કોરોનાને કારણે ગુજરાતમાં પહેલીવાર ફાયર બ્રિગેડ દ્વારા સેનિટાઈઝર અને અન્ય દવાઓથી ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે

જીવલેણ કોરોના વાયરસના જોખમને જોતા રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના દરેક શક્ય પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે ફાયરની ટીમ દ્ગારા શહેરમાં ફોગિંગ સેનિટાઈઝર અને અન્ય દવાઓથી ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 18 જેટલી ટીમ દ્ગારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આપણે જણાવી દઈએ કે અમદાવાદ ખાતે કોરોના વાયરસના ચેપને રોકવા અને તે વધુ ન ફેલાય તે માટે ફાયર બ્રિગેડની 18 ટીમ દ્વારા પહેલીવાર શહેરમાં ફોગીંગ સેનિટાઇઝર અને દવાઓથી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની આ કામગીરી જોવા માટે લોકો ટોળે ભરાયા છે. ત્યારે ફાયર અધિકારીઓ હાથ જોડીને લોકોને સમજાવી રહ્યા છે કે ઘરમાં રહે અને બહાર ન નીકળે. લોકોમાં હજુ પણ જાગૃતિનો અભાવ હોવાથી અધિકારીઓ પરેશાન છે.

સુરતમાં કોરોના વાઈરસથી એકના મોત બાદ, કેમિકલ સ્પ્રે છાંટી અને ફ્યુમીગેશનની કામગીરી કરાઈ

કોરોના વાઈરસના કારણે ગુજરાતમાં પહેલું મોત સુરતમાં થયું છે. 69 વર્ષીય વૃદ્ધના મોતના પગલે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ફાયર બ્રિગેડ દ્વારા કેમિકલ સ્પ્રે છાંટી અને ફ્યુમીગેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગને સાથે રાખી કામગીરી

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, હેલ્થ અને ફાયરની 11 ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ભીડ ભાડવાળા વિસ્તારમાં સ્પ્રે કરી સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. પ્રેસ્ટિસાઈડ અને સોડિયમ હાઈ ક્લોરાઈડને મિક્સ કરી આરોગ્ય વિભાગ જે ટકામાં કહે છે તે રીતે સેનિટાઈઝ કરવામાં આવી હતું. એર ટર્બાઈન દ્વારા કામગીરી હાથ ધરાઈ હતીજે ગુજરાતમાં એક સુરત પાસે જ છે. જર્મનીથી મંગાવવામાં આવ્યું હતું. બાકીના હાઈપ્રેશર પંપ છે. દવાનાકારણે જે વાઈરસફેલાયો હોય છે તેનો નાશ કરે છે.

એરપોર્ટ પર પણ કામગીરી હાથ ધરાઈ

હેલ્થ અને ફાયર વિભાગની 11 ટીમો દ્વારા સેનિટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનર કચેરી, એરપોર્ટ, પાલિકા કચેરી, મોટી હોસ્પિટલ, બીઆરટીએસ બસસ્ટેન્ડ, એસટી સ્ટેન્ડ જેવી ભીડ ભાડવાળી જગ્યાઓને સેનિટાઈઝ કરવાની કામગીરી કરાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો