી લે છે. આ બધી વાત વિદ્યાર્થિની ડુમિયાણી સ્કૂલમાં ફરજ બજાવતાબાલાભાઇ સાથે કરેછે. તેમજ બાલાભાઇ પણ વિદ્યાર્થિનીઓને ખાત્રી આપી હતી કે હવે આવું નહીં થાય અને અમે તમારા શિક્ષકો સાથે વાત કરીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..