કોરોનાના દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ટોસિલિજુમેબ નામના મોંઘી કિંમતના ઇન્જેક્શનમાં નફાખોરી બાદ હવે નકલી ઇન્જેક્શન બનાવીને વેચવાનું કૌભાંડ ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા સુરતથી ઝડપી લેવામાં આવ્યું છે. અમદાવાદમાં વેચાતા નકલી ઇન્જેક્શનના તાર સુરત સુધી પહોંચ્યા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારને ઝડપી લેવામાં આવ્યો હતો. જે ઇન્જેક્શન વિશ્વમાં એકમાત્ર સ્વિત્ઝરલેન્ડની કંપની બનાવે છે તેવા નકલી ઇન્જેક્શન સુરતનો રહીશ પોતાના ઘરે બનાવતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગુણવત્તા અંગે શંકા જતા તબીબે જાણ કરી હતી
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે અમદાવાદ ભુયંગદેવ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી લત્તાબેન બલદુઆને ડો. દેવાંગ શાહ દ્વારા ટોસિલિજુમેબ 400 એમજી ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. દર્દીના સગાએ ઇન્જેક્શનના ત્રણ બોક્સ જેનીક ફાર્માના લાવીને આપ્યા હતા. ડોક્ટરે આ ઇન્જેક્શન આપ્યા પછી ગુણવત્તામાં શંકા જતા ફરિયાદ કરાઇ હતી. જેથી તંત્ર દ્વારા તપાસ થતા દર્દીના સગાની પુછપરછમાં ઇન્જેક્શન સાબરમતી વિસ્તારના મા ફાર્મસી ખાતેથી 1.35 લાખમાં બિલ વગર મેળવ્યા હોવાનું જણાયું હતું. આ ફાર્મસીની તપાસ કરાતા તેમણે ચાંદખેડા વિસ્તારના હર્ષ ભરતભાઇ ઠાકોર પાસેથી બિલ વગર 80 હજારમાં 4 બોક્સ ખરીદ્યા હતા. હર્ષ ઠાકોરે આ ઇન્જેક્શન પાલડીના હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલીક નિલેશ લાલીવાલા પાસેથી વગર બિલે 70 હજારમાં 4 બોક્સ ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે દરોડા પાડી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ બોક્સ ખરીદીને હર્ષ ઠાકોરે ઇન્જેક્શનના બોક્સની ડિઝાઇન ફોટોશોપમાં એડિટ કરીને બનાવટી ટોસિલિજુમેબનું નામ લખ્યું હતું. લાલીવાલાએ આ ઇન્જેક્શન સુરત ખાતેથી સોહેલ ઇસ્માઇલ તાઇ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યા હોવાનું જણાવતા અધિકારીઓએ સુરતમાં ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફીલીંગ મશીન, સીલીંગ મશીન, કોડીંગ મશીન, રો મટીરીયલ, પેકીંગ મટીરીયલ મળી આવ્યા હતા. જેથી આ તમામ સાથે કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને અન્ય ઇન્જેક્શન તપાસ માટે કબ્જે લેવામાં આવ્યા છે. આ તમામ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ રીતે થયું સમગ્ર કૌભાંડ!
શંકાઃ ઇન્જેક્શન વાપર્યા પછી તબીબને શંકા ગઈ
ડોક્ટરે દર્દી લતાબેન બલદુઆને ટોસિલિજુમેબ ઇન્જેક્શન 400 મિ.ગ્રા (એક્ટેમરા) પ્રિસ્ક્રાઈબ કરવામાં આવ્યું હતું. દર્દીના સગાએ ટોસિલિજુમેબ ઇન્જેક્શન (એક્ટેમરા) 250 એમ.જી./એમ.એલ. USP Grade for I.M. Only, 10 X 1 ML Ampoulesના 3 બોક્સ Mfg.Genic Pharma લાવીને આપવામાં આવ્યું હતું. ડોકટરને વાપર્યા પછી ગુણવતા બાબતે શંકા જતા તબીબ દ્વારા ફરિયાદ કરાઈ હતી.
તપાસઃ જરૂરિયાતમંદ દર્દીને રાજ્ય સરકાર આ પ્રકારના ઇન્જેક્શન વિનામૂલ્યે આપે છે
આ મામલે કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, કોરોનાના કપરાકાળમાં પણ નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. કોરોના સામે રક્ષણ આપતું ટોસિલિજુમેબ ઈન્જેકશનનું સુરતથી નકલી વેચાણનું રાજ્ય વ્યાપી કૌભાંડ ઔષધ નિયમન તંત્ર દ્વારા પકડી પાડવામાં આવ્યુ છે.રાજ્યભરમાં જરૂરિયાત ધરાવતા દર્દીઓને આ ટોસિલિજુમેબ ઈન્જેકશનનો જથ્થો સરળતાથી મળી રહે એ માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને દર્દીઓને આ ઇન્જેકશન રાજ્ય સરકાર વિનામૂલ્યે પૂરા પાડી રહી છે.
પગેરુંઃ વગર બિલે ઇન્જેક્શનનું ખરીદ-વેચાણ
તંત્રએ સાબરમતીમાં આવેલી M/s. Maa Pharmacyમાં તપાસ કરી હતી. પરંતુ તેઓ પાસે આ દવાનો કોઇ જથ્થો મળી આવ્યો નહોતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમણે ચાંદખેડામાં રહેતા હર્ષ ભરતભાઇ ઠાકોર પાસેથી વગર બિલે રોકડેથી 80,000માં 4 બોક્સ ખરીદ્યા હતા. જેમાંથી 3 બોક્ષ M/s. Maa Pharmaને આપ્યાં હતા અને 1બોક્સનો નાશ કર્યો હતો. તંત્રએ હર્ષ ભરતભાઇ ઠાકોરની પૂછપરછ કરતાં તેઓ આ ઇન્જેક્શન પાલડીના હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલિક નિલેશ લાલીવાલા પાસેથી વગર બિલે 70,000 રૂપિયામાં 4 બોક્સ રોકડેથી ખરીદ્યાં હતા.
કૌભાંડઃ કાર્ટન એડિટ કરી ટોસિલિજુમેબનું નામ લખ્યું
ત્યારબાદ તંત્રએ હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલિક નિલેશ લાલીવાલાની પૂછપરછ કરતા તેમની પાસેથી ‘NANDROLONE DECANOATE 250 MG /ML’ના 2 બોક્સ મળી આવ્યાં હતા. જે બનાવટી ટોસિલિજુમેબ ઇન્જેક્શનના કાર્ટનની ડિઝાઇન સાથે મળતા આવે છે. જેને ફોટોશોપમાંથી એડિટ કરી તેના ઉપર બનાવટી ટોસિલિજુમેબ ઇન્જેક્શનનું નામ લખી હર્ષ ભરતભાઇ ઠાકોર દ્વારા લેબલની ડિઝાઇનમાં ચેડા કરવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. વધુમાં નિલેશ લાલીવાલાની પૂછપરછ કરતાં તેઓ આ બનાવટી ઇન્જેક્શન સુરતના સોહેલ ઇસ્માઇલ તાઇ નામના શખ્સ પાસેથી મગાવે છે તેમ જણાવ્યુ હતું.
પકડાયાઃ સોહેલના ઘરેથી જથ્થો જપ્ત કરાયો
આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સુરત કચેરીના અધિકારીઓએ સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફિલિંગ મશીન, સિલિંગ મશીન, કોડિંગ મશીન સહિત બનાવટના કાચા દ્રવ્યો, પેકિંગ મટીરિયલ મળી આવ્યું હતું. ઘરની અંદર મળી અવેલા મીની મશીન સાથે 8 લાખનો મુદ્દામાલ ફોર્મ-16 હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..