ભાઇ-ભાભીના મૃતદેહને હોસ્પિટલ સુધી લાવવા-લઇ જવા માતાના ઘરેણા ગિરવે મૂકવા પડ્યા

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં દંપતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ સુધી લઇ જવા અને પછી પરત ઘરે લાવવા માટે યુવકે પોતાની વૃદ્ધ માતાના ઘરેણાં ગિરવે મુકવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. યુવક પાસે વાહનનું ભાડું ચુકવવાના રૂપિયા નહોતા. એવું પણ જાણવા મળ્યુ કે આર્થિંક સંકડામણને કારણે દંપતિ વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો અને નાણાભીડને કારણે તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

પરિવારજનોએ પત્રકારોને આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, મૃતદેહોને પોષ્ટમોર્ટમ હાઉસ સુધી લાવવા, લઇ જવા માટે તંત્રએ કોઇ મદદ ન કરી.વાત એમ હતી કે 17 નવેમ્બરે કોતવાલી તાલબહેટ ગ્રામ પંચાયત ખાંદીના મજરા કરીલામાં રહેતા 22 વર્ષના લવ કુશવાહ અને તેની 20 વર્ષની પત્ની સીમા કુશવાહના મૃતદેહ ઘરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. મૃતક લવના ભાઇ ભગીરથ અને રતીરામે કહ્યું કે, આર્થિક તંગીને કારણે પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો એટલે નાણાંભીડને કારણે બનેંએ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતા તલબહેટના એરિયા ઓફીસર અને સબ જિલ્લાધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. દંપતિના શબને લલિતપુરમાં આવેલા પોષ્ટમોર્ટમ હાઉસ પર પહોંચાડવા માટે પરિવારજનોએ 2800 રૂપિયામાં વાહન ભાડે કર્યું હતું અને શબને પરત લાવવા માટે ખાનગી એમ્બયુલન્સને 2500 રૂપિયા ભાડામાં નક્કી કરી હતી.

બનેં વાહનોના ભાડાં ચુકવવા માટે પરિવારજનો પાસે પૈસા નહોતા.પૈસાની ચુકવણી માટે ભગીરથે તેની વૃદ્ધ માતાના ઘરેણાં ગિરવે મુકીને 8000 રૂપિયા ભેગા કર્યા હતા અને ભાડું ચુક્વ્યું હતું.બનેં ભાઇએ કહ્યું કે અમારી આર્થિક સ્થિતિ કંગાળ હોવા છતા તંત્રએ અમને મદદ કરવાની કોઇ દરકાર કરી નહીં.

આપણે ગમે તેટલા મોટા વિકાસના બણંગા ફુંકીએ, મહાસત્તા બનવાની વાત કરીએ, પણ આજે પણ દેશમાં ઘણા એવા રાજયો છે જયાં એટલી હદે ગરીબી છે કે લોકો પાસે બે ટંક ખાવાના રૂપિયા પણ હોતા નથી.તેમાં કોરોનાની મહામારીને કારણે લાંબા લોકડાઉનમાં અનેક ગરીબ પરિવારોની આર્થિક કેડ ભાંગી ગઇ. આર્થિક મુશ્કેલીને કારણે આત્મહત્યાના બનાવો પણ હવે બહાર આવી રહ્યા છે.બેરોજગારીનો અજગર ભરડો વધશ તો વધારે પરિવારો મુશ્કેલીમાં મુકાશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો