સ્માર્ટ સિટીને ટક્કર મારતું ગુજરાતનું આ ગામ..

વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ ભલે કડકડાટ અંગ્રેજી બોલતા હોય, પણ તેઓના દિલમાં હંમેશા પોતાના વતન માટે અનેરો પ્રેમ હોય છે. સુરતના પલસાણા તાલુકાનું એના ગામના લોકો પણ આવા જ છે. આશરે 4700ની વસ્તી ધરાવતા એના ગામમાં 2000થી વધારે લોકો વિદેશમાં વસવાટ કરે છે. જો કે વિદેશ જઈને સુખી થયેલા આ એનઆરઆઈ ગામને આદર્શ બનાવવા દરેક પ્રકારે મદદ કરે છે. જેના કારણે આજે નાના એવા એના ગામમાં તમામ પ્રકારની સારી સુવિધાઓનો વિકાસ થયો છે.

640 હેક્ટર વિસ્તારમાં વસેલા એના ગામના એનઆરઆઈ ગામના વિકાસ માટે પરદેશમાં પણ ભંડોળ ભેગા કરે છે. મુખ્યત્વે પટેલ, હળપતિ, આહીર, માયાવંશી સમાજની વસ્તી ધરાવતા આ ગામની નવરાત્રિમાં પણ ખાસ આકર્ષણ હોય છે. આજુ-બાજુના લોકો અહીં એનઆરઆઈ દ્વારા આયોજન થતી નવરાત્રિને માણવા ખાસ પહોંચી જાય છે. એટલું જ નહીં એના ગામના વિશાળ પાકા રસ્તા અને બંગલોઝ જોઈને કોઈ પણને શહેરની ભુલાવી દે. અમેરિકા, કેનેડા, યુકે જેવા દેશોમાં સ્થાયી થયેલા અહીંના એનઆરઆઈ હંમેશા ગામના વિકાસ માટે મદદ કરે છે.

આ ગામની બીજી એક ખાસ વાત એ છે કે, વર્ષોથી વિદેશમાં સ્થાયી ગામના એનઆરઆઈએ ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કારને જાળવી રાખ્યા છે. ગામના દરેક ઘરમાંથી વ્યક્તિ વિદેશ હોવાથી અહીંની શાળામાં પણ અંગ્રેજી શિક્ષણ પર ભાર મુકવામાં આવે છે. જો કે વિદેશમાં કડકડાટ અંગ્રેજી બોલતા બાળકો ગામમાં આવીને તદ્દન દેશી અંદાજમાં જોવા મળે છે.

ગામમાં અલગ અલગ એરિયામાં બનાવવામાં આવ્યા છે ગેટ
ગામ લોકો એક સાથે મળીને કરે છે ગામના વિકાસના આયોજન
દરરોજ બેથી ત્રણ વાર કરવામાં આવે છે રસ્તાની સફાઈ
દરેક તહેવારની ઉજવણી કરે છે ગામના લોકો
ગામના એનઆરઆઈ લોકો ગામમાં બંધાવ્યા છે મંદિરો
એના ગામની નવરાત્રિ માણવા આવે છે આજુબાજુના ગામના લોકો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી