મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતા બ્રધર દયારામ વસાવાનું કોરોના વાઈરસથી મૃત્યુ થયું હતું. જેને પગલે સયાજી હોસ્પિટલના કોરોના વોરિયર્સમાં શોકની લાગણી પ્રસરી છે. સયાજી હોસ્પિટલના સિક્યુરિટી કર્મીઓએ દયારામ વસાવાના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
દયારામ વસાવા મેલ નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને તેમને સરકાર તરફથી સૂચના મળતાં તેઓએ અમદાવાદ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી હતી અને ત્યાર બાદ વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા હતા, તે દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. તે સમયે અચાનક તેઓને શ્વાસ લેવા તકલીફ પડતા 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ, સયાજી હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ઘટનાને લઇને હોસ્પિટલમાં જ ફરજ બજાવતા તેમના પત્ની તેમજ પરિવાર પર આભ તૂટી પડયું હતું. આજે સયાજી હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન દ્વારા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે કોરોના વોરિયર દયારામ વસાવાને માનભેર વિદાય આપી હતી. આ સમયે સયાજી હોસ્પિટલના સિક્યુરિટી કર્મીઓએ દયારામ વસાવાના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
સયાજી હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પ અર્પણ કરી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ તેમજ નર્સિંગ એસોસિએશનના હોદ્દેદારો અને સયાજી હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પ અર્પણ કરીને અશ્રુભીની આંખે દયારામ વસાવાને વિદાય આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..