Browsing category

સમાચાર

ઈન્દોરમાં માનવતા મરી પરવારી: 87 વર્ષના વૃદ્ધના શબને ઉંદરોએ કોતરી નાખ્યું, એક લાખ જમા કરાવવામાં આવ્યા પછી જ હોસ્પિટલે બોડી આપી

ઈન્દોરમાં કોરોનાના દર્દીઓની સારવાર કરનાર વધુ એક હોસ્પિટલે સોમવારે માનવતાને નેવી મૂકી દીધી છે. અન્નપૂર્ણા વિસ્તારમાં આવેલી યૂનીક હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા દાખલ થયેલા 87 વર્ષના વ્યક્તિનું રવિવારે રાતે મોત થયું હતું. પરિવારના સભ્યોનો આરોપ છે કે હોસ્પિટલે શબને રાખવામાં બેદરકારી દાખવી છે. સમગ્ર બોડીને ઉંદરે કોતરી નાખી છે. પરિવારના સભ્યોને શબ ત્યારે સોંપવામાં આવ્યું, […]

ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત વૉરશિપની હેલીકોપ્ટર સ્ટ્રીમમાં 2 મહિલા ઑફિસર તૈનાત, રાફેલને પણ ઝડપથી મળશે પહેલી મહિલા પાયલટ

ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા અધિકારી સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતિ સિંહને વોરશિપ પર તહેનાત કરવામાં આવશે. આ બન્નેની હેલિકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્જર્વર (એરબોર્ન ટેક્નિશિયન)ના પદમાં સામેલ કરવા માટે પસંદગી કરાઈ છે. તો આ તરફ અંબાલામાં ભારતીય વાયુસેનાના રાફેલ સ્ક્વોડ્રનને પહેલી મહિલા ફાઈટર પાયલટ ટૂંક સમયમાં મળી જશે. ઈન્ડિયા ટુડેના એક […]

મહિલાઓ અને દીકરીઓના સલામતીના દાવા ખોખલા: ગુજરાતમાં થતા બળાત્કારના આંકડા જાણીને તમે હચમચી જશો

ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓ ન તો પહેલા સુરક્ષિત હતી કે ન તો આજે છે. કારણ કે, ગુજરાતમાં રોજ 3 કિશોરીઓ બળાત્કારનો ભોગ બની રહી છે. આવું અમે નહીં પરંતુ લોકસભામાં રજૂ થયેલા આંકડા કહે છે. ત્યારે જાણો મહિલા સુરક્ષાની પોકળ વાતોની પોલ ખોલતા આંકડાઓ… ગુજરાતમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જાણે સરકારે […]

સુરતની હ્રદય દ્વાવક ઘટના ‘તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે’, વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત

સુરત શહેરના ડભોલીમાં ગેરેજમાલિકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. 41 હજાર સામે 2 લાખ રૂપિયા માગી ત્રાસ આપવામાં આવતાં ગેરેજમાલિકે કંટાળીને આપઘાત કરી લીધો હતો. ગેરેજમાલિકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે દુકાન રાખી એને 17 મહિના થયા, દુકાન ભાડે આપવા દેતા નથી, વેચવા પણ દેતા નથી. સાહેબ, મને ધમકી આપે છે, ડરાવે છે, […]

મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવશે, સરકાર ખર્ચ વધારશે, વેરામાં રાહત આપશે તો અર્થતંત્ર બેઠું થશે: અર્થશાસ્રી બકુલ ધોળકિયા

છેલ્લાં 70 વર્ષમાં આપણા દેશમાં ફક્ત ચાર વર્ષ એવા રહ્યાં હતાં કે જ્યારે આપણો જીડીપી ગ્રોથ નેગેટિવ રહ્યો હતો. બાકીના 66 વર્ષમાં જીડીપી ગ્રોથ પૉઝિટિવ હતો. એ ચાર વર્ષ હતા 1956-57, 1965-66, 1972-73 અને 1979-80, જેમાં સૌથી વધુ 1979-80માં દેશનો ગ્રોથ રેટ નેગેટિવ હતો, પણ વર્ષ 2020 જેટલી ખરાબ મંદી અત્યાર સુધી નથી આવી. આ […]

એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, માત્ર 7 મિનિટમાં તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચાશે

એશિયાનો સૌથી મોટો (Asia’s Biggest ropeway) ગિરનાર રોપવે (Girnar Ropeway) પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. ઓસ્ટ્રીયાથી ચાર નિષ્ણાંતો હાલ જૂનાગઢ (Junagadh) આવ્યા છે રોપવે સાઈટ પર અંતિમ તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ટાવર પર દોરડા લગાવીને તેના પર ટ્રોલી લગાવીને તેની ટ્રાયલ લેવાઈ રહી છે. સૌ પ્રથમ ખાલી ટ્રોલી ટ્રાયલ બાદમાં તેમાં વજન ભરીને ક્રમશઃ […]

ઝવેરી પરીવારનો સામુહિક આપઘાત: સોનીએ પત્ની અને બે પુત્ર સાથે ગળેફાસો લગાવ્યો, લેણદારોથી પરેશાન હતા

જયપુરમાં ઝવેરી, તેમની પત્ની અને બે પુત્રના મૃતદેહ તેમના ઘરમાં લટકતા મળ્યા હતા. શરૂઆતની તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક યશવંત સોનીએ કરજ લીધું હતું. પૈસા આપનાર માફિયા તેમને પરેશાન કરી રહ્યા હતા. તેઓથી કંટાળી પરીવારે સામુહિક આપઘાત કરી લીધો છે. ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી. જયપુરના કાનોતા વિસ્તારના રાધિકા વિહારમાં યશવંત […]

વિસનગરની કરૂણ ઘટના, બે બાળકો રમત-રમતમાં કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત, આખુ ગામ હિબકે ચઢ્યું

વિસનગરના બોકરવાડા ગામની એક કરૂણ ઘટના સામે આવી છે. 9 અને 10 વર્ષનાં બે બાળકો રમતા રમતા એક કબાટમાં સંતાઇ ગયા હતા. જે બાદ કબાટ ન ખૂલતા બંન્નેના ગૂંગળાઇ જવાથી મોત થયાના અનુમાન છે. શુક્રવારે રાત્રે એક બંધ મકાન આગળ પડેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંન્નેની લાશો મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. હાલ બાળકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ […]

ગાંધીનગર સચિવાલય સંકુલમાં PIએ સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ખળભળાટ

બાયડની વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને 2008માં પોલીસ સર્વિસમાં જોડાયેલા અને ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખાના પીઆઇ 41 વર્ષીય પ્રિતેશ પટેલે સચિવાલય સંકુલમાં ગૃહવિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે પીઆઈ પટેલના મૃતદેહને માદરે વતન બાયડમાં લવાતા અરવલ્લી પોલીસે પીઆઈ પ્રિતેશ પટેલના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપી […]

વડોદરામાં બે ફરાર આરોપીને પકડવા માટે PIએ દોઢ કલાક સુધી પાણીપૂરી વેચી, PSI રીક્ષાચાલક બન્યાં તો હેડ કોન્સ્ટેબલે શાકભાજી વેચ્યું

વડોદરા શહેરમાં થયેલી ધર્મેશની હત્યા મામલે પોલીસે આરોપીઓને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. જેમાં પીસીબી પી.આઇ રાજેશ કાનમીયાએ એક ટીમ તૈયાર કરી હતી. જેમાં તેઓ પોતે કિશનવાડી ખાતે પાણીપૂરી વેચવા માટે ઉભા રહ્યા હતા. પી.એસ.આઇ એ.ડી મહંત કિશનવાડી વુડાના મકાન પાસે રિક્ષા ચાલક બની વોચમાં બેઠા હતા. એ.એસ.આઇ કાર્તિંકસિંહ જાડેજા પાનના ગલ્લા પર […]