5500 કરોડ ટર્નઓવરની કંપનીના માલિક પહોંચ્યા કફોડી હાલતમાં રહેલા ગામની વહારે

આધુનિક સુવિધાઓ તો દૂર પણ ખોરાક-પાણી અને આરોગ્ય જેવી સાવ પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત એવા ગુજરાતની સરહદને અડીને આવેલા નંદુરબારના તીનસમાળ ગામમાં સુરત શહેરના આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા હીરાવેપારી સવજીભાઇ ધોળકીયા પોતાના પાંચેક મિત્રો સાથે આ ગામની મદદે ધસી ગયા હતા. આઝાદ ભારતમાં 70 વર્ષે પ્રશાસન નજરથી કોઈ ગામ દૂર કઈ રીતે હોય શકે એ સવાલનો જવાબ જાણવા તેમણે સુરતથી 230 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના આ ગામની પૂરતો સમય ફાળવી મુલાકાત લીધી હતી. સવજીભાઈએ આખા ગામને એક રીતે એડોપ્ટ કરી પ્રાથમિક તેમજ આધુનિક તમામ સુવિધાઓ પૂરી પાડવા ખાતરી આપી હતી.

કરોડની આલીશાન ગાડી ફરતા, બંગલામાં રહેતા સુરતીઓ ત્રણ પર્વત ચઢીને ગામમાં આવ્યા

ગુજરાત-મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ત્રણ રાજ્યના સીમાવર્તી વિસ્તારમાં તીનસમાળ ગામ આવેલ છે. કરોડની આલીશાન ગાડી ફરતા, બંગલામાં રહેતા સુરતીઓ આદિવાસીની સમસ્યા જાણવા માટે ત્રણ-ચાર કિલોમીટર ચાલીને ત્રણ પર્વત ચઢીને ગામમાં આવ્યા હતાં. તીનસમાળ ગામમાં પ્રવેશ કરતા ચાદર, મહિલાઓ માટે સાડી, નાના છોકરા માથે મીઠાઈ, બિસ્કીટ આપી હતી.

મદદ જાહેર કરતાં આદિવાસીઓ ગદગદ થઈ ગયા

ગામડામાં આદિવાસી લોકો એકત્રી થયાં લોકોએ સાથે વાતચીત કરીને વીજ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પાણી, કૃષીવિષયક સમસ્યા ગંભીર આવેના જણાવતા સવજીભાઇ ધોળકીયા તાત્કાલિક ગામના ચાર વિસ્તારમાં સોલર સ્ટ્રીટ લાઈટ 10 મોટા ખાંબલા, નર્મદા નદી અથવા ઝરણા માંથી પાઈપ લાઈન અને સોલર મોટર કિટ નાખીને ગામડામાં પાણીપુરવઠા કરવાનો નક્કી કર્યો છે. સાથે જિલ્લા પંચાયતની સરકારી સ્કૂલ ડિજિટલ કરવા માટે નીધિ જાહેર કરી છે. સુરતીઓએ મદદ જાહેર કરતાં આદિવાસીઓ ગદગદ થઈ ગયા હતા. ગામડાનો 50 વર્ષનો વનવાસ ધીરે ધીરે સમાપ્ત કરના પ્રયાસ કરવામાં આવેશ આ રીતે અપેક્ષા વ્યક્ત કરી છે.

ભવિષ્યમાં જરૂરી તમામ મદદ કરાશે

આ ગામમાં એક જ દિવસમાં મને આત્મિક આનંદ મળ્યો છે. આદિવાસીઓનું પુનર્વસન જ જરૂરી છે. હું ઇમરજન્સી મદદ કરી રહ્યો છું. આ માટે લોકોનો સહયોગ જરૂરી છે. ભવિષ્યમાં જરૂરી તમામ મદદ કરાશે. ગામને હિલ સ્ટેશન તરીકે વિકસાવીને સ્થાનિક રોજગાર ઉપલબ્ધ કરી શકાય એમ છે. મીડિયા આ રીતે રિપોર્ટિંગ કરે તો દેશની તસવીર જલદી બદલાઈ જશે.
– સવજી ધોળકિયા, ચેરમેન, હરિકૃષ્ણ એકસપોર્ટ, સુરત.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી