Browsing category

સમાચાર

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં, દિવાળી બાદ કોરોનાની સ્થિતિના આધારે નિર્ણય લેવાશે

કોરોનાના હાહાકારને કારણે રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે થયેલી શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. કોરોનાના કહેર વચ્ચે અટકળો […]

ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું મોટું કૌભાંડ, અમદાવાદમાં 1 કરોડ રૂપિયાના MD ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા, ASIને સાથે રાખી ડિલિવરી થતી હતી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime branch) MD ડ્રગ્સનો (MD Drugs) જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદના સીટીએમ (CTM) પાસેથી ચાર આરોપીની કરી અટકાયત. ડ્રગ્સનીં કિંમત આશરે એક કરોડ રૂપિયા છે. ફિરોઝ નામના પોલીસકર્મીને સાથે રાખી ડિલિવરી કરતા પોલીસકર્મીની પણ કરાઈ ધરપકડ. ફિરોઝ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને એએસઆઈ છે (ASI). આરોપીઓ મુંબઇથી […]

સુરતમાં કોરોના મહામારીમાં ધનવંતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવામાં આવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું

અમદાવાદ બાદ સુરતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવ શહેરના તમામ વિસ્તારમાં ધનવંતરી રથ ફેરવામાં આવી રહ્યો છે, આ રથ દ્વારા કોરોના તપાસ બાદ સંક્રમણ આવેલા લોકોને દવાનું વિતરણ કરવામાં આવતું હોય છે, ત્યારે આજે સુરતના પુના વિસ્તારમાં પહોંચેલા રથમાંથી લોકોને દવાનું વિતરણ કરવામાં આવ્યુ તે પણ એક્સપાયરી થયેલી […]

વડોદરામાં દુષ્કર્મના ગંભીર ગુનામાં બેદરકારી રાખનાર PSI, ASI સહિત 4 પોલીસકર્મીને SPએ સસ્પેન્ડ કર્યાં

વડોદરાનાં લક્ષ્મીપુરાની 7 વર્ષની છોકરીની છેડતી મામલે નિષ્કાળજી રાખનાર પીએસઆઇ અને મહિલા ASI સહિત ચાર કર્મચારીઓને SPએ સસ્પેન્ડ કર્યાં છે. બાળકી સાથે શારીરિક અડપલા કરનાર શખ્સની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. લક્ષ્મીપુરામાં સાત વર્ષની છોકરી સાથે બે વખત શારીરિક અડપલા કરવાના બનાવને જિલ્લા પોલીસ વડાએ ગંભીરતાથી લીધો છે. આ બનાવ અંગે વડોદરા તાલુકા પોલીસ મથકે […]

કોરોનાને મ્હાત આપેલા દર્દીઓને સ્વાસ્થ્ય મંત્રાલયની ખાસ સલાહ, શું કરવું- શું ના કરવું તેની યાદી જાહેર કરાઈ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19માંથી સાજા થઈ ચુકેલા દર્દીઓ માટે પોસ્ટ કોવિડ-19 પ્રબંધન પ્રોટોકોલ જાહેર કર્યો છે. કોરોનાને મ્હાત આપીને સાજા થયેલા દર્દીઓએ કેવી કેવી કાળજી લેવી તેને લઈને મહત્વની સુચના જાહેર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કસરત, યોગાથી લઈને ખાન-પાનને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં શારીરીક નબળાઈ, શરીરનો દુખાવો, ખાંસી અને […]

વડોદરામાં કોરોના નેગેટિવ દર્દીનું 4 કલાકમાં જ મોત: 7 વાગ્યે બેસીને વાત કરતા હોય તો 8 વાગ્યે કેવી રીતે મૃત્યુ થાય- સારવારમાં બેદરકારીનો પરિજનોનો આક્ષેપ

વડોદરા શહેરની SSG હોસ્પિટલ સતત વિવાદોમાં આવી રહી છે. તાજેતરમાં હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ એક કોરોના નેગેટિવ દર્દીનું 4 કલાકમાં જ મૃત્યુ થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. પરિવારજનોએ હોબાળો મચાવીને હોસ્પિટલના તંત્ર સામે દર્દીને મારી નાખીને તેનાં અંગો કાઢી લેવામાં આવતાં હોવાનો આક્ષેપ કર્યો છે. મૃતક રવીન્દ્ર ભોંસલેને સાંજે 4 […]

પોતાનું માસ્ક આપી બીજાનો જીવ બચાવનાર સુરતના શ્રેષ્ઠ કોરોના વોરિયર ડો. સંકેત જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યા છે ઝોલા, 1 કરોડ સુધીનો થઈ શકે છે ખર્ચ

ગુજરાતના ડાયમંડ સિટીના એક શ્રેષ્ઠ કોરોના વોરિયર એવા તબીબને બચાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ડો. સંકેત મહેતાએ કોરોનાની સારવાર દરમિયાન પોતાનું ઓક્સિજન માસ્ક કાઢી બીજાનો જીવ બચાવ્યો હતો. જોકે, આ તબીબ ડો. સંકેત આજે છેલ્લા 42 દિવસથી કોરોના અને ત્યારબાદની તકલીફો સામે જંગ ખેલી રહ્યા છે. હવે તો સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1326 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,13,662 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 47 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1326 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આજે મહાનગરો બાદ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ સાજા થયા છે. રાજ્ય સરકારે […]

ખેડૂતો ચેતજો! રાજકોટમાંથી ખાતરમાં ભેળસેળના કાવતરાનો પર્દાફાશ, 10 કિલો ખાતરમાં 1 કિલો ભોગાવો રેતી નીકળી

મુખ્યમંત્રીના હોમગ્રાઉન્ડ રાજકોટમાંથી ખાતરમાં મિલાવટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખાતરમાં રેતીની ભેળસેળ કરવાનું મોટાપાયે કૌભાંડ બહાર આવ્યું છે. આ પહેલા પણ આ પ્રકારે અનેક વાર ખેડૂતો સાથે આ પ્રકારની લૂંટ ચલાવાઈ છે. ત્યારે વધુ એકવાર ખેડૂતોને હલકી ગુણવત્તાનું ખાતર આપીને પૈસા પડાવ્યાનું બહાર આવ્યું છે. 10 કિલો ખાતરમાં 1 કિલો ભોગાવો નદીની રેતી નીકળતા ખેડૂતોએ […]

સુરતમાં બે મિત્રો પર જીવલેણ હુમલો, બાલા ભરવાડ સહિત આઠ લોકો તલવાર અને ધોકા લઈને તૂટી પડ્યા

સુરતમાં કાપોદ્રા બુટભવાની રોડ પર જુની અદાવતમાં એક પાનના ગલ્લાવાળા સહિત બે ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા એલ.એચ.રોડ વર્ષા સોસાયટીમાં રહેતા મૂળ ગીર સોમનાથના ઉનાના એભલવડ ગામના વતની ૨૨ વર્ષીય પ્રકાશ ઉર્ફે રાહુલ ઉર્ફે ઘોદો મનુભાઈ બાંભણીયા ઘનશ્યામ નગરમાં મહાકાલ પાનનો ગલ્લો ચલાવે […]