Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

દહીંની કિંમત.. અચુકથી વાંચજો..!

જયારે એક ભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા પરંતુ તેમણે એમ કહીને બધાને ઇન્કાર કરી દીધો કે મારે એક જ દિકરો છે અને તે દિકરો મારી પત્નિની મને ભેટ છે. તેને હું સારી રીતે જતન કરીને મોટો કરીશ અને તેમાં જ […]

પટેલ ખેડૂતની કમાલઃ ગુજરાતના ‘કડવા કારેલા’ દિલ્હીમાં ફેલાવે છે મિઠાશ

આમ તો કારેલાનું નામ પડતા જ તેના સ્‍વાદના કારણે કદાચ ખાવાનું મન ના થાય પરંતુ કારેલા જેટલા કડવા છે તેના ગુણ અને લાભ એટલા જ મીઠાં છે. કારેલા એ અનેક રોગોની દવા છે. જેમાં તાવ, ડાયાબીટીસ, લીવર, મેલેરીયા, બાળકની ઉલટી, કરમિયા વગેરે જેવી બીમારી કે રોગોમાં કારેલા એ શ્રેષ્‍ઠ દવા છે. તો આવો આવા ઉપયોગી […]

એક સમયે હિરા ઘસતો આ પટેલ કરે છે લાખોની કમાણી, 20 દેશોમાં મોકલે છે પ્રોડક્ટ

ખેતી પ્રધાન ભારતના ખેડૂતો આજે નવી નવી ટેકનોલોજી અને આધુનિક અભિગમ સાથે ખેતીમાંથી સારી એવી કમાણી કરતા થયા છે. કેટલાય ખેડૂતોએ ખેતપેદાશોને પ્રોસેસિંગ સાથે માર્કેટમાં મુકીને બિઝનેસ શરૂ કર્યાં છે. આવા જ જુનાગઢ જિલ્લાના કેશોદના પટેલ ખેડૂત હરસુખભાઈ ડોબરીયાએ પરંપરાગત જુની ખેતીને આધુનિકતા સાથે સાંકળીને નવો રસ્તો કંડાર્યો છે. હરસુખભાઈએ ઓછી મહેનત અને નજીવા ખર્ચે […]

આ પટેલ 20 ડોલર લઇને ગયા હતા ન્યૂઝિલેન્ડ, આજે હેલ્થકેર કંપનીના માલિક

વિદેશમાં વસતા ગુજરાતીઓ ઘણો જ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. આવા જ એક ગુજરાતી છે ડો.કાન્તિભાઇ પટેલ. જેઓ માત્ર 20 ડોલર ખિસ્સામાં લઇને ન્યૂઝિલેન્ડ ગયા હતા અને આજે ઇસ્ટ તમાકી હેલ્થ સેન્ટર્સ અને નિર્વાણ ગ્રુપના માલિક છે. આફ્રિકામાં જન્મ્યા ડો.કાન્તિલાલ પટેલનો જન્મ આફ્રિકાના કેન્યાના નેરોબી નજીક ગિલગિલમાં થયો હતો. તેમના પિતાનું નામ નારણ પટેલ અને […]

ગુજરાતથી અમેરિકા: આવી રીતે ડોક્ટર પટેલ દંપતિએ ઉભું કર્યું કરોડો રૂપિયાનું એમ્પાયર

એનઆરજી ડેસ્ક: અમેરિકામાં વસતા ગુજરાતી ડોક્ટર કપલ કિરણ પટેલ અને પલ્લવી પટેલે હેલ્થકેર પરિવર્તન લાવવા ખાનગી યુનિવર્સિટી કેમ્પસની સ્થાપના કરવા 20 કરોડ ડોલર(1312 કરોડ રૂપિયા)ના દાનની પ્રતિજ્ઞા લીધી છે. મૂળ વડોદરાના મોટા ફોફડીયા ગામના વતની ડો. કિરણ પટેલ અને તેમના પત્ની ડો. પલ્લવી પટેલ ફ્લોરીડામાં ‘પાવર કપલ’ તરીકે જાણીતા છે. જો કે આજે અમેરિકામાં કરોડોની […]

સ્માર્ટ સિટીને ટક્કર મારતું ગુજરાતનું આ ગામ..

વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ ભલે કડકડાટ અંગ્રેજી બોલતા હોય, પણ તેઓના દિલમાં હંમેશા પોતાના વતન માટે અનેરો પ્રેમ હોય છે. સુરતના પલસાણા તાલુકાનું એના ગામના લોકો પણ આવા જ છે. આશરે 4700ની વસ્તી ધરાવતા એના ગામમાં 2000થી વધારે લોકો વિદેશમાં વસવાટ કરે છે. જો કે વિદેશ જઈને સુખી થયેલા આ એનઆરઆઈ ગામને આદર્શ બનાવવા દરેક […]

5000 કમાઈ આવેલા દીકરાને આમ ભેટી રડી પડ્યા અબજોપતિ સુરતી પિતા

ધોળકિયા પરિવારને આજે તમામ લોકો જાણતા હશે, દિવાળીના તહેવાર પર કર્મચારીઓને ઘર, કાર અને મોંઘી જ્વેલરીની ભેટ આપનાર સવજી ધોળકિયાના પરિવારમાં દીકરાઓને અભ્યાસ બાદ થોડા સમય માટે સામાન્ય લોકોની જેમ થોડા પૈસા સાથે નોકરી કરી જીવનના મુલ્યો સમજાવવાની પ્રથા ચાલી આવે છે. તાજેતરમાં જ હરિકૃષ્ણ એક્સપોર્ટના ડિરેક્ટર અને સવજીભાઈનાં નાના ભાઈ ઘનશ્યામભાઈનાં દીકરા હિતાર્થે આ […]

5500 કરોડ ટર્નઓવરની કંપનીના માલિક પહોંચ્યા કફોડી હાલતમાં રહેલા ગામની વહારે

આધુનિક સુવિધાઓ તો દૂર પણ ખોરાક-પાણી અને આરોગ્ય જેવી સાવ પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત એવા ગુજરાતની સરહદને અડીને આવેલા નંદુરબારના તીનસમાળ ગામમાં સુરત શહેરના આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા હીરાવેપારી સવજીભાઇ ધોળકીયા પોતાના પાંચેક મિત્રો સાથે આ ગામની મદદે ધસી ગયા હતા. આઝાદ ભારતમાં 70 વર્ષે પ્રશાસન નજરથી કોઈ ગામ દૂર કઈ રીતે હોય શકે એ સવાલનો […]

ડોક્ટર બનેલા પટેલ, આ રીતે બન્યા IAS ઓફિસર

અમદાવાદ: પિતા તાલુકા વિકાસ અધિકારી (TDO) તો પુત્ર જિલ્લા વિકાસ અધિકારી (DDO), આ સાંભળતા જ અનુભવીઓના મુખે એ કહેવત યાદ આવી જશે કે ‘બાપ કરતા બેટો સવાયો’. ડો. ધવલ પટેલ અત્યારે આણંદ જિલ્લા કલેક્ટર તરીખે ફરજ બજાવે છે. જોકે આ અગાઉ રાજકોટ ડીડીઓ તરીકે ફરજ બજાવી હતી તે દરમિયાન તેમના પિતા કિરીટભાઈ પટેલ તાલુકા વિકાસ […]

એક એવું ગામ જ્યાં દીકરી જન્મે તો 1 હજારનું ઈનામ, વૃક્ષો ઉછેરો તો વેરામાં રાહત

કોડીનાર તાલુકામાં આવેલા વિઠ્ઠલપુર ગામ ભલે નાનું હોય પરંતુ તે ગામનું કામ મોટું છે. થોડા સમય પહેલા સ્માર્ટ વિલેજ જાહેર થયું ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની નજર તે ગામ ઉપર હતી. ત્યારે ગ્રામપંચાયત દ્વારા વિવિધ ત્રણ યોજનાઓની જાહેરાત પણ કરી છે. જેમાં જો ગામમાં દિકરીનો જન્મ થાય ત્યારે પરિવારને ૧ હજાર રૂપિયાનું ઈનામ તેમજ ગ્રામજનો દ્વારા ઘર […]