ગુજરાતમાં કોરોનાએ લીધું વિકરાળ રૂપ, રાજ્યમાં કુલ 29 પોઝિટિવ કેસ થયા, વડોદરામાં ત્રણ નવા કેશ, અમદાવાદમાં કુલ 13 કેસ થયા

સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસનો ભય વધી રહ્યો છે. ગુજરાતમાં તમામ લોકોને ચિંતા ઉપજાવે તેવા એક અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ આંક 29 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે 1નું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ નોંધાતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સિવાય સુરતમાં કોરોના 4 પોઝિટિવ કેસ, 1નું મોત, વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 4 કેસ, કચ્છ અને રાજકોટમાં કોરોનાના 1-1 કેસ પોઝિટિવ કેસો નોંધાયા છે.

રવિવારે જ્યારે સુરતના એક વૃદ્ધે કોરોના વાયરસના કારણે દમ તોડ્યા બાદ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરામાં મોડી રાત્રે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યાં હતા. આ સાથે જ રાજ્યમાં હવે કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો 29 થયો હતો. જેમ જેમ કેસ વધતાં જઈ રહ્યાં છે તેમ તેમ રાજ્યનું વહીવટી તંત્ર પણ કડક હાથે કામ લઈ રહ્યું છે.

વડોદરામાં કોરોના વાયરસના 6 કેસો પોઝિટિવ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. શ્રીલંકાથી આવેલા પતિ પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેના સંપર્કમાં આવેલ 27 વર્ષીય પુત્રી અને 29 વર્ષીય પુત્રવધૂનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. 12 લોકોનું ગ્રુપ શ્રીલંકા ગયું હતું.

ગુજરાતમાં 29 પોઝિટિવ કેસ, 1 મોત

શહેર પોઝિટિવ કેસ મૃત્યુ
અમદાવાદ 13
વડોદરા 06
સુરત 04 01
ગાંધીનગર 04
રાજકોટ 01
કચ્છ 01
કુલ આંકડો 29 01

જનતા કર્ફ્યુમાં બહાર નીકળનાર સામે કાર્યવાહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. જેને રાજ્યભરમાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. સાંજે પાંચ વાગ્યે કોરોના જેવા જીવલેણ વાઇરસની દહેશત વચ્ચે પણ પોતાની ફરજ બજાવી રહેલા રાષ્ટ્રરક્ષકોનું અભિવાદન થાળી-તાળી વગાડી કરવા માટે વડાપ્રધાને આહવાન કર્યું હતું. જેના પગલે સમજદાર નાગરીકોએ બાલકનીમાં ઉભા રહીને રાષ્ટ્રરક્ષકોનું અભિવાદન કર્યું હતું, પરંતુ જાણે કે કર્ફ્યુ માત્રથી કોરોના વાઈરસની અસર ખત્મ થઇ ગઇ હોય એ રીતે ગંભરીતા દાખવવાના બદલે બેદરકારીભર્યું વર્તન કરી રસ્તા પર સમૂહમાં ભેગા થનારા લોકો સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો