કોરોના સામે જંગ લડવા માટે આ ભારતીય બિઝનેસમેને 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી

અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યા છે ત્યારે ભારત પણ કોરોના સામે લડવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે 22 માર્ચના રોજ સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યૂ રહ્યો હતો. ત્યારે સાંજે પાંચ વાગે સમગ્ર દેશવાસીઓએ તાળીઓ અને થાળીઓ વગાડીને કોરોના સામે જંગ લડતા વીરોનું સમ્માન કર્યું હતું. આ સાથે કોરોના વાયરસ સામે લડવા માટે અનેક કંપનીઓ સામે આવી છે. ત્યારે વેદાંતા પણ કોરોના સામે લડવા માટે આગળ આવી છે. વેદાંતા રિસોર્શ લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે કોરોના વાયરસ સામે લડાઈ લડવા માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

અનિલ અગ્રવાલે આ અંગેની માહિતી આપતું એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે, હું કોરોના વાયરસ સામે લડવા માટે 100 કરોડ રૂપિયા આપવા કટીબદ્ધ છું. તેમણે #DeshKiZarooratonKeLiye સાથે વધું લખ્યું હતું કે, અત્યારે સમગ્ર દેશ અનિશ્વિતાઓ સામે લડી રહ્યો છે. દેશને અમારી જરૂર છે. જેમાં ખાસ કરીને રોજનું વેતરન રળતા લોકો માટે ચિંતિત છું. તેમને મદદ કરવા માટે અમે પ્રયત્ન કરીશું.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યૂના દિવસે સાંજે પાંચ વાગે થાળી, તાળી વગાડીને કોરોના સામે જંગ લડતા લોકોનું સમ્માન કરવા માટે અપીલ કરી હતી. જેનું સમર્થન આપતા અનિલ અગ્રવાલે પણ હાથમાં થાળી અને ચમચી વગાડીને દેશના કોરોના સામે લડા વીરોનું સમ્માન કર્યું હતું. આ ફોટા સાથે અનિલ અગ્રવાલે ટ્વીટ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો