શિક્ષિત બેરોજગારોના ખોફથી આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં તબદીલ, સરકારી ભરતીઓને લઈને ફરી એકવાર ગાંધીનગરમાં આંદોલનના મંડાણ

સરકારી ભરતીઓને લઈને ફરી એકવાર ગાંધીનગરમાં આંદોલનના મંડાણ દેખાતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. ગાંધીનગરમાં આજ વહેલી સવારથી જ ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

એલઆરડી, ટેટ, ટાટ, બિન સચિવાલય સહિત ભરતી પ્રક્રિયા મામલે યુવાનો સોશિયલ મીડિયામાં આંદોલન માટે મુકેલી પોસ્ટોને આધારે ગાંધીનગરમાં બંદોબસ્ત ગોઠવાયો હતો. ગાંધીનગર ઉપવાસ છાવણી પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું હતું. તો બીજી તરફ એલઆરડી સહિતના ભરતી પ્રક્રિયામાં જોડાયેલા યુવાનો અને શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્વારા ગાંધીનગરમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવે તેવી દહેશતના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

એલ.આર.ડી.ની પરીક્ષામાં સરકારે મહિલાઓની સંખ્યા વધારતા પુરુષો આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે. બંધારણ મુજબ ભરતીમાં મહિલા અને પુરુષોનો રેસિયો ન જળવાતો હોવાના મુદ્દા સાથે આંદોલન ચાલી રહ્યું છે. તો બીજી બાજુ ટેટ, ટાટ પાસ ઉમેદવારોને શિક્ષણ વિભાગમાં અટકેલી ભરતીઓને લઇ ઉમેદવારો આક્રામક મૂડમાં દેખાય છે. પરીક્ષા પાસ કરવાના પાંચ વર્ષ બાદ સર્ટીફિકેટની મર્યાદા પણ પૂર્ણ થઈ રહી છે જેથી ઝડપથી ભરતી કરવા ઉમેદવારોની માંગણી છે.

1-8-2018નો ઠરાવ રદ્દ કર્યા બાદ મુખ્યમંત્રી તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે, 8000 નિમણૂક પત્રો તાત્કાલિક અસરથી આપવામાં આવશે. જ્યારે 20,000 જેટલી ભરતીઓ પાંચ મહિનામાં કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. અહિં તમને જણાવી દઇએ કે, એલ.આર.ડી પુરુષ ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા નાંખ્યા હતા પરંતુ તેઓ કોઇ કાર્યક્રમ કરે તે પહેલા જ 150 જેટલા ઉમેદવારોને અટકાયત કરી લેવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો