Browsing category

સમાચાર

જૂનાગઢ દિક્ષાંત સમારોહમાં પોલીસ જવાનો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને નેવે મૂકીને ગરબે ઘૂમ્યા! પોલીસ જ કાયદો ભૂલી, વીડિયો વાયરલ

હાલ કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે માસ્ક (Mask) અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવવું ખૂબ જરૂરી છે. આ દરમિયાન જૂનાગઢ શહેરમાંથી એક એવો બનાવ સામે આવ્યો છે જેણે લોકો વચ્ચે ખોટો દાખલો બેસાડ્યો છે. અહીં LRD જવાનો ગરબાના તાલે ઝૂમતા નજરે પડ્યા છે. આ અંગેનો જે વીડિયો સામે આવ્યો છે તેને જોઈને ચોક્કસ લોકોનો […]

ખરાબ હવામાન વચ્ચે સેનાના જવાનો મદદે આવ્યા: કાશ્મીરમાં બરફ વર્ષાથી માર્ગો બંધ થતાં સેનાના જવાનો ગર્ભવતી મહિલાને ખાટ પર રાખી બે કિમી બરફમાં ચાલ્યા

કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને લીધે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બન્ને રાજ્યના અનેક જીલ્લામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે અને વીજળી પણ ઠપ્પ થઈ ગઈ છે. આ માહોલમાં જમ્મુ-કાશ્મીરના આતંકવાદથીગ્રસ્ત કુપવાડામાં એક સારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી મહિલાની ડિલીવરી થવાની હતી. બરફને લીધે તમામ માર્ગો બંધ […]

વડોદરામાં મોઢે માસ્ક નહીં, બાઇકમાં નંબર પ્લેટ નહીં અને ચાલુ વાહને ફોન પર વાત કરતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ

વડોદરામાં બુધવારે માસ્ક વિના બાઈક પર જઈ રહેલા પોલીસકર્મીનો વાઈરલ વીડિયો બાદ પોલીકકર્મીને સસ્પેન્ડ કરવાનો પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. આ વિડીયોમાં જોવા મળ્યું હતું કે, આ માસ્ક વગરના પોલીસ કર્મીનો અન્ય બાઇક પર જઇ રહેલા બે યુવકોએ પીછો કરીને તેને અટકાવ્યો હતો અને દંડ ભરવા રજૂઆતો કરી હતી. આ પોલીસ કર્મી નંબર પ્લેટ વગરની […]

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવાનની હત્યા: એટલાન્ટાની મોટેલમાં ગુજરાતી જનરલ મેનેજરની અશ્વેતે ગળું દબાવી હત્યા કરી

મૂળ ગણદેવીના રહીશ અને બીલીમોરા હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક રવીન્દ્રભાઈ મગનભાઇ વશી (ઉં.વ. 86)ના દીકરા મેહુલભાઈ વશી (ઉં.વ.52)ની અમેરિકામાં હત્યા થઈ છે. તેમની પત્ની બે દીકરી સાથે અમેરિકાના જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહે છે. જ્યારે મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કાર્ય કરતા અને ત્યાં જ રહેતા હતા. આજકાલ અમેરિકામાં અશ્વેતોના હાથે ભારતીયોની હત્યા થવાના […]

અમદાવાદમાં માસ્કના દંડ મુદ્દે યુવકે પિત્તો ગુમાવ્યો, રૂપિયા મફતમાં નથી આવતા એવું કહીને પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો

પોલીસ સાથે માસ્કનો મેમો (Fine for not wearing Mask) ભરવા બાબતે વધુ એકવાર ઘર્ષણ થયું હોવાનું કિસ્સો સામે આવ્યો છે. પોલીસે એક કાર રોકી હતી. કારમાં સવાર યુવકે માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે તેને દંડ ભરવા માટે કહ્યું હતું. જે બાદમાં યુવકે હૉસ્પિટલ (Hospital)થી આવ્યો હોવાનું કહીને પોલીસ સાથે બબાલ કરી હતી. જે બાદમાં પોલીસને […]

અમદાવાદમાં સોનીના વાહનમાંથી ચોરે ચાવી લઇ દુકાનના શટર ખોલ્યા, શાંતિથી 45 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થયો

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં એક પછી એક ગંભીર બનાવો બની રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં થયેલ ફાયરિંગ અને લૂંટની ઘટનાઓ બાદ સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવી છે અને લૂંટની ઘટનાઓ બનતા અટકે તે […]

દયા ડાકણને ખાય: પત્નીના દાગીના ગીરવી મૂકીને ​​​​​​​વૃદ્ધે પડોશીની આર્થિક મદદ કરી, પણ પૈસા પરત માગતાં મોતને ઘાટ ઉતારી દીધા

સામાન્ય રીતે જ્યારે કોઈ મદદ ન આવે ત્યારે સૌથી પહેલા પાડોશી જ મદદ માટે દોડી આવે છે. શાહપુરમાં પડોશમાં વર્ષોથી રહેતા પરિવારને મદદ કરવી એક વૃદ્ધને ભારે પડ્યું. લાખો રૂપિયા પરત મળવાની જગ્યાએ તેમને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવમાં મહિલાઓ સહિત પાંચ સામે શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. […]

2020થી ઝડપથી ફરવા લાગી છે પૃથ્વી, ચોંકાવનારા રિપોર્ટથી વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં, છેલ્લાં 50 વર્ષમાં આવું પહેલી વખત બન્યું

દેશમાં ચાલી રહેલી મહામારીને કારણે અડધા દેશના લોકો ઘરમાં બેઠા છે, લાગે છે જાણે સમય થોભી ગયો છે, પણ આંકડા પ્રમાણે સમય ઝડપથી ભાગી રહ્યો છે. આવું માત્ર કહેવા માટે નથી, પણ વાસ્તવમાં ધરતી પોતાના એક્સિસ પર સામાન્ય કરતાં વધુ ઝડપથી ફરી રહી છે, જેને કારણે દિવસની લંબાઈ 24 કલાકથી ઓછી થઈ ગઈ છે. પૃથ્વીની […]

દૂધનો વ્યવસાય કરનાર પિતાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી; પિતાને ગુમાવવાનું દુ:ખ સહન ન કરી શકતા 12 વર્ષના પુત્રએ 2 કલાક પછી તે જ ફંદા પર લટકીને જીવ આપ્યો

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં બુધવારે સવારે દૂધ વ્યવસાયીએ ફાંસી લગાવીને જીવ આપી દિધો છે. આ ઘટનાના બે કલાક પછી 12 વર્ષના પુત્રએ પણ તે જ ફંદા પર જ ફાંસી લગાવીને જીવ આપ્યો, જેના પર લટકીને પિતાએ જીવ આપ્યો હતો. એક સાથે પરિવારમાં બે મોતથી ભારે ગમગીની ફેલાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાને લઈને પારિવારિક […]

રતન ટાટાએ માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું: બીમાર પૂર્વ કર્મચારીને મળવા તેના ઘરે પહોંચ્યા, જોઇને સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા

82 વર્ષના જાણીતા ઉદ્યોગપતિ (Business Man) રતન ટાટા (Ratan Tata) પોતાની માનવતા માટે પણ જાણીતા છે. તેમણે એકવાર ફરી આવી જ માનવતા (Humanity)નું ઉદાહરણ રજૂ કર્યું છે. પોતાના કર્મચારીઓ માટે તેઓ અનેક કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવે છે. આ વખતે તેઓ ખુદ અચાનકથી પોતાના એક પૂર્વ કર્મચારીના ઘરે પહોંચી ગયા જે અનેક દિવસથી બીમાર હતા. રતન […]