ગુજરાતી જીબાબાએ ફટકારી સદી, અમેરિકામાં પરિવારે ભેગા થઈને બાના 100માં જન્મદિવસની કરી ઉજવણી

જીવનના ઉલ્લાસ ભર્યા નીરોગી જીવનના ૧૦૦ વર્ષ પુરા થવા એ ખરા અર્થમાં જન્મોત્સવ કહેવાય. જીબાબાનાં સ્વસ્થ જીવનના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમના પરિવારજનો દ્વારા ડેલાવર ખાતે જન્મ શતાબ્દી સતાયુ જીવનની ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોવીડને કારણે મોટો ઉત્સવ કરવો શક્ય બન્યો નહોતો આથી તેમના નાના દીકરાના ઘરે બહાર લોનમાં કુટુંબીજનોએ ભેગા મળી ઉજવણી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભારતમાં બા અલીન્દ્ર ગામમાં રહેતા હતા. અગિયાર વર્ષની ઉંમરે તેમના લગ્ન થઇ ગયા હતા. તે જમાનામાં પણ બા પાંચમાં ધોરણ સુધી ભણ્યા હતા. જેના કારણે આજે પણ વાંચી શકે છે, લખી શકે છે, આજે પણ ભગવદ્ ગીતા, હનુમાન ચાલીસા અને બીજા ઘણા ધર્મ પુસ્તકો દરરોજ સવારે વાંચે છે, મજાની વાત એ છે કે બા સંસ્કૃત પણ વાંચી શકે છે. ૧૦૦ વર્ષની ઉંમરે પણ બાને વાંચવા માટે ચશ્માં નથી જોઈતા. લેન્ડલાઇન ફોનથી આજે પણ ઇન્ડીયા સગાવહાલાંઓ ને જાતે ફોન કરે છે. લગભગ દરેકના નંબર તેમને મોઢે યાદ છે. આજે જ્યારે આપણે ફોન મેમરીને કારણે આપણી યાદશક્તિ ભૂલતા જઈએ છીએ ત્યારે આવા વડીલો આપણને શરમાવી જાય છે.

૧૯૮૦મા દાદાનો સ્વર્ગવાસ થયા પછી તેઓ જાતે ખુબ ઈન્ડીપેન્ડન્ટ થઇ ગયા. ૧૯૮૩માં તે અમેરિકા રહેતા તેમના દીકરા દિનેશભાઈ સાથે રહેવા આવ્યા. તેમના અમેરિકામાં પરિવારમાં સાત દીકરાઓ અને એક દીકરીઓના પરિવારનાં ૮૮ સભ્યો જે મોટાભાગે અમેરિકામાં છે તેમની સાથે આનંદથી જીવન વ્યતીત કરી રહ્યા છે. દરેકને પ્રેમથી બાંધી રાખ્યા છે.

છેલ્લા આસરે ૩૦ વર્ષથી જીબાબા તેમના નાના દીકરા હેમેન્દ્ર અને રૂપલ પટેલ સાથે જ રહે છે. ખુબજ આનંદ અને શીખ આપે તેવી વાત લખતા ખુશી અનુભવાય છે કે હેમેન્દ્રભાઈના ત્રણ બાળકો પૈકી દીકરો કિશન હાલ ૨૨ વર્ષનો છે બે જોડિયા દીકરીઓ રિદ્ધિ સિદ્ધિ ૧૯ વર્ષની છે. આ બાળકોએ આજ સુધી બાને કદી પણ એકલા સુવા દીધા નથી. પહેલા પૌત્ર પછી પૌત્રીઓ એકપણ દિવસ ચુક્યા વિના બાની સાથે સુઈ રહ્યા છે. ઘરના સભ્યોની બાળકો પણ બાને ખુબ સાચવે છે. આજે અમેરિકા તો શું દેશમાં પણ ઘરડા બા દાદાની કોઈને પરવા નથી. પોતાની પ્રાઈવસી અને જરૂરિયાતો મહત્વના છે ત્યારે આવા બાળકો અને તેમને મળેલા સંસ્કાર હૈયું ભીંજવી જાય છે.

ઘરના સભ્યો કહે છે બાએ દરેકને ખુબ પ્રેમ આપ્યો છે તો પ્રેમ મેળવવો પણ તેમનો હક છે. આજે આ ઉમરે પણ તે જાતે રસોઈ બનાવે છે. દીકરાની વહુએ કામ ઉપરથી આવતા વાર લાગે તો અડધી રસોઈ બનાવી નાખે છે. નાનામોટા ઘરના કામ જાતે કરે છે અને કહે છે હલનચલ કર્યા વિના શરીર અકળાઈ જાય

આટલા ઉંમરે પણ કોઈને ત્યાં સારો ખોટો પ્રસંગ હોત તો લાકડીના ટેકે પણ જીબાબાની હાજરી અવશ્ય જોવા મળે. બા ખુબ સારા ભજનો ગાય છે. એ માટે તેમને માઈકની પણ જરૂર પડતી નથી. દરેકને ત્યાં લગ્ન કે મરણ હોય અને તે એક પણ ભજન ના ગાયુ હોય તેવું બન્યું નથી. ખુબ પ્રેમાળ વ્યક્તિત્વ છે. ડેલાવર સ્ટેટ ખુબ નાનું સ્ટેટ છે. અહી વધારે પડતા ચરોતરના ગુજરાતીઓ, જે વર્ષોથી અહી છે. આ કારણે બધા સાથેમળીને એક બહોળો પરિવાર બની ગયો છે. દરેક એકને આ બા માટે પ્રેમ અને માન છે.

આજે લાંબુ આયુષ્ય ધરાવતા વૃદ્ધોની સંખ્યામાં ભારે વધારો જોવા મળે છે. લાંબુ જીવન જીવવું તેના કરતા મહત્વનું છે કે કેવું અને કેટલું નીરોગી જીવો છો. સતાબ્દીએ પહોચતા વડીલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ બાબતે તેમના લાંબા આયુષ્યના રહસ્યની શોધ કરતા ઘણા તત્વો અસરકારક જણાયા છે. જેમાં પહેલાના સમય કરતા આજે આપણા સમાજમાં આટલા લાંબા સમય મેડિકલ ક્ષેત્રે પ્રગતિ, રસીમાં સુધારો, એન્ટિબાયોટિક્સ, સ્વચ્છતા અને સેનિટેશન, બધા જ વિકસિત યુગમાં વધેલા અસ્તિત્વ માટે જવાબદાર છે. લોકો તેમના સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃત થયા છે. સક્રિય રહેવા અને તંદુરસ્ત રહેવા એક્સરસાઇઝ અને યોગ્ય ખોરાક લેવાનું મહત્વ સમજવા લાગ્યા છે.

છતાં પણ હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક અને કેન્સરને કારણે પાછલા કેટલાક વર્ષોમાં મૃત્યુનો દર ઊંચો લઇ ગયા હતા. આજે પણ મોટી ઉંમરની વ્યક્તિઓ, લોકોમાં અલ્ઝાઇમરનો રોગ રેન્કિંગમાં આગળ વધ્યો છે. અવનવા રોગો સામ મેડીકલક્ષેત્રે થયેલી પ્રગતિ વધારે છે જેના પરિણામે જીવનની ટાઈમલાઈન ઉંચે ગઈ છે.હાલના સમયમાં વધુ અમેરિકનો 100 વર્ષની ઉંમરે પહોંચી રહ્યા છે, તાજેતરના વર્ષોમાં મૃત્યુ દરમાં ઘટાડો થયો છે.

“આપણા સમાજમાં પહેલા લાંબુ જીવન કંઈક અંશે દુર્લભ હતું. હાલમાં ” રસીમાં સુધારો, એન્ટિબાયોટિક્સ, સ્વચ્છતા અને સેનિટેશન, બધાનો ઉપયોગીતા અને જરૂરીયાત સમજતા વિકસિત યુગમાં તેનો લાભ દરેકને મળી રહ્યો છે. જે વધેલા ઉંમરના અસ્તિત્વ માટે જવાબદાર છે. વધારામાં યોગા અને એકસરસાઈઝ, વિટામીનની દવાઓ વગેરેને કારણે ફરી એક વખત લાંબુ અને નીરોગી જીવન જીવતા વડીલોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.બસ પ્રભુ દરેકને નીરોગી આયુષ્ય અર્પે તેવી પ્રાર્થના….

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો