Browsing category

સમાચાર

જો હવે તમારી પાસે ફોરવ્હીલ હશે તો તમને રેશનકાર્ડ ઉપર રાશન નહીં મળે, છોટાઉદેપુરમાં 150 કાર્ડધારકોનું રાશન બંધ

રાજ્યમાં હાલ અતિમહત્વપૂર્ણ કહી શકાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. હવેથી રાજ્યમાં ફોર વ્હીલર ધારકોને રાશન નહીં આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં આ નિયમની અમલવારી શરૂ કરી છે. ફોરવ્હીલર રાશનકાર્ડ ધારકોની યાદી તૈયાર કરી છે. હાલ છોટાઉદેપુરના સંખેડામાં 150 કાર્ડધારકોનું રાશન બંધ કરવામાં આવ્યું છે. તેઓ ફોર વ્હીલર ધરાવતા હોવાથી અનાજ બંધ કરાયું […]

હવે અંધ લોકોનો અંધાપો થશે દૂર, ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી લીધી દુનિયાની પ્રથમ બાયોનિક આંખ

આપણે આપણી આંખો દ્વારા જ સમગ્ર સૃષ્ટિ જોઈ શકીએ છીએ. પરંતુ જે લોકો આંખો વિહોણા છે તેમને કેટલા પડકારોનો સામનો કરવો પડતો હશે તે સારી રીતે સમજી શકાય છે. પરંતુ હવે આ ક્ષેત્રે પણ વિજ્ઞાને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. દુનિયાના અનેક રિસર્ચર અનેક પ્રકારના બાયોનિક સોલ્યૂશન્સ પર કામ કરી રહ્યાં છે. પરંતુ હજી […]

આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર જૂન મહિનાના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવું રૂપિયા 100 લાખ કરોડને પાર

આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર જૂન મહિનાના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવું રૂપિયા ૧૦૦ લાખ કરોડને પાર કરી ૧૦૧.૩ લાખ કરોડ પર પહોંચી ગયું છે. હાલના વિદેશી હૂંડિયામણ વિનિમય દર પ્રમાણે આ દેવું ૧.૨૬ ટ્રિલિયન અમેરિકન ડોલર થાય. કેન્દ્રીય નાણામંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના ત્રિમાસિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં સરકારના […]

અમદાવાદ અને રાજકોટમાં પોલીસની દાદાગીરી આવી સામે: ફ્રૂટના વેપારી અને કોરોનાથી સાજા થયેલા યુવકને ફટકાર્યા, બંને બનાવમાં પૈસા માંગવાનો આક્ષેપ

રાજ્યમાં પોલીસ (Gujarat Police)ની દાદાગીરીની બે બનાવો સામે આવ્યા છે. જેમાં એક બનાવ શુક્રવારે રાત્રે અમદાવાદ શહેર (Ahmedabad City)માં અને બીજો બનાવ રાજકોટના જેતપુર ખાતે સામે આવ્યો છે. પ્રથમ બનાવમાં ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police) એક ફ્રૂટના વેપારીને માર માર્યો હતો. વેપારીનો આક્ષેપ છે કે પોલીસને રૂપિયા આપવાનો ઇન્કાર કર્યા બાદ તેને માર મારવામાં આવ્યો […]

સુરેન્દ્રનગરના કેવલ પટેલનું અકસ્માતમાં બ્રેઈન ડેડ થતાં તેના હૃદયે સુરતના 22 વર્ષિય યુવકને આપ્યું નવજીવન

સૂરતના ૨૨ વર્ષીય શ્રીપાલ લાલન છેલ્લા દસ વર્ષથી ‘ડાઈલેટેડ કાર્ડીઓમાયોપથી’ થી પીડાતા હતા. ખાનગી હૃદય-હોસ્પિટલમાં બતાવતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવવામાં આવ્યું. ગુજરાતમાં માત્ર સિમ્સ હોસ્પિટલ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. પણ હ્રદય કોણ આપે? આ યક્ષ પ્રશ્ન સૌને સતાવતો હતો. એવામાં રાજ્યના બીજા ખુણે એટલે કે સૂરેન્દ્રનગર ખાતે અકસ્માતની ઘટના બની. બેશક એ પરિવાર […]

એક વકીલને એકલા કાર ચલાવતા સમયે માસ્ક ન પહેરવાના બદલ ફટકારવામાં આવ્યો 500નો દંડ, પછી સરકાર પાસે માગ્યું 10 લાખનું વળતર

એક વકીલને એકલા કાર ચલાવતા સમયે માસ્ક ન પહેરવાના લીધે ફટકારવામાં આવેલા દંડને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેના પર કોર્ટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માગ્યો છે. જજ નવીન ચાલવાએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, દિલ્હી આપદા પ્રબંધન પ્રાધિકરણ અને પોલિસેને નોટિસ ફટકારી અરજી પર તેમનો મત પૂછ્યો છે. આ અરજીમાં ચલણને રદ્દ કરવા […]

જાંબાઝ સૈનિકને છાતી અને પેટમાં ગોળીઓ વાગી છતાં પણ લડ્યો અને આતંકીઓનો ખાતમો કર્યો, આ જવાને બતાવેલા સાહસ વિશે જાણીને તમને પણ ગર્વ થશે.

દેશની સુરક્ષાની વાત આવે ત્યારે સૌથી પહેલા જવાનોના શૌર્ય અને સાહસનો ઉલ્લેખ થાય છે. વતન પ્રત્યેનો જવાનોનો એવો પ્રેમ હોય છે કે તેમને ગોળીઓ પણ અસર નથી કરી શકતી. એવી કહેવત છે કે ઘાયલ થયેલો સિંહ વધારે ખુંખાર હોય છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ડેપ્યુટી કમાન્ડન્ટ (Deputy Commandant) રાહુલ માથુર (Rahul Mathur) હાલ ઘાયલ […]

અમદાવાદમાં લાંચીયો ક્લાસ-1 અધિકારી આવ્યો ACBના શકંજામાં, સ્થાનિક PIએ હોશિયારી વાપરી દબોચ્યો

એસીબીએ ક્લાસ-1 અધિકારી ગિરિજા શંકર સાધુની ધરપકડ કરી છે. ગિરિજા શંકર સાધુ સામે acbમાં અપ્રમાન્સર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ગુજરાત પ્રદુષણ બોર્ડમાં કલાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવતો હતો અને વર્ષ 2017માં તેની લાંચ લેવાના કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી, ત્યાર […]

જૂનાગઢમાં ખેડૂતે મગફળીનો પાક ફેઇલ જતા 30 વીઘા જમીનમાં વાવેલ મગફળી ખેતરમાં જ સળગાવી દીધી

જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીના પાણી ધરા ગામના ખેડૂત ગિરીરાજસિંહ લખમણભાઈ સિસોદીયાએ પોતાના ખેતરમાં 30 વીઘા જમીનમા વાવેલ મગફળીનો પાક ફેઈલ જતા સળગાવી દીધો હતો. ચાલુ વર્ષે અનરાધાર વરસાદને લઈને ખેડુતોના પાક નિષ્ફળ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં કુલ વાવેતરના 80% વિસ્તારમાં મગફળીનુ વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં 100%થી વધુ વરસાદ થતા મગફળી અને કપાસ નો […]

તાંત્રિક વિધિમાં વિશ્વાસ રાખનારાઓ ચેતજો, હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને બગસરાના ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી કરી

હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને તાંત્રિક વિધિના નામે બગસરાના પીઠડીયા ગામના ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી 5 વ્યક્તિઓની ઠગ ટોળકીને અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડી છે. 15.68 લાખનો મુદામાલ પણ ઝડપી પાડ્યો છે. ત્યારે કોણ હતા, આ સંકટ મોચક ઠગ બાજો અને કઈ રીતે લોકોને ફસાવતા હતા અંધશ્રદ્ધાની માયાજાળમાં તે આ […]