ગુજરાતમાં કોરોના વાયરસે કહેર મચાવવાનું શરૂ કરતાં જ સરકાર એક બાદ એક આકરાં નિર્ણય લઈ રહી છે. કોરોના વાયરસ સામે લડવા માટે સરકારે ગુજરાતના પાંચ મહાનગરોને લોકડાઉન કરી દીધા છે. તથા કચ્છમાં પણ પોઝિટિવ કેસ સામે આવતાં તેને પણ ક્લોઝડાઉન કરી દેવાયું છે. તેવામાં સરકારે વધારે એક આકરો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં તમામ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ગુજરાત સરકારે કોરોના સામે લડવા અને વાયરસને ફેલાતો અટકાવવા માટે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં તમામ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આજથી જ 31 માર્ચ સુધી બંધ રહેશે. તેમાં બસ, ટેક્ષી, કેબ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સાથે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટેશન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોના વાયરસનામં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી સુરતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો વડોદરામાં પણ એક મહિલાનું મોત કોરોના વાયરસને કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મહિલાના COVID 19 રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. તો સાથે જ ગુજરાતમાં જ્યાં પોઝિટિવ કેસો નોંધાયા છે તે તમામ જિલ્લાઓને શટડાઉન કરી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..