Browsing category

સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન, પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાFરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી […]

દર્દનાક ઘટના આવી સામે: નબળી આંખોએ આપ્યો દગો, વૃદ્ધાએ ચા પત્તીની જગ્યાએ નાંખી કીટનાશક દવા, ઝેરી ચા પીતા દંપતીનું થયું મોત

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) અશોકનગરમાં વૃદ્ધ દંપતીનું (Old age couple) સવારે ચાના (tea) કારણે મોત થયું હતું. વૃદ્ધાની નબળી આંખોના કારણે ચા પત્તી ઓળખી ન શકી. ચા પત્તી ઓછી પડવાના કારણે વૃદ્ધા બીજા રૂમમાંથી ચા પત્તીની જગ્યાએ કીટનાશક ઉઠાવી લાવી હતી અને ઉકળતા પાણીમાં તેમણે જંતુનાશક દવા (pesticide) નાંખી દીધી હતી. આમ ચા પીવાના કારણે […]

કરુણ ઘટના! લગ્નના એક દિવસ પહેલા 30 લાખ રૂપિયા દહેજની માંગણી કરતાં પુત્રીના લગ્નની કંકોત્રી ઉપર સૂસાઈડ નોટ લખીને પિતાએ કરી આત્મહત્યા

હરિયાણા: સમાજમાં હજી પણ દેહજનું (Dowry) દૂષણ દેખાઈ રહ્યું છે. લગ્નના (marriage) એક દિવસ હેલા જ હરિયાણામાં (Haryana) રેવાડીમાં પુત્રીના પિતાએ 30 લાખ રૂપિયા દહેજની માંગણી બાદ લગ્નના કાર્ડ (Marriage card) ઉપર સૂસાઈડ નોટ (suicide note) લખીને પુત્રીના પિતાએ મોતને વ્હાલું (father suicide) કર્યું હતું. આ ઘટના રેવાડીના એક ટ્રાન્સપોર્ટ વ્યવસાયી કૈલાશ તંવરની પુત્રીના સંબંધ […]

સુરત જિલ્લાની ચકચારી ઘટના: લિવ-ઇનમાં રહેતી પ્રેગનેન્ટ યુવતીને તેના જ સાથીએ મોતને ઘાટ ઉતારી લાશને દાટી દીધી

બારડોલીના બાબેન ખાતે લકઝરિયા એપાર્ટમેન્ટમાં લિવ એન્ડ રિલેશનશિપમાં ગર્ભવતી યુવતીની સાથે જ રહેતા યુવકે હત્યા કરી હતી. એટલું જ નહીં, પણ રશ્મિ કટારિયા નામની યુવતીની હત્યા કરી લાશ 22 કિમી દૂર આવેલા યુવતીના પિતાના જ ખેતરમાં દફનાવી દીધી હતી. હાલ યુવતીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ […]

વડોદરામાં સયાજી હોસ્પિટલમાં કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતા બ્રધર્સનું કોરોનાથી મૃત્યુ, સિક્યુરિટી ગાર્ડ્સે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપી

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતા બ્રધર દયારામ વસાવાનું કોરોના વાઈરસથી મૃત્યુ થયું હતું. જેને પગલે સયાજી હોસ્પિટલના કોરોના વોરિયર્સમાં શોકની લાગણી પ્રસરી છે. સયાજી હોસ્પિટલના સિક્યુરિટી કર્મીઓએ દયારામ વસાવાના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. દયારામ વસાવા મેલ નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને તેમને સરકાર […]

છેલ્લા ચાર દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગુજરાતમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ. 90 થવાની શક્યતા

પેટ્રોલિયમ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. સોમવારે ડીઝલના ભાવમાં 17થી 19 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં મહત્તમ 7 પૈસાનો વધારો થયો છે. આ વધારા સાથે દેશનાં ઘણાં શહેરોમાં પેટ્રોલની કિંમત 90ની પાર પહોંચી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન લિટરદીઠ પેટ્રોલના ભાવમાં 50 પૈસા અને ડીઝલમાં […]

નવી ગાઇડલાઇન મુજબ ગુજરાતમાં લગ્ન સમારોહમાં વધુમાં વધુ 100 વ્યક્તિ જ સામેલ થઈ શકશે, અંતિમવિધિમાં 50 લોકોની જ મર્યાદા

ગુજરાત સરકારે લગ્નો અને અન્ય સમારોહમાં 200 વ્યક્તિઓની ઉપસ્થિતિને આપેલી મંજૂરીને લઇને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં ગુજરાત સરકારે હવે સમગ્ર રાજ્યમાં લગ્ન સમારંભોમાં 200 વ્યક્તિઓની મર્યાદા ઘટાડીને 100 વ્યક્તિઓની કરી નાંખી છે. જ્યારે અન્ય સમારંભો કે અંતિમવિધિમાં માત્ર 50 વ્યક્તિઓ જ ભાગ લઇ શકશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ હોવાને કારણે આ […]

ભાઇ-ભાભીના મૃતદેહને હોસ્પિટલ સુધી લાવવા-લઇ જવા માતાના ઘરેણા ગિરવે મૂકવા પડ્યા

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં દંપતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ સુધી લઇ જવા અને પછી પરત ઘરે લાવવા માટે યુવકે પોતાની વૃદ્ધ માતાના ઘરેણાં ગિરવે મુકવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. યુવક પાસે વાહનનું ભાડું ચુકવવાના રૂપિયા નહોતા. એવું પણ જાણવા મળ્યુ કે આર્થિંક સંકડામણને કારણે દંપતિ વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો અને નાણાભીડને કારણે […]

કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે રાજકોટમાં યોજાયું અનોખું ‘ડ્રાઈવ થ્રૂ બેસણું’, કારમાં જ બેસીને લોકોએ આપી શ્રદ્ધાંજલિ

દિવસે અને દિવસે રાજકોટ (Rajkot) સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના (coronavirus) સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા પણ કોરોના સંક્રમણના કારણે રાજકોટ સહિત રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ (Night curfew) લાગુ કરી દેવામાં આવ્યો છે. ખુદ આ જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણી (cm vijay rupani) દ્વારા સાંજ ના 6:30 કલાકે કરવામાં આવી છે. […]

‘હું કાયર નથી.. સોરી પપ્પા..’: સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ સામે નોંધાઈ ફરિયાદ

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રતાપગઢમાં એક આઈટીઆઈના વિદ્યાર્થીએ ( ITI students suicide) આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. લાલગંજ નિવાસી ધીરેન્દ્ર શર્મા ઉર્ફે ધીરુ પુત્ર રામશંકર શર્મા આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો. તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરીને પોતાની જીવનલીલાનો અંત લાવ્યો હતો. વિદ્યાર્થીએ મરતા પહેલા એક સૂસાઈડ નોટ લખી હતી. જેમાં ગામના જ યુવક અને સંબંધીઓને […]