Browsing category

સમાચાર

વધુ એક ઝટકો: કેન્દ્ર સરકાર મોટું નામ અને વ્યવસાય ધરાવતી આ 6 કંપનીઓ કરશે બંધ

વિનિવેશ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારનો વધુ એક આકરો નિર્ણય લેવા જઈ રહી છે. તે સાંભળીને તમને ઝટકો લાગી શકે છે. કેમ કે કેન્દ્ર સરકાર વધુ 6 કંપનીઓને બંધ કરવા જઈ રહી છે. વિનિવેશ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારનો વધુ એક નિર્ણય કેન્દ્ર સરકાર વધુ 6 કંપનીઓને બંધ કરશે ચાલુ વર્ષે 2.10 લાખ કરોડના વિનિવેશનું લક્ષ્ય સરકારનું પબ્લિક સેક્ટરમાં […]

રિશ્વતખોર PI અત્યાચારની તમામ હદો વટાવી, જુગારીએ 3 લાખની લાંચ આપવાની ના પાડતા જેતપુરના સીટી PI ધાબા પર લઇ ગયા અને…

જેતપુર શહેરના બાવાવાળાપરામાં એક રહેણાંક મકાનમાંથી એલસીબીએ છ શખ્સોને જુગાર રમતા ઝડપી સીટી પોલીસને સોંપ્યા હતા. બાદમાં સીટી પી.આઇએ એક વયોવૃદ્ધને એટલો માર્યો કે લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા હતા. રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગતરાત્રીના શહેરના બાવાવાળાપરા વિસ્તારમાં આવેલ રહેતા જીતેન્દ્ર રામાણીના ઘરે છાપો મારીને રમેશચંદ્ર નથવાણી, સહેજાદ રફીક છુટાણી, અનિલ બારૈયા, […]

શિક્ષિત બેરોજગારોના ખોફથી આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં તબદીલ, સરકારી ભરતીઓને લઈને ફરી એકવાર ગાંધીનગરમાં આંદોલનના મંડાણ

સરકારી ભરતીઓને લઈને ફરી એકવાર ગાંધીનગરમાં આંદોલનના મંડાણ દેખાતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. ગાંધીનગરમાં આજ વહેલી સવારથી જ ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. એલઆરડી, ટેટ, ટાટ, બિન સચિવાલય સહિત ભરતી પ્રક્રિયા મામલે યુવાનો સોશિયલ મીડિયામાં આંદોલન માટે મુકેલી પોસ્ટોને આધારે ગાંધીનગરમાં બંદોબસ્ત ગોઠવાયો હતો. ગાંધીનગર ઉપવાસ છાવણી પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું […]

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગોધરાથી ઘરના ગદ્દાર ઇમરાનને ઝડપ્યો, ISIને આપતો હતો નૌસેનાની સિક્રેટ માહિતી

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની ટીમે ગોધરામાંથી પાકિસ્તાની જાસૂસને સોમવારે મોડી રાત્રે ઝડપી પાડ્યો છે. NIAની ટીમે પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીની પૂછપરછ શરૂ કરી દીધી છે. ઇમરાન ગિતેલી વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો પણ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિક પોલીસની મદદથી NIAની ટીમે જાસૂસ ઇમરાન ગિતેલીને ઝડપી પાડ્યો પાકિસ્તાન માટે જાસૂસ કરતો 37 વર્ષીય ઇમરાન ગિતેલી મૂળ […]

ગાંધીનગર અને અમદાવાદમાં બાળકોને ઉઠાવતી ગેંગ સક્રિય? ગાંધીનગરના સેક્ટર 5-Cમાં ત્રણ પ્રયાસ, સોલામાં 7 વર્ષની બાળકીનો હજુ કોઈ અતોપતો નથી

રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં નાના બાળકોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થઈ હોવાને લઇ ગાંધીનગર અને અમદાવાદના લોકોમાં ભય ફેલાયો છે. ગાંધીનગરમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઈ હોવાના દાવા સાથે સેક્ટર-7 સ્ટેશનમાં એક અરજી થઈ છે. જ્યારે અમદાવાદમાં ગોતા હાઉસિંગ સાત વર્ષની બાળકીનું અપહરણની ઘટના બની છે. જેમાં ત્રણ દિવસ થવા છતાં પણ બાળકીનો […]

ટ્રાયલરૂમ વાપરતા પહેલા આટલી વાતોનું રાખો ધ્યાન, ક્યાંય હિડન કેમેરા તો નથીને? આ રીતે કરો ચેક, અમદાવાદ પોલીસની અપીલ

જો માનવજાત સંવેદનશીલ નથી. જો હોત તો દેશભરના ટ્રાયલ રૂમોની બહાર લાગેલા કેમેરા અત્યારસુધીમાં હટી ગયા હોત. 5 વર્ષ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફેબ ઇન્ડિયા સ્ટોરમાં એક હિડન કેમેરા પકડ્યો હતો. પરંતુ તેના કરતા વધારે શરમમાં મૂકતી બાબત એ છે કે, હજુ પણ આપણે મહિલાઓનો વિનયભંગ કરાવતી આ મુશ્કેલીનો ઉકેલ લાવી શક્યા નથી. શોપિંગ […]

વિકાસની પોલ ખૂલી ગઈ: ગુજરાતમાં ખાડા અને ગટરમાં પડી જવાથી 122 લોકોના મોત, કોણ જવાબદાર?

ગુજરાત સહિત આખા દેશમાં વરસાદ પડ્યા પછી રસ્તાઓની બિસ્માર હાલત થતી હોય છે. જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. એક સર્વે પ્રમાણે ભારતમાં ખુલ્લી ગટરમાં પડવાથી અને ખાડામાં અકસ્માતોમાં કુલ મૃત્યુના 30 ટકા માત્ર ગુજરાતમાંથી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 479 લોકોના મૃત્યુ ખાડામાં પડવાથી થયા છે. જ્યારે વર્ષ 2019માં […]

ખેડૂતોના પ્રશ્નોને લઈને ધારાસભ્ય હર્ષદ રીબડીયાની ચીમકી, ‘વિધાનસભામાં ખેડૂતો માટે સમય નહીં આપવામાં આવે તો હું સત્ર નહીં ચાલવા દઉં’

આગામી વિધાનસભાના સત્ર (Vidhansabha Session)ને લઇને વિસાવદરના કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા (Congress MLA Harshad Ribadiya)એ વિધાનસભા (Gujarat Vidhansabha) અધ્યક્ષને ખાસ રજુઆત કરી છે. કૉંગ્રેસ ધારાસભ્યએ રાજ્યના ખેડૂતોના પાક વીમા, ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની વગેરે બાબતે ચર્ચા કરવા માટે વિશેષ બે કલાકનો સમય ફાળવવા માટે અધ્યક્ષને એક પત્ર લખીને રજુઆત કરી છે. સાથે સાથે એવી ચીમકી […]

એપાર્ટમેન્ટમાં રહેતા માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં 12 માળની બિલ્ડીંગના પાંચમાં અને છઠ્ઠા માળ વચ્ચે લીફ્ટમાં ફસાયો બાળક, પછી શું થયું જુઓ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ ઉતરાણ (Mota varacha Surat) એક એપાર્ટમેન્ટમાં (Utran surat) આજે એક બાળક રમતા રમતા અચાનક લિફ્ટમાં ફસાય ગયો હતો જોકે તેની જાણકારી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ ફાયર વિભાગને આપતા ફાયર બ્રિગેડ બનાવ વાળી જગ્યા પર આવીને બાળકને રેસક્યૂ કરી (Rescue by fire brigade) બહાર કાઢ્યો હતો. જોકે બાળક એટલી હદે ગભરાયેલ હતો […]

યોગી આદિત્યનાથે આગ્રા મુઘલ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ કર્યું, કહ્યું- મુઘલ આપણા નાયક ના હોઈ શકે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારના આગ્રામાં બની રહેલા મુઘલ મ્યુઝિયમનું નામ બદલવાની જાહેરાત કરી છે. સીએમ યોગીએ સોમવારના કહ્યું કે આગ્રામાં નિર્માણ થઈ રહેલું મુઘલ મ્યૂઝિયમ છત્રપતિ શિવાજી મહારાજના નામે સ્થાપિત થશે. તાજમહેલના પૂર્વ ગેટ પર બની રહેલું આ સંગ્રહાલય લગભગ 150 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર રાષ્ટ્રવાદી વિચારોને […]