ઝવેરી પરીવારનો સામુહિક આપઘાત: સોનીએ પત્ની અને બે પુત્ર સાથે ગળેફાસો લગાવ્યો, લેણદારોથી પરેશાન હતા

જયપુરમાં ઝવેરી, તેમની પત્ની અને બે પુત્રના મૃતદેહ તેમના ઘરમાં લટકતા મળ્યા હતા. શરૂઆતની તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક યશવંત સોનીએ કરજ લીધું હતું. પૈસા આપનાર માફિયા તેમને પરેશાન કરી રહ્યા હતા. તેઓથી કંટાળી પરીવારે સામુહિક આપઘાત કરી લીધો છે. ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી.

જયપુરના કાનોતા વિસ્તારના રાધિકા વિહારમાં યશવંત (45) પરીવાર સાથે રહેતો હતો. પરીવારમાં તેમની પત્ની મમતા (41) પુત્ર અજીત (23) અને ભરત (20) હતા. શનિવારે સવારે આ પરીવાર ઘર બહાર ન નિકળ્યો તો નજીક રહેનાર સંબંધીઓ ઘરે પહોંચ્યા. દરવાજો અંદરથી બંધ હતો. સંબંધીઓએ બૂમો પાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં.

ત્યાર પછી આ લોકોએ બારીમાંથી જોયું તો પરીવાર ફંદા સાથે લડકતો હતો. ત્યાર પછી પોલીસને બોલાવાય. પિતા અને બે પુત્રો એક હોલમાં લટકતા હતા. જ્યારે પત્ની અલગ રૂમમાં હતી. પત્નીની આંખ પર પટ્ટી બાંધી હતી જ્યારે બન્ને પુત્રના પગ બાંધેલા હતા.

નજીકના લોકોનું કહેવું હતું કે અમુક લોકો રાતે ઘરે આવ્યા હતા. પૈસાના વહિવટને લઈને તેઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યાર પછી શું થયું કોઈને ખ્યાલ નથી. યશવંત જ્વેલરીનું કામ કરતો હતો. એવું પણ જામવા મળ્યું છે કે ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી છે, પરંતું સુસાઈડ નોટને લઈને ચૂપ છે. પત્નીના આંખે પટ્ટી અને પુત્રોના પગ બાંધેલા હતા તે અંગે પણ અધિકારીઓ સ્પષ્ટ જણાવી રહ્યા નથી.

એક મહિના પહેલા પણ યશવંતે આત્મહત્યાની કોશિશ કરી હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યશવંત સોનીએ એક મહિના પહેલા પણ આત્મહત્યાની કોશિશ કરી હતી. તેણે હાથની નસ કાપી નાંખી હતી. તેને હોસ્પિટલ લઈ જવાયો હતો અને તેનો જીવ બચી ગયો હતો.

કરજથી પરેશાન હતો પરીવાર

ઘટના સ્થળે પહોંચેલા એસપી મનોજ ચૌધરીએ જણાવ્યું હતું કે પરીવાર જ્વેલરીનું કામ કરતો હતો. જાણવા મળ્યું છે કે તેણે વ્યાજે પૈસા લીધેલા હતા. પૈસા આપનાર તેઓને પરેશાન કરતા હતા. આ કારણે પરીવારે સામુહિક આપઘાત કરી લીધો. નજીકના લોકોની પુછપરછ પછી પોલીસે અમુક લોકોની અટકાયત કરી છે. ચારેયના મૃતદેહને પીએમ માટે મોકલાયા છે.

હત્યાના એન્ગલની પણ તપાસ થશે?

પોલીસનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં સામુહિક આપઘાત લાગે છે. પરંતું ફોરેન્સિક ટીમે પણ પુરાવા મેળવ્યા છે. સંબંધીઓની પુછપરછ કરાઈ રહી છે. ફોન ડિટેલ મેળવાઈ રહી છે. તમામ એન્ગલની તપાસ થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો