Browsing category

સમાચાર

પિતાએ પુત્રીને સલામ કરી: ઇન્સપેકટર પિતા એ DSP દીકરીને સેલ્યુટ કરતી તસવીરે લોકોના દિલ જીતી લીધા

આંધ્રપ્રદેશ પોલીસ (Andhra Pradesh Police) એ રવિવારના રોજ ટ્વિટર પર એક તસવીર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. એક પિતા પોતાની ઓફિસર દીકરીને સેલ્યુટ કરી રહ્યા છે. આ સુંદર દ્રશ્ય આંધ્રપ્રદેશના ફર્સ્ટ ડ્યૂટી મીટ કાર્યક્રમ (First Duty Meet)માં જોવા મળ્યું. સીઆઈ પિતાએ પોતાની DSP દીકરીને સેલ્યુટ કર્યું (Cop Salutes DSP […]

સુરતમાં બેંકવાળાની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત માતા-પુત્રએ આપઘાત કરતા ચકચાર મચી

કોરોના મહામારી (Corona epidemic)માં સરકાર દ્વારા લોકડાઉન (Lock Down) લગાવ્યા બાદ સામાન્ય માણસ મુશ્કેલીમાં મૂકાયો છે. લોકડાઉમાં લોકોની આર્થિક સ્થિતિ કથળતા બેંક પાસેથી લોન લઇ જીવનનિર્વાહ કરવા મજબૂર બન્યા હતા. જોકે સામાન્ય માણસ ઉપર હવે કોરોના મહામારી અને લોકડાઉનની અસર જોવા મળી રહી છે. હવે રાજ્યમાં આર્થિક સંકળામણ અને બેંકની ઉઘરાણીથી કંટાળી લોકો આપઘાત (Suicide) […]

સુરતમાં મર્સિડીઝ કારે સાઇકલસવારને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત થયું, કમાઉ દીકરાના મોતથી આખું પરિવાર નોધારું થયું, 3 સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

સુરત શહેરના ભટાર ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે 5 જણને અડફેટે લીધા હતા, જેમાંથી એકનું મોત થયું છે. મૃતક 32 વર્ષીય નિર્મલ યાદવનો મોતથી તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સંયુક્ત કુટુંબમાં રહેતો નિર્મલ પરિવારમાં એકલા હાથે ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કમાઉ દીકરાના મોતથી આખું પરિવાર નોધારૂં થઈ ગયું […]

‘મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે, નહીં તો પરિણામ સારું નહીં આવે,’ અમદાવાદમાં 5 વર્ષથી પજવણી કરતા રોમિયો સામે નોંધાઈ ફરિયાદ

મારી સાથે ફ્રેન્ડશીપ (Friendship) કરી લે નહીંતો પરિણામ સારુ નહીં આવે હું તને જાનથી મારી નાંખીશ આવી ધમકી આપનાર યુવક સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Police) ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે વર્ષ 2015થી યુવક સગીરાનો પિછો કરતો હતો. આ અંગે સગીરાના પિતાએ સમજાવતા થોડો સમય યુવક સુધર્યો પણ ફરીથી પિછો […]

માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો આવ્યો સામે, અમદાવાદમાં પૌત્ર આર્થિક રીતે સદ્ધર થતાં પરિવાર વડીલને વૃદ્ધાશ્રમમાંથી ઘરે લઈ ગયો

માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો જીવનસંધ્યા આશ્રમમાં બન્યો છે. 83 વર્ષના હરિવદન ત્રિવેદી 11 વર્ષથી જીવનસંધ્યા આશ્રમમાં રહેતા હતા. શનિવારે તેમનો પરિવાર તેમને ઘરે પરત લેવા આવી પહોંચ્યો ત્યારે આશ્રમમાં રહેતા અનેક વૃદ્ધો હરખાયા હતા. હરિવદનભાઇ ત્રિવેદીએ મિલમાંથી નિવૃત્ત થયા બાદ ભાડાના મકાનમાં રહેવું પડતું હતું. તેમનો દીકરો કર્મકાંડના વ્યવસાયમાં […]

સુરતમાં ચાર સંતાનોમાં સૌથી મોટી દીકરીએ ફાંસો ખાઈ આપઘાત કરી જિંદગી ટૂંકાવી: માતાપિતા સ્તબ્ધ

સુરત શહેરમાં (Surat) છેલ્લા ઘણા દિવસોથી આપઘાતનો (Suicide) સિલસિલો જોવા મળી રહ્યો છે. શહેરમાં ખાસ કરીને તરૂણી અને યુવતીના (Girl) આપઘાતની ટૂંક સમયમાં આ બીજી ઘટના સામે આવી છે. શહેરના સચિન (Sachin) વિસ્તારમાં આવેલા જલારામનગરમાં (Jalaram Nagar) રહેતી એક તરૂણીએ માતાપિતાની ગેરહાજરીમાં આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. સચિનના જલારામનગરમાં રહેતા […]

ઉત્તરાયણમાં ધાબા પર 50 લોકોને એકઠાં થવાની મંજૂરી નહીં; પણ ભીડ ભેગી કરનારા નેતાઓ સામે સરકાર ચૂપ આવો ભેદભાવ કેમ?

ઉત્તરાયણ આડે એકાદ સપ્તાહ બાકી છે ત્યારે રાજ્ય સરકારે ધાબા પર 50 વ્યક્તિથી વધુ લોકો ભેગા નહીં થવાની જાહેરાત કરી છે, પરંતુ નેતાઓ જ ભીડ ભેગી કરીને રાજકીય કાર્યક્રમો કરે તે બાબતે સરકાર ચૂપ છે. ઉત્તરાયણ અંગે બે દિવસમાં એસઓપી જાહેર કરવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમે રાજ્ય સરકારની કોર કમિટીમાં […]

સુરતમાં 50 રૂપિયાની ફાટેલી નોટ ન લેતાં કરિયાણાના દુકાનદારની બે યુવકોએ કરી હત્યા, પરિવારની આરોપીઓને ફાંસીની સજાની માગ

વરાછાના પાટી ચાલમાં 28 વર્ષીય કરિયાણાના વેપારી પર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર બે ભાઇઓની વરાછા પોલીસે ધરપકડ કરી છે. 50ની ફાટેલી નોટ હોવાથી સોડા આપવાનો ઇન્કાર કરતા દુકાનદારની રવિવારે હત્યા કરવામાં આવી હતી. વરાછા લંબેહનુમાન રોડ સ્થિત આવેલી પાટીચાલમાં છેલ્લા ઘણા વર્ષથી અમરદીપ (ઉવ,28) કરિયાણાની દુકાન ચલાવે છે. તેની દુકાન પર આ જ વિસ્તારમાં […]

ગુજરાતનો વધુ એક જવાન મા ભોમની રક્ષા કરતા શહીદ થયો, પરિવારજનોમાં કરૂણ આક્રંદ

મા ભોમની રક્ષા કરતા ગુજરાત (Gujarat)નો વધુ સપૂત શહીદ (Martyr) થયો છે. બનાસકાંઠા (Banaskatha)નો આર્મી જવાન (Army jawan) શહીદ થયો હોવાના અહેવાલ મળી છે, જેના કારણે પરિવારજનો (Family members)માં કરૂણ આક્રંદ (Tragic cry) છવાયો છે. બનાસકાંઠાના પાલનપુર (Palanpur)ના મોટા ગામ (Mota Village)માં હાલ શોકનો માહોલ સર્જાયો છે. આ ઈન્ડિયન આર્મી (Indian Army)નું નામ લાલસિંહ હડિયોલ […]

ગુજરાતમાં કોરોના ટાઢો પડ્યો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 698 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 247,926 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 700થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 698 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 698 Corona Positive Case In […]