ગુજરાત સહિત આખા દેશમાં વરસાદ પડ્યા પછી રસ્તાઓની બિસ્માર હાલત થતી હોય છે. જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. એક સર્વે પ્રમાણે ભારતમાં ખુલ્લી ગટરમાં પડવાથી અને ખાડામાં અકસ્માતોમાં કુલ મૃત્યુના 30 ટકા માત્ર ગુજરાતમાંથી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 479 લોકોના મૃત્યુ ખાડામાં પડવાથી થયા છે. જ્યારે વર્ષ 2019માં ગટરમાં પડવાથી 30 લોકોના મૃત્યુ થયા છે..
વર્ષ 2019નો આંકડા પ્રમાણે ગુજરાતમાં ખાડામાં પડવાથી 92 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યમાં થોડાક વરસાદમાં ગુજરાતના રોડ રસ્તા રોલરકોસ્ટર રાઈડ જેવા થઈ જાય છે એટલું જ નહીં પરંતું મનપા દ્વારા ખુલ્લી રખાતી ગટરોમાં પડી જવાથી 30 લોકોના મોત થયા છે. ખાડામાં પડવાથી મૃત્યુમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. સૌથી વધારે રાજસ્થાનમાં 288 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 134 લોકોના મૃત્યુ થયા છે.
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 497 વ્યક્તિઓએ ખાડામાં પડવાથી પોતાના જીવ ગુમાવ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. ગુજરાતમાં ખાડાનું સામ્રાજ્ય હોવાનું પણ હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે, દેશમાં ત્રીજા સ્થાને ગુજરાતનો નંબર આવે છે. ખાડે ગયેલ ગુજરાતના વિકાસમાં રોડ પર પડેલા ખાડાથી લોકો ત્રસ્ત બન્યા છે.
વર્ષ 2019માં ક્યા રાજ્યમાં ખાડામાં પડવાથી વધુ મૃત્યુ
| રાજ્ય | મૃત્યુ |
| રાજસ્થાન | 288 |
| મહારાષ્ટ્ર | 134 |
| ગુજરાત | 92 |
| મધ્ય પ્રદેશ | 82 |
| ઉત્તર પ્રદેશ | 80 |
| દેશમાં કુલ | 899 |
ગુજરાતમાં કયા કારણોથી કેટલાના મૃત્યુ
| વર્ષ | ગટરમાં પડવાથી | ખાડામાં પડવાથી |
| 2015 | 37 | 90 |
| 2016 | 21 | 86 |
| 2017 | 27 | 122 |
| 2018 | 20 | 89 |
| 2019 | 30 | 92 |
| કુલ | 135 | 479 |
વર્ષ 2019માં કયા રાજ્યમાં ગટરમાં પડવાથી વધુ મૃત્યુ
| રાજ્ય | મૃત્યુ |
| ગુજરાત | 30 |
| મણીપુર | 19 |
| ઉત્તર પ્રદેશ | 16 |
| રાજસ્થાન | 13 |
| બિહાર | 06 |
| દેશમાં કુલ | 102 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..