Browsing category

સમાચાર

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત: આજે રેકોર્ડબ્રેક 960 કેસ નોંધાયા: કુલ કેસ 47,476 થયા: મૃત્યુઆંક 2,127 થયો

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની ગઇકાલે સમીક્ષા કરી હતી.ત્યારે રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ-19ના કેસની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય […]

માતા-પિતા કોરોના પોઝિટિવ થયાં તો છ મહિનાના દીકરાને ડૉક્ટરે એક મહિના સુધી સાચવ્યો, બાળકને તેની માતાને પરત સોંપતા સર્જાયાં ઈમોશનલ દૃશ્યો

બુધવારે 15 જુલાઈના રોજ કોચી ખાતે ભારે ઈમોશનલ દૃશ્યો સર્જાયાં હતાં. ડૉ. મેરી અનિતાએ છ મહિનાના એલ્વિન નામના બાળકને તેની માતાને સોંપ્યું અને ખુદ ચોધાર આંસુએ રડી પડ્યાં. એ જોઈને ત્યાં ઊભેલા લોકોને પણ ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. કોઈ ફિલ્મનું દૃશ્ય લાગે તેવી આ ઘટના પાછળ આપણી આંખો હરખથી છલકાઈ ઊઠે તેવી માનવતાની મિસાલ […]

ખાનગી સ્કુલોથી વાલીઓ હવે સરકારી સ્કુલો તરફ વળ્યા, 17 હજાર વિદ્યાર્થીઓએ AMC સ્કુલમાં લીધો પ્રવેશ, રાજ્યસ્તરે આ આંકડો છે ખૂબ જ મોટો

કોરોનાનો કહેર અને લોકડાઉનને કારણે અનેક લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે, જેને કારણે વાલીઓ હવે ખાનગી સ્કુલોથી સરકારી સ્કુલો તરફ વળી રહ્યા છે. જેની સીધી અસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલોને થઇ છે. ચાલુ વર્ષે હાલ સુધીમાં 17 હજાર વિદ્યાર્થીઓએ AMC સ્કુલમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે રાજ્યસ્તરે આંકડો 6 લાખને પાર કરી ગયો છે. […]

સુરતમાં મંજૂરી મેળવનાર લોકોને પણ નથી મળતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન, સિવિલ હોસ્પિટલમાં લાઈન લાગતા સ્ટોક ન હોવાનું કહીને પરત મોકલાય છે.

શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ગંભીર દર્દીઓની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી ઈન્જેક્શન આપવા માટે ક્લેક્ટરની અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવી છે. આ તબીબોની ટીમ દ્વારા જરૂરીયાતવાળા દર્દીઓને ઈન્જેક્શનની મંજૂરી અપાયા બાદ દર્દીના સંબંધીઓને ફોન કે મેસેજ આવે તો પણ સિવિલમાંથી ઈન્જેક્શનનો સ્ટોક ન હોવાનું […]

રાજકોટમાં પ્રેમ માટે ખેલાયો ખુની ખેલ: પ્રેમિકાને પામવા માટે પતિએ પત્નીની કરી હત્યા

લવ અફેર મામલે લોકો હત્યા કરતાં જરાય અચકાતાં નથી. રાજકોટમાં હાલમાં જે ઘટના સામે આવી એ ખરેખર બધાને ચોંકાવે એવી છે. પત્ની કરતાં પ્રેમિકાને વધારે મહત્વ આપીને પત્નીને પરલોકમાં પહોંચાડી દીધી. રાજકોટમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાંખી. પ્રેમિકાને પામવા માટે પતિએ પત્નીની હત્યા કરી હોવાના સમાચારા સામે આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

સુરતમાં કોરોના વકરતાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કંટ્રોલ કરવા IPS હરેશ દૂધાતને તાબડતોબ મોકલાયા, અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબૂમાં લાવ્યા હતા

ગુજરાતમાં કોરોનાનાં કારણે અગાઉ સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ શહેર રહ્યું હતું. હવે આવી જ ભયાનક સ્થિતિ તરફ સુરત શહેર જઈ રહ્યું છે. આવા સમયમાં સુરતમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કઈ રીતે કંટ્રોલ કરી શકાય અને કઈ સાવધાની રાખી શકાય તે જણાવવા માટે ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) […]

ચાઈનીઝ મોબાઈલ રાખતા પહેલા ચેતજો, મોરબીમાં ચાલુ બાઇકે ખિસ્સામાં મૂકેલો મોબાઇલ બ્લાસ્ટ થતા નીચે પટકાયેલા યુવાનનું મોત

તમામ લોકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો મોરબી (Morbi)માં સામે આવ્યો છે. જેમાં એક યુવકના પેન્ટના ખિસ્સામાં મોબાઇલ ફોન ફાટી (Mobile Phone Blast) ગયો હતો. મોબાઇલ ફાટતા બાઇક પર જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને તે નીચે પટકાયો હતો. આ દરમિયાન યુવાનનું મોત થઈ ગયું હતું. આ ચોંકાવનારા કેસમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ આદરી છે. નોંધનીય […]

ગુજરાતી જીબાબાએ ફટકારી સદી, અમેરિકામાં પરિવારે ભેગા થઈને બાના 100માં જન્મદિવસની કરી ઉજવણી

જીવનના ઉલ્લાસ ભર્યા નીરોગી જીવનના ૧૦૦ વર્ષ પુરા થવા એ ખરા અર્થમાં જન્મોત્સવ કહેવાય. જીબાબાનાં સ્વસ્થ જીવનના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમના પરિવારજનો દ્વારા ડેલાવર ખાતે જન્મ શતાબ્દી સતાયુ જીવનની ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોવીડને કારણે મોટો ઉત્સવ કરવો શક્ય બન્યો નહોતો આથી તેમના નાના દીકરાના ઘરે બહાર લોનમાં કુટુંબીજનોએ ભેગા મળી ઉજવણી કરી […]

એમપી પોલીસનો બર્બર ચહેરો જોઇને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ખેડૂતને માર્યો ઢોર માર- બેભાન પિતાને જોઇ રડતા રહ્યા 7 બાળકો

એમપી પોલીસનો બર્બર ચહેરો જોઇને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ગુનામાં જમીન ખાલી કરાવવા પહોંચેલી પોલીસે દલિત ખેડૂતને બેરહેમીથી માર્યો છે. ખેડૂત પોલીસ અને ઑફિસરો સામે આજીજી કરતો રહ્યો, પરંતુ પથ્થર દિલ ઑફિસરોનું હ્રદય પીગળ્યું નહીં અને તાબડતોડ લાઠીઓ વરસાવતા રહ્યા. વિડીયો વાયરલ થયા બાદ એમપીમાં હંગામો મચ્યો છે, પરંતુ શિવરાજ આખા પ્રકરણ પર ચુપ […]

ગુજરાત સરકાર સામે બેરોજગાર યુવાનોનું ટ્વિટર દ્વારા ઓનલાઇન આંદોલન, #પહેલા રોજગારી, પછી ચૂંટણી# સાથે યુદ્ધ છેડ્યું

રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકાર સામે બેરોજગારીના મુદ્દે ફરી એક વખત શિક્ષિત બેરોજગાર યુવાનો સોશ્યિલ મીડિયા દ્વારા મેદાને પડ્યા છે. જેમાં શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્વારા પહેલા રોજગારી અને પછી ચૂંટણીના હેશટેગ સાથે ટ્વિટર ટ્રેન્ડ ચલાવી રહ્યું છે. સોશિયલ મીડિયા થકી બેરોજગાર સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]