રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકાર સામે બેરોજગારીના મુદ્દે ફરી એક વખત શિક્ષિત બેરોજગાર યુવાનો સોશ્યિલ મીડિયા દ્વારા મેદાને પડ્યા છે. જેમાં શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્વારા પહેલા રોજગારી અને પછી ચૂંટણીના હેશટેગ સાથે ટ્વિટર ટ્રેન્ડ ચલાવી રહ્યું છે. સોશિયલ મીડિયા થકી બેરોજગાર સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
યુવા સમિતિના હોદ્દેદારોની અપીલ
આ અંગે સોશ્યિલ મીડિયા મારફતે શિક્ષિત બેરોજગાર યુવા સમિતિના હોદ્દેદારો દિનેશ બાંભણિયાએ અપીલ કરી છે કે, શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્વારા પહેલા રોજગારી અને પછી ચૂંટણીના હેશટેગ સાથે સોશિયલ મીડિયા થકી ટ્વિટર યુદ્ધ શરૂ કરવા શિક્ષિત બેરોજગાર યુવાનોને આહવાન કર્યું છે. રાજ્ય સરકાર સુધી શિક્ષિત બેરોજગાર યુવાનો અવાજ પહોંચાડવા અપીલ કરી છે.
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી@YAJadeja @devanshijoshi71@tv9gujarati
Unemployed students : Sir Exam date aur results declare kab karoge??Vijay Rupani : pic.twitter.com/qVa7dscter
— Sanjay Panchal (@SanjayP09473482) July 16, 2020
બેરોજગાર સમિતિએ સરકાર સમક્ષ માંગણી મૂકવા સોશિયલ મીડિયાનો સહારો લીધો
અત્રે નોંધનીય છે કે, એક તરફ કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર સંક્રમિત કેસ ઘટાડવા માટે મથામણ કરી રહી છે. તો બીજી તરફ શિક્ષિત બેરોજગારો દ્વારા નોકરી મેળવવા માટે સરકાર સમક્ષ ઉઘરાણી કરવામાં આવી રહી છે. જોકે બેરોજગારીના મુદ્દે ઘેરાઈ ગયેલી સરકાર સમક્ષ માગણી મુકવા માટે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..