Browsing category

સમાચાર

સુરતમાં નામચીન બિલ્ડરે રૂ. 2 કરોડની જમીન પચાવી પાડતા કિરીટ પટેલે આપઘાત કર્યો

સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં 42 વર્ષીય યુવકે ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. તપાસ કરતા પોલીસને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં બિલ્ડરે રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. ઘટના શું હતી? શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં […]

પ્રામાણિકતા હજી નથી મરી પરવારી: મોરબીમાં એક વ્યક્તિએ પાંચ લાખ ભરેલો થેલો મૂળ માલિકને પરત કરીને પ્રામાણિકતાની સુવાસ ફેલાવી

હાલ કોરોના મહામારીને (corona pandemic) કારણે લોકોના રોજગાર ધંધા બરાબર ચાલતા નથી એની સામે આપણને ઘણી જ લૂંટફાટનાં કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. ત્યારે મોરબીમાં (Morbi) એક પ્રેરણાદાયી કિસ્સો બન્યો છે. મોરબીના એક વ્યક્તિએ પાંચ લાખ ભરેલી બેગ મૂળ માલિકને પરત કરીને પોતાની પ્રામાણિકતાની (Honesty) સુવાસ ફેલાવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ટંકારાના બંગાવડીની […]

સુરતમાં બેરોજગાર ચોકીદારે લોનના હપ્તા ન ચુકવી શકતા કર્યો આપઘાત, ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

કોરોનાની મહામારી વચ્ચે (Coronavirus) સતત લોકો બેકાર બની રહ્યા છે અને હજુપણ લોકોની ગાડી પાટા પર નથી ચડી. ત્યારે બેકાર બનેલા અનેક લોકોએ પોતાની આવક તો ગુમાવી છે. પોતે લીધેલી લોન ભરવામાં અસમર્થ રહેતા સુરત અમરોલી વિસ્તારમાં (Amroli surat) રહેતા એક આધેડે પોતાના ઘરમાં ગળે ફાસો ખાઇ (Man commits suicide) અને પોતાનું જીવન ટૂંકાવી લીધું […]

એરપોર્ટ બાદ હવે રેલવે સ્ટેશનો પણ વેચવા કઢાયાં, દિલ્હી રેલવે સ્ટેશનની કરાશે હરાજી, અદાણી પણ રેસમાં

નવી દિલ્હીમાં કનોટ પેલેસસ્થિત નવી દિલ્હી રેલવે સ્ટેશન ખરીદવા અદાણીએ પણ રસ દાખવ્યો છે. રેલવેમંત્રાલયે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ)એ હાલમાં જ નવી દિલ્હી રેલવે સ્ટેશનના ખાનગીકરણના સિલસિલામાં એક પ્રી-બીડ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં અદાણી જૂથના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં જ અમદાવાદ, લખનઉ અને જયપુર સહિત દેશનાં […]

રાજકોટ સિવિલમાં દર્દી સાથે અમાનવીય વર્તનનો વીડિયો થયો વાયરલ, તમારી આંખે જ જોવો કેવી કરાય છે દર્દીની દુર્દશા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 9 તારીખે સવારે પ્રભાશંકર પાટીલ નામના 38 વર્ષના દર્દીને બેરહેમીથી પકડીને માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, હોસ્પિટલનો સ્ટાફ તેમજ સિક્યુરિટી ગાર્ડ તેની છાતી પર બેસી લાફા મારે છે અને ગાર્ડ તો ખભે બૂટ સાથેનો પગ રાખી દબાવી રહ્યો છે. આ ઘટનાના ત્રણ જ દિવસ બાદ દર્દીનું […]

કાલાવડમાં PSIએ દારૂના મુદ્દામાલમાં કબજે કરેલી કારનો વ્યક્તિગત ઉપયોગ શરૂ કરતાં PSI રાદડીયા સસ્પેન્ડ

જામનગરમાં પકડાયેલી કાર PSIએ પોતાના ઉપયોગમાં લીધી હતી. કબજે કરેલી કારમાં PSI એસ.એમ. રાદડિયાના પત્ની જોવા મળ્યા હતાં. કાલાવડ ગ્રામ્યના PSI રાદડિયાના પત્ની કાર સાથે જોવા મળ્યા હતાં. એક માસ પૂર્વે દારૂ કેસમાં કાર કબજે કરવામાં આવી હતી. PSIના પત્ની કારમાં બેસી અન્ય ગામે જતાં જોવા મળ્યા હતાં. હાલ આ કાર અને PSIના પત્નીનો વીડિયો […]

વાપીમાંથી ગરીબોનો કોળિયો છીનવી સરકારી અનાજનો પુરવઠો સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું!

વાપીના કોળીવાડ વિસ્તારમાં એક ટ્રકમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મોટી માત્રામાં ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. વલસાડ જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે વલસાડના કોલીવાડ વિસ્તારમાં છાપો માર્યો હતો. આ દરમિયાન એક પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાંથી મોટી માત્રામાં અનાજનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. જોકે ઘઉંના જથ્થા અંગે ટ્રકના ચાલકને પૂછપરછ કરવામાં આવતા […]

ભાવનગરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત DYSPના પૂત્રએ પત્ની અને દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ

નિવૃત DYSPના પૂત્રએ પત્ની-દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વિજયરાજ નગરમાં આજે ઘટેલી ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે. વિજયરાજનગર માં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ ડીવાયએસપી ના પુત્ર એ કર્યો રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો છે. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહના પુત્રએ પરિવાર સાથે આપઘાત કરી લેતા […]

અમદાવાદમાં શાકભાજીવાળાને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે રૂ.100ની લાંચ માંગતા ત્રણ પોલીસકર્મીઓને ACBએ રંગેહાથ ઝડપી લીધા

અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને ACB(એન્ટી કરપ્શન બ્યૂરો)એ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. વહેલી સવારે ACBને ફરિયાદી તરફથી લાંચ અંગે માહિતી મળતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. PCR(પોલીસ કન્ટ્રોલ રૂમ)માં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓને અમદાવાદ ACBની ટીમે લાંચ લેતા ઝડપી લીધા બાદ ACB કચેરી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કેટલા રૂપિયાની […]

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ ધોરણ 9થી 12 માટે સ્કૂલો નહીં ખૂલે

કોરોના મહામારીને કારણે હાલ ગુજરાતની તમામ સ્કૂલો બંધ છે. જો કે છેલ્લા થોડા સમયથી સ્કૂલો ચાલુ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી હતી. પરંતુ મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત સરકારે અનલોક-4ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું […]