ભાવનગરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત DYSPના પૂત્રએ પત્ની અને દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ

નિવૃત DYSPના પૂત્રએ પત્ની-દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વિજયરાજ નગરમાં આજે ઘટેલી ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે. વિજયરાજનગર માં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ ડીવાયએસપી ના પુત્ર એ કર્યો રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો છે.

રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહના પુત્રએ પરિવાર સાથે આપઘાત કરી લેતા ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે. પોલીસને ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં જશુ મામા નામની એક વ્યક્તિનો ઉલ્લેખ છે. પોલીસે ઘટનાના પગલે જશુ મામાની પુછપરછ શરૂ કરી છે.

બનવામાં નરેન્દ્રસિંહ જાડેજાના દીકરા પ્રદુમાનસિંહ, પત્ની બીનાબા, દીકરી નદીનીબા 18 વર્ષ, યશસ્વીબા 11 વર્ષની ઉંમરના પરિવાર સાથે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મલી રહ્યું છે. જોકે, ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

આ ઘટના બાદ ભાવનગરના જિલ્લા પોલીસ વડા અને એએસપી સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. વિજયરાજનંગરમાં ઘટનાની જાણ થતા જ અજંપા ભરી શાંતિ છે. એક જાણીતા પોલીસ કર્મીના ઘરમાં ઘટેલી કરૂણાંતિકાથી સમગ્ર ભાવેણામાં હાહાકાર મચી ગયો છે.

ભાવનગર પોલીસ તરફથી આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી પરંતુ પોલીસની ટીમ સમી સાંજે ઘટેલી ઘટનામાં હજુ ઘટના સ્થળ પર જ છે. પરિવારના સભ્યોમાં આંક્રદ છવાઈ ગયો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ નિવૃત ડીવાયએસપીના આ નિવાસસ્થાને તેઓ વર્ષોથી રહેતા હતા. જોકે, આજે ઘટેલી ઘટના વિશે આડોશ-પાડોશમાં રહેતા લોકોને પણ કઈ માહિતી નથી. પરંતુ બંદૂકની ગોળીએ જિંદગી હોમી નાખનારા રાજપૂત પરિવારની કરરૂણાંતિકાએ સમગ્ર ગોહિલવાડમાં ખળભળાટ મચાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો