આ પટેલ 20 ડોલર લઇને ગયા હતા ન્યૂઝિલેન્ડ, આજે હેલ્થકેર કંપનીના માલિક

વિદેશમાં વસતા ગુજરાતીઓ ઘણો જ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. આવા જ એક ગુજરાતી છે ડો.કાન્તિભાઇ પટેલ. જેઓ માત્ર 20 ડોલર ખિસ્સામાં લઇને ન્યૂઝિલેન્ડ ગયા હતા અને આજે ઇસ્ટ તમાકી હેલ્થ સેન્ટર્સ અને નિર્વાણ ગ્રુપના માલિક છે.

આફ્રિકામાં જન્મ્યા

ડો.કાન્તિલાલ પટેલનો જન્મ આફ્રિકાના કેન્યાના નેરોબી નજીક ગિલગિલમાં થયો હતો. તેમના પિતાનું નામ નારણ પટેલ અને માતા ગજરા પટેલ છે. 1949માં આફ્રિકામાં જન્મેલા કાન્તિભાઇને પરિવારમાં એક ભાઇ અને બે બહેન છે. તેમનું કુટુંબ આફ્રિકામાં જનરલ સ્ટોર ચલાવતું હતું. 1962માં કાન્તિલાલના પિતા ગુજરાત શિફ્ટ થયા. સ્કૂલનું શિક્ષણ લીધા બાદ કાન્તિલાલે બરોડા મેડિકલ કોલજમાં એડમિશન લીધું.

લગ્નબાદ ન્યૂઝિલેન્ડ સ્થિર થયા

વડોદર મેડિકલ કોલેજમાંથી ડોક્ટર થયા બાદ તેમના લગ્ન રંજનબેન સાથે થયા. રંજનબેન ન્યૂઝિલેન્ડમાં જન્મ્યા હતા. તેમના પિતાને શાકભાજીની દુકાન હતી. રંજનબેન ઓકલેન્ડ ગર્લ્સ ગ્રામરમાં ભણ્યા. 24 વર્ષની ઉંમરે કાન્તિલાલના રંજનબેન સાથે લગ્ન થયા અને 1974માં ઓકલેન્ડમાં સ્થાયી થયા. ન્યૂઝિલેન્ડમાં ભારતની મેડિકલની ડિગ્રી માન્ય નહોતી. જેથી 9 મહિના સુધી તેમને બેકાર રહેવું પડ્યું. પછી પ્રોફેસરોએ પ્તોત્સાહન આપ્યું અને 1975માં રજિસ્ટર ડોક્ટર થયા. કાન્તિલાલે એન્ડોક્રિનોલોજી અને ઓર્થોપેડિક્સમાં ઓકલેન્ડ હોસ્પિટલમાં કામ કર્યું. 1977માં ઓટારામાં જીપી ક્લિનિક ખરીદ્યું. જ્યાં સ્ટાફમાં ફક્ત પતિ-પત્ની કાન્તિલાલ અને રંજન જ હતા. 1980ના દાયકામાં ક્લિનિકલ સર્વિસિઝ અને પોપ્યુલેશન હેલ્થકેરમાં સેકટરમાં કામ કર્યું. તેઓએ 1984માં તેમણે પ્રથમ કોમ્યુટર ક્લિનિક ખરીદ્યું. જે 40 હજાર ડોલરમાં હતું. લોકોની સ્વાસ્થ્ય સુધારવાની દિશામાં કામ કર્યું.

ઇસ્ટ તમાકી હેલ્થકેર

1991માં કાન્તિલાલ પટેલે ડોસન રોડ પર મેડિકલ સેન્ટરની સ્થાપના કરી. જેમાં લેબોરેટરી, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, કેમિસ્ટ અને ડોક્ટસ રૂમ્સ હતા. 1996માં બેઇર્ડ રોડ સેન્ટર ઇસ્ટ તમાકી હેલ્થકેરનો ભાગ બન્યું. જેને કેટલાક મુખ્ય ડોક્ટર્સ દ્ધારા સ્થાપવામાં આવ્યું હતું.

નિર્વાણ હેલ્થ ગ્રુપ

નિર્વાણ હેલ્થ ગ્રુપ માટે અમ્બ્રેલાનું કામ કરે છે. 35 ક્લિનિક્સ માટે નિવાર્ણ હેલ્થ પેરોલ, આઇટી, રોસ્ટર્સ, એજ્યુકેશન, કોન્ટ્રાક્ટિંગ તેમજ અન્ય કામ કરે છે. કાન્તિલાલનું કહેવું છે કે પોતાની શક્તિ અને નબળાઇઓને ધ્યાનમાં લઇને જ તમારો ગોલ નક્કી કરો. તેમજ સંજોગો પ્રમાણે જીવતા શીખો. તમે કામ કરો પરિણામ તેની મેળે જ આવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી