Browsing category

સમાચાર

આ યુવાને 5 વર્ષ પહેલા અમેરિકાની નોકરી છોડી ગામમાં ડેરી ખોલી, હવે ઓર્ગેનિક દૂધની પ્રોડક્ટથી વર્ષમાં કરે છે રૂ. 15 લાખની કમાણી

એવું કહેવાય છે કે ઈચ્છા શક્તિ મજબુત હોય તો તમે કંઈ પણ કરી શકો છો. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતો શરદ ગંગવાર અમેરિકામાં નોકરી કરતો હતો. સારી કમાણી પણ હતી. પરંતુ તેણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો અને પોતાના ગામમાં ડેરી ખોલી. તેણે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને સાથે MBA પણ કર્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

અમદાવાદમાં દંડની રકમની વિસંગતાના કારણે શહેરીજનો મૂંઝવણમાં મુકાયા, માસ્ક વગર પોલીસ પકડે તો 200 રૂપિયા દંડ, મ્યુનિસિપલ કોર્પોરેશન પકડે તો 500 રૂપિયા દંડ

કોરોનાના કારણે સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. રાજ્યમાં ક્યાંય પણ માસ્ક પહેર્યા વગર નીકળનારી વ્યક્તિ પાસેથી રૂ.200 દંડ વસૂલ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન માસ્ક ન પહેરનાર પાસેથી રૂ.500 દંડ વસૂલી રહી છે. જ્યારે પોલીસ રૂ.200 દંડ લે છે. મ્યુનિ. અને પોલીસની દંડની રકમની વિસંગતિના કારણે શહેરીજનો મૂંઝવણમાં મુકાયા છે. […]

આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરના અતિરેકથી ચામડીના હેલ્ધી બેક્ટેરિયા મરી જતા હોવાથી સાબુથી જ હાથ ધોવા નિષ્ણાતોની સલાહ

આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરથી કોરોનાના વાઈરસ સામે રક્ષણ મળે છે તે વાત સાચી. પરંતુ, આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરના અતિરેકથી હાથમાં ડ્રાયનેસ, ખંજવાળ, ખરજવું અને ચામડીનાં હેલ્ધી બેક્ટેરિયાનો નાશ થાય છે. સિવિલના ચામડી વિભાગમાં સેનિટાઇઝરના અતિરેકથી ચામડીના રોગોમાં 20 ટકાનો વધારો થયો છે. શક્ય હોય ત્યાં સુધી સેનિટાઇઝરને બદલે સાબુ અને પાણીથી હાથ સ્વચ્છ કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. […]

મોતના સૌદાગર! સુરતમાંથી પકડાયું નકલી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનું કૌભાંડ, 5ની ધરપકડ કરી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કોરોનાના દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ટોસિલિજુમેબ નામના મોંઘી કિંમતના ઇન્જેક્શનમાં નફાખોરી બાદ હવે નકલી ઇન્જેક્શન બનાવીને વેચવાનું કૌભાંડ ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા સુરતથી ઝડપી લેવામાં આવ્યું છે. અમદાવાદમાં વેચાતા નકલી ઇન્જેક્શનના તાર સુરત સુધી પહોંચ્યા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારને ઝડપી લેવામાં આવ્યો હતો. જે ઇન્જેક્શન વિશ્વમાં એકમાત્ર સ્વિત્ઝરલેન્ડની કંપની બનાવે છે તેવા […]

300 ચીનીઓને મોતને ઘાટ ઉતારી શહીદ થયા હતા જશવંત સિંહ, મૃત્યુ બાદ પણ દેશની રક્ષા કરતા હોવાની છે માન્યતા

ભારતીય સૈન્યના ઘણા કિસ્સા છે કે જે તમે સાંભળો એટલે છાતી ગજ ગજ ફૂલે અને તમને ભારતીય હોવા પર ગર્વ થાય. ભારતને આઝાદી અપાવવાથી લઇને આજ સુધી સૈનિકો દેશની રક્ષા કરે છે અને કેટલાય સૈનિકોએ પોતાના જીવ મા ભારતી માટે આપી દીધા છે. આજે અમે એક એવા સૈનિકની કહાની જણાવીશું જે હયાત ન રહીને પણ […]

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ.તેજસ પટેલે આપ્યા કોરોના અંગેના લોકોમાં રહેલા ડરના જવાબ, જાણો વિગતે

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ.તેજસ પટેલે કોરોના અંગેના લોકોમાં રહેલા ડરના જવાબ આપતા જણાવ્યું હતું કે, દવાઓના રીસ્પોન્સના લીધે કેટલાક શહેરોમાં વાઇરસ મંદ પડ્યો છે, દેશમાં ચોક્કસ વિસ્તારોમાં હર્ડ ઇમ્યુનિટીની શરૂઆત થઈ છે. સીધા સૂર્યપ્રકાશમાં 30 ડિગ્રીથી વધુ તાપમાને વાઇરસ 5 મિનિટ જ જીવી શકે ફાઇનલ ટ્રીટમેન્ટ આવશે નહીં ત્યાં સુધી દવાઓ બદલાતી […]

કોરોનાથી મૃત્યુના સરકારી આંકડા અને વિવિધ સ્મશાનમાં અંતિમવિધિના આંકડા વચ્ચે 4 ગણું અંતર, જાણો શું છે સત્ય?

અમદાવાદ. મ્યુનિસિપિલ કોર્પોરેશન શહેરમાં 13 દિવસથી કોરોનાથી થયેલા મોતના આંકડા માત્ર 79 હોવાનો દાવો કરે છે. પરંતુ લોકો પાસે ફરતી શહેરના વિવિધ સ્મશાનની યાદી આ 13 દિવસમાં 329 મોત થયાનું બતાવે છે. આમ મૃત્યુઆંક ઓછો બતાવવાની પોલંપોલ ચાલતી હોવાની ચર્ચા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 1 જુલાઈએ મ્યુનિ.એ 8 મોત બતાવ્યા હતા પણ વિવિધ સ્મશાનમાં 27 […]

સુનિતા યાદવે FB લાઈવમાં, કહ્યું- હોમ મિનિસ્ટરના નવાબજાદાને પણ રોકી શકું, હજી પણ મારામાં પાવર છે

વરાછા વિસ્તારમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે ઘર્ષણ બાદ વિવાદમાં આવેલી લોકરક્ષક સુનિતા યાદવ ફરી ફેસબૂક પર લાઈવ થઈ હતી. જેમાં તેણે હજુ પણ કોઈ પણથી ડરતી ન હોવાનું જણાવ્યું હતું. આ સાથે જણાવ્યું હતું કે, હોમ મિનિસ્ટરના નવાબજાદા અને પુત્રને પણ રોકી શકું છું, હજી પણ મારામાં પાવર છે. મારી ડ્યુટી કરી તેની […]

સ્મીમેર હોસ્પિટલની ઘોર બેદરકારી, કોરોનાગ્રસ્ત વૃદ્ધાને ઘર નજીક મૂકી આવ્યા, ઘરે પહોંચ્યાની ગણતરીની મિનિટોમાં થયું મોત

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં એક કોરોનાગ્રસ્ત વૃદ્ધાને ઘર નજીક મૂકી આવ્યા હતા. ત્યારબાદ વૃદ્ધાનું ઘરે પહોંચ્યાની ગણતરીની મિનિટોમાં મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તબિયત સારી હોવાનું કહી રજા અપાઈ હતી કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, પુણા વિસ્તારમાં ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધને 13 […]

ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર: કોરોનાથી મોતમાં ગુજરાત નંબર વન, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર સૌથી વધુ

દેશમાં કોરોનાના કેસ 10 લાખને પાર થઈ ચુક્યા છે. ત્યારે કોરોનાથી થતાં મૃત્યુ મામલે ચોંકાવનારી હકિકત આંકડા મારફતે સામે આવી છે. શરૂઆતથી લઈને બુધવાર સુધીના કોરોનાના આંકડા પરથી એટલું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર સૌથી વધુ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]