Browsing category

સમાચાર

રાજકોટની આ કંપનીએ કોરોનાના કારણે પોતાના 1200 કર્મચારીને 2 માસનો પગાર આપ્યો એડવાન્સ

વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ પગ પેસારો કર્યો છે. ભારતમાં કોરોનાના કારણે છ લોકોના મોત થઇ ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇને આક 18 પર પહોંચી ગયો છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળા, કોલેજો, ખાનગી અને સરકારી પર્યટક સ્થળ 29 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. […]

કેનેડાના ડૉકટરે કરી કમાલ, 1 જ વેન્ટિલેટરથી નવ લોકોને જીવતદાન! વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહેલા ઓને આપી નવી આશા

કેનેડાના ડૉક્ટર એલન ગોથિયરના આઈડિયાએ વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહેલા અમેરિકાને નવી આશા આપી છે. એલને એક વેન્ટિલેટરમાં કેટલાક સામાન્ય ફેરફાર કરીને તેને નવ દર્દી માટે ઉપયોગ લાયક બનાવી લોકોને જીવતદાન આપવાની કોશિષ કરી છે. આ માટે તેમણે ડેટ્રોઈટના બે ડૉક્ટરનો વીડિયો જોયો, જે 2006માં આવો પ્રયોગ કરી ચૂક્યા હતા. ડૉ. એલન ઓન્ટારિયોની પર્થ એન્ડ […]

ગુજરાતમાં કોરોનાએ લીધું વિકરાળ રૂપ, રાજ્યમાં કુલ 29 પોઝિટિવ કેસ થયા, વડોદરામાં ત્રણ નવા કેશ, અમદાવાદમાં કુલ 13 કેસ થયા

સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસનો ભય વધી રહ્યો છે. ગુજરાતમાં તમામ લોકોને ચિંતા ઉપજાવે તેવા એક અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ આંક 29 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે 1નું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ નોંધાતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સિવાય સુરતમાં કોરોના 4 પોઝિટિવ કેસ, […]

કોરોનાને કારણે ગુજરાતમાં પહેલીવાર ફાયર બ્રિગેડ દ્વારા સેનિટાઈઝર અને અન્ય દવાઓથી ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે

જીવલેણ કોરોના વાયરસના જોખમને જોતા રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના દરેક શક્ય પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે ફાયરની ટીમ દ્ગારા શહેરમાં ફોગિંગ સેનિટાઈઝર અને અન્ય દવાઓથી ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 18 જેટલી ટીમ દ્ગારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે અમદાવાદ ખાતે કોરોના વાયરસના ચેપને રોકવા અને […]

કોરોનાને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં તમામ વાહન વ્યવહાર પર 31 માર્ચ સુધી પ્રતિબંધ

ગુજરાતમાં કોરોના વાયરસે કહેર મચાવવાનું શરૂ કરતાં જ સરકાર એક બાદ એક આકરાં નિર્ણય લઈ રહી છે. કોરોના વાયરસ સામે લડવા માટે સરકારે ગુજરાતના પાંચ મહાનગરોને લોકડાઉન કરી દીધા છે. તથા કચ્છમાં પણ પોઝિટિવ કેસ સામે આવતાં તેને પણ ક્લોઝડાઉન કરી દેવાયું છે. તેવામાં સરકારે વધારે એક આકરો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં તમામ ટ્રાન્સપોર્ટ […]

200 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોરોના વાઇરસને કારણે વીરપુરના જલારામ મંદિરનું અન્નક્ષેત્ર બંધ રહ્યું

જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે 22 માર્ચે બંધ રહ્યું છે. જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું. કોઈ પણ દાન વગર 200 વર્ષથી અવિરતપણે ભૂખ્યાને ભોજન આપવામા આવી રહ્યપં છે. 200 વર્ષ પછી આજે 22 માર્ચના રોજ મંદિરનું અન્નક્ષેત્ર બંધ રાખવામાં આવ્યું […]

કોરોના સામે જંગ લડવા માટે આ ભારતીય બિઝનેસમેને 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી

અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યા છે ત્યારે ભારત પણ કોરોના સામે લડવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે 22 માર્ચના રોજ સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યૂ રહ્યો હતો. ત્યારે સાંજે પાંચ વાગે સમગ્ર દેશવાસીઓએ તાળીઓ અને થાળીઓ વગાડીને કોરોના સામે જંગ લડતા વીરોનું સમ્માન કર્યું હતું. આ સાથે કોરોના વાયરસ સામે […]

જનતા કર્ફયૂમાં ઘરે બેઠાં થાળીઓ વગાડવાની હતી, લોકોએ જશ્ન મનાવતાં હોય એમ અતિરેકમાં રેલી કાઢી

કોરોના વાઈરસ સામેની લડતના ભાગરૂપે વડાપ્રધાને આજે આખો દિવસ જનતા કર્ફ્યુની જાહેરાતની સાથે-સાથે હેલ્થ કર્મીઓ, મીડિયા કર્મીઓ તથા પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રરક્ષકો માટે સાંજે 5 વાગ્યે પોતાના ઘરની બાલ્કની-આંગણામાં થાળી વગાડી તથા તાળી પાડવાની હાકલ કરી હતી. આ માટે લોકો સાંજે 5 વાગતા પહેલાં જ પોતપોતાના ઘરની બાલ્કની અને આંગણામાં સજ્જ થઈ ગયા હતા. પરંતુ […]

કોરોના સામે રક્ષણ આપે છે તે હેન્ડ સેનિટાઈઝર આ મહિલાએ 50 વર્ષ પહેલાં શોધ્યું હતું, દુનિયાભરના લોકો કહી રહ્યા છે થેંક્યુ

કિલર કોરોના વાયરસના કહેરની સામે દુનિયાભરના દેશ બેહાલ દેખાઇ રહ્યા છે. આ મહામારીથી બચાવના તમામ પ્રયાસો બાદ પણ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખના આંકડાને પાર કરી ગયો છે. ભારત સહિત દુનિયાના 188 દેશ હવે આ મહામારીથી ઝઝૂમી રહ્યા છે અને 13000થી વધુ લોકોના મોત થઇ ગયા છે. કોરોના પ્રભાવિત દેશોના મામલામાં સુપરપાવર અમેરિકા ત્રીજા […]

સુરતમાં ત્રણ વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી માતાએ પણ આપઘાત કર્યો

સુરત શહેરમાં આપઘાત (Suicide)નો એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક મહિલાએ પોતાના ત્રણ જ વર્ષના માસૂમ દીકરાને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી નાખી હતી. જે બાદમાં પોતે પણ આપઘાત (Suicide) કરી લીધો છે. સુરત પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે પરંતુ આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી. પોલીસે મહિલા તેમજ તેના દીકરાની […]