એક વકીલને એકલા કાર ચલાવતા સમયે માસ્ક ન પહેરવાના બદલ ફટકારવામાં આવ્યો 500નો દંડ, પછી સરકાર પાસે માગ્યું 10 લાખનું વળતર

એક વકીલને એકલા કાર ચલાવતા સમયે માસ્ક ન પહેરવાના લીધે ફટકારવામાં આવેલા દંડને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેના પર કોર્ટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માગ્યો છે. જજ નવીન ચાલવાએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, દિલ્હી આપદા પ્રબંધન પ્રાધિકરણ અને પોલિસેને નોટિસ ફટકારી અરજી પર તેમનો મત પૂછ્યો છે. આ અરજીમાં ચલણને રદ્દ કરવા અને 500 રૂપિયા પરત કરવાનો આગ્રહ કર્યો છે.

સાથે જ અરજીકર્તાએ માનસિક ઉત્પીડન માટે 10 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ ફરિયાદ કરી છે. અરજીકર્તા સૌરભ શર્માનો દાવો છે કે 9 સપ્ટેમ્બરના રોજ તે પોતાની કારથી કામ પર જઈ રહ્યા હતા. રસ્તામાં પોલીસકર્મીઓએ તેમને રોક્યા અને માસ્ક ન પહેરવાને લીધે 500 રૂપિયા દંડ ફટકારી દીધો. જોકે, તેઓ કારમાં એકલા હતા. શર્મા તરફથી રજૂ થયેલા વકીલ કે સી મિત્તલે દલીલ કરી છે કે સ્વાસ્થ્ય મંત્રાલયની નોટિફિકેશન સ્પષ્ટ કરે છે કે એકલા કાર ચલાવતા સમયે માસ્ક પહેરવું જરૂરી નથી.

મંત્રાલય તરફથી રજૂ થયેલા વકીલ ફરમાન અલી મેગ્રેએ કહ્યું કે, આવી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. સુનાવણી દરમિયાન મિત્તલે દલીલ કરી કે DDMAના દિશા નિર્દેશો કહે છે કે માસ્કને સાર્વજનિક સ્થળોએ કે પછી ઓફિસમાં પહેરવો જોઇએ, નહીં કે અંગત કારમાં. દિશા નિર્દેશો એપ્રિલ અને જૂનમાં બહાર પાડવામાં આવ્યા હતા જે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવાને અનિવાર્ય ગણાવે છે. હાઈકોર્ટે અંગત કારને સાર્વજનિક સ્થળ ગણાવ્યું છે. પહેલીવાર આઇસોલેશન અને માસ્ક પહેરવાના નિયમ તોડવા પર 500 રૂપિયાનો દંડ છે, ત્યાર પછી દરેક ઉલ્લંઘન કરવા પર 1000 રપિયાનો દંડ છે. કોર્ટે આ મામલાને આવતી સુનાવણી 18 નવેમ્બર સુધી ટાળી દીધો છે.

જણાવી દઇએ કે, આ પહેલા કારમાં એકલા માસ્ક પહેરવો જોઇએ કે નહીં તે બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેષ ભૂષણે એક નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે, સ્વાસ્થ્ય મંત્રાલયે જે દિશા નિર્દેશો બહાર પાડ્યા છે, તેમાં જો તમે એકલા કાર ચલાવીને જઈ રહ્યા છો તો તમારે માસ્ક પહેરવાનો જ છે તેને લઇ કોઈ દિશા નિર્દેશ બહાર પાડવામાં આવ્યો નથી. કોઈપણ વ્યક્તિના એકલા કાર કે સાઈકલ ચલાવતા સમયે માસ્ક પહેરવા પર સ્વાસ્થ્ય મંત્રાલયથી કોઈ દિશા નિર્દેશ નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો