Browsing category

સમાચાર

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બાદ ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું મંદિર, 28-29 તારીખે છે થશે શિલાન્યાસ, જાણો વિગતે

અમદાવાદમાં વિશ્વનું સૌથી ઊંચુ મંદિર બનવા જઈ રહ્યું છે. અમદાવાદ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવામાં આવશે. આ મંદિરના નિર્માણકાર્ય માટે 28-29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ સમારોહ યોજાશે. જેમાં દેશભરમાંથી સંતો, મહંતો, ધર્માચાર્યો હાજર રહેશે. 100 વિઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિર બનાવવામાં આવશે. વિશ્વ ઉમિયા […]

કોરોના વાયરસનો બિહામણો ચહેરો, વુહાનમાં ફસાયેલા ભારતીય દંપત્તિની દાસ્તાન સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે

ચીનમાં કોરોના વાયરસથી 2000 લોકોના મોત બાદ પણ ત્યાં ફસાયેલા ભારતીયોમાં બેચેની છે. ચીનના વુહાન શહેર જ્યાંથી આ બીમારીની શરૂઆત થઇ હતી હજુ પણ ત્યાં અંદાજે 130 ભારતીયો ફસાયા છે. અંદાજે સવા કરોડની વસતીવાળું આ શહેર એક મહિનાથી બંધ કરી દેવાયું છે. બજાર, સ્કૂલ, ઓફિસ , કોલેજ બધું જ બંધ છે અને કોઇને ઘરમાંથી બહાર […]

ટોલ પ્લાઝા પર ટોઈલેટ ગયેલી 19 વર્ષિય પરણિત મહિલા પર ચપ્પુની અણીએ થયો ગેંગરેપ

હરિયાણાના કરનાલમાં ટોલ પ્લાઝા પર પરણિત મહિલા સાથે ચપ્પાની અણીએ ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસતાડા ટોલ પ્લાઝા પર બનેલા ટોયલેટમાં ગયેલી એક મહિલાનું અપહરણ કરી તેની સાથે રેપ કરવામાં આવ્યો. આરોપીઓએ મહિલાને બાથરૂમ પાસે ચપ્પુ બતાવી અપહરણ કરી લીધુ અને કુટેલ ફ્લાય ઓવર પાસે લઈ જઈ તેની સાથે ગેંગરેપ કર્યો. ઘટનાને […]

અમદાવાદ: જુહાપુરામાં કાલુ ગરદનનો ફરી આતંક, ‘સબ લોગ દુકાન બંધ કર દો, વરના કાટ ડાલુંગા’ એવી ધમકી આપતા ટપોટપ દુકાનો બંધ થઈ ગઈ

અમદાવાદ- ખંડણીખોર અને દારૂનો લિસ્ટેડ બુટલેગર એવો જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદન ફરી તેના વિસ્તારમાં આતંક મચાવતો હોવાની ફરિયાદો ઉઠી છે. તે તેના વિસ્તારોમાં દુકાન બંધ કરાવવા માટે તલવાર અને ધારિયા લઇને નીકળ્યો હતો. કાલુ ગરદને લોકોને દુકાન બંધ નહીં કરે તો કાપી નાખવાની ધમકી આપી હતી. જે બાદમાં બે લોકોને તલવારના ઘા મારતા વેજલપુર પોલીસે […]

દિવસે નો એન્ટ્રી હોવા છતાં બેફામ દોડતા ડમ્પરે વૃદ્ધને કચડી નાખતા મોત નીપજ્યું, પુત્રીએ મહિના પૂર્વે માતાનું અને હવે પિતાનું છત્ર ગુમાવ્યું

વડોદરા શહેરના તરસાલીના સુશેન સર્કલ પર ડમ્પરે સ્કૂટીસવાર વૃદ્વને કચડી નાખતા મોત થયું હતું. દિવસે પ્રતિબંધ છતાં બેફામ ડમ્પરોથી જીવલેણ અકસ્માત થતાં રોષે ભરાયેલા ટોળાએ રોડ પર ચક્કાજામ કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં ડમ્પરના કાચ તૂટી ગયા હતા. ટોળાએ સુશેન ચોકીમાં પણ તોડફોડ કરી ડમ્પર ચાલકને માર માર્યો હતો. પોલીસે ધરપકડ કરી મંગળવારે સવારે 10.30 […]

અંકલેશ્વરમાંથી દેશનું સૌથી મોટું રેલ્વે ઈ-ટિકિટનું કૌભાંડ પકડાયું, 8 કરોડની ટિકિટ જપ્ત

પશ્ચિમ રેલ્વેએ સોમવારે અંકલેશ્વરમાંથી દેશની સૌથી મોટી રૃા.૭.૯૭ કરોડની ઈ-ટિકિટની જપ્તી સાથે ભેજાબાજ સોફટવેર એન્જિનિયર અમિત પ્રજાપતિની ધરપકડ કરી છે. આઈઆરસીટીસીની વેબસાઈટ પર ૫૦૫૬૮ યૂઝર આઈડી બનાવી સોફટવેર એન્જિનિયર લાંબા અંતરની ટિકિટો કાઢી તેને મુસાફરોને બ્લેકમાં વેચતો હતો. રેલ્વે પ્રોટેકશન ફોર્સે સોમવારે અંકલેશ્વરના અમિત પ્રજાપતિ નામના સોફટવેર એન્જિનિયરની ધરપકડ કરી દેશના સૌથી મોટા ઈ-ટિકિટ રેકેટનો […]

1 વર્ષનાં પ્રેમલગ્નનો કરુણ અંત, સાસરિયાનાં ત્રાસથી કર્યો આપઘાત, નવસારીની પુત્રીએ માતાને છેલ્લો ફોન કરતાં કહ્યું- મારાથી હવે સહન નથી થતું….

આજે બદલાતા જમાનામાં હજુ પણ લવ મેરેજને સમાજ અને પરિવારને સ્થાન આપવામાં આવતું નથી. આવી રીતે જ પ્રેમ લગ્ન કરવા ચીખલીની એક યુવતીને ભારે પડી ગયા હતા. એક વર્ષ પહેલાં સાસરીયાઓએ જ મંજૂરી સાથે પ્રેમ લગ્ન કરાવ્યા હતા. પણ સાસરીમાં આવ્યા બાદ યુવતીને એવો તે માનસિક ત્રાસ આપ્યો કે, યુવતીએ પોતાની માતાને અંતિમ ફોન કરી […]

વીમા કંપનીની ઝાટકણી કાઢતા હાઈકોર્ટે કહ્યું- અઢી વર્ષ થયા હજુ સુધી કેમ વીમો નથી ચૂકવ્યો? કાલે કોર્ટમાં હાજર થાઓ

વર્ષ 2017માં સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું હતું. આ મુદ્દે પાક વીમા કંપની પાસેથી વળતર મેળવવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે પાક વીમા કંપનીની ઝાટકણી કાઢી છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ હતું કે અઢી વર્ષથી ખેડૂતો વળતર માટે ધક્કા ખાય છે. હજું સુધી પાક વીમો કેમ નથી ચૂકવાયો? આ મુદ્દે વીમા કંપની […]

ગોંડલના ભરૂડી ટોલનાકે ટોલ ના ભરવા બાબતે પિસ્તોલ કાઢી સીનસપાટા કરનાર પિતા-પુત્રની ધરપકડ

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂડી ટોલનાકે બે દિવસ પહેલા રૂપિયા 40નો ટોલ ટેક્સ ભરવા બાબતે લક્ઝુરિયસ ગાડીમાં આવેલા રાજકોટના સરકારી કોન્ટ્રાક્ટર પિતા-પુત્રે પિસ્તોલ કાઢી ટોલ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી છે. આ કેસમાં બંને આરોપીઓને પકડવા માટે ગોંડલ તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા […]

બેશરમ કન્ડક્ટર! 21 વર્ષની છોકરી જોઈને બસ કન્ડક્ટર અપલખણો થયો, જ્યાં-ત્યાં હાથ નાખતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બસના કન્ડક્ટરની હરકતોનો પર્દાફાશ થયો છે. બાજુમાં બેઠેલી 21 વર્ષની છોકરી સાથે ગેરવર્તન કરવું આ કન્ડક્ટર ખુબ ભારે પડી ગયું અને ફજેતી કરવામાં આવી રહી છે. છોકરીએ કન્ડક્ટરને ખબર ન પડે એ રીતે વીડિયો ઉતારી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય […]