ગુજરાતથી અમેરિકા: આવી રીતે ડોક્ટર પટેલ દંપતિએ ઉભું કર્યું કરોડો રૂપિયાનું એમ્પાયર

એનઆરજી ડેસ્ક: અમેરિકામાં વસતા ગુજરાતી ડોક્ટર કપલ કિરણ પટેલ અને પલ્લવી પટેલે હેલ્થકેર પરિવર્તન લાવવા ખાનગી યુનિવર્સિટી કેમ્પસની સ્થાપના કરવા 20 કરોડ ડોલર(1312 કરોડ રૂપિયા)ના દાનની પ્રતિજ્ઞા લીધી છે. મૂળ વડોદરાના મોટા ફોફડીયા ગામના વતની ડો. કિરણ પટેલ અને તેમના પત્ની ડો. પલ્લવી પટેલ ફ્લોરીડામાં ‘પાવર કપલ’ તરીકે જાણીતા છે. જો કે આજે અમેરિકામાં કરોડોની સંપતિ અને અનેક લક્ઝુરિયસ હોટેલ્સ ધરાવતા કિરણ પટેલે અહીં સુધી પહોંચવા અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે.

હાલ ટેમ્પા ખાતે ફ્રીડમ હેલ્થ નામની કંપની ચલાવતા કિરણ પટેલ અમેરિકામાં અનેક મોટી લક્ઝુરિયસ હોટેલ્સના પણ માલિક છે. એટલું જ નહીં ફ્લોરિડામાં 17 એકર જેટલા વિસ્તારમાં પોતાનું આલિશાન ઘર પણ બનાવી રહ્યાં છે. કિરણ પટેલે કાર્ડીયોલોજિસ્ટ અને પલ્લવી પટેલે પીડિયાટ્રિશિયન તરીકે વર્ષો સુધી સેવા આપી આજે તેઓ સમાજસેવા, શિક્ષણ અને કલાના ક્ષેત્રે આગવું યોગદાન આપી રહ્યાં છે.

ગુજરાતી માતા-પિતાને ત્યાં ઝામ્બિયામાં જન્મેલા કિરણ પટેલ અને તેમનાં પીડિયાટ્રિશિયન પત્ની પલ્લવી પટેલે મિયામી નજીક આવેલી નોવા સાઉથઇસ્ટર્ન યુનિવર્સિટીને આપેલા દાનથી યુનિવર્સિટી ટેમ્પામાં નવું કેમ્પસ શરૂ કરી શકાશે. કિરણ એક પૂર્વ કાર્ડીયોલોજિસ્ટ છે. જેઓ હાલ ટેમ્પા ખાતે ફ્રીડમ હેલ્થ નામની એક કંપની ચલાવે છે. પટેલ ફેમિલી ફાઉન્ડેશન દ્વારા અપાયેલા દાનમાં 5 કરોડ ડોલર ભેટના રૂપમાં રહેશે, જ્યારે બાકીના 15 કરોડ ડોલર રૂપિયા યુનિવર્સિટીના નવા કેમ્પસમાં આકાર લેનારા 32,5000 ચોરસ ફૂટના મેડિકલ એજ્યુકેશન કોમ્પ્લેક્સમાં રિયલ એસ્ટેટ અને સુવિધા નિર્માણ માટે અપાશે.

ભારતના તબીબોને પણ લાભ મળશે

કિરણ પટેલના અનુસાર યુનિવર્સિટી શરૂઆતમાં વાર્ષિક 250 તબીબો બહાર પાડશે. અને થોડાં વર્ષો બાદ તે વાર્ષિક લગભગ 400 તબીબો બહાર પાડશે. ભારતથી પણ મેડિકલ ડોક્ટરોને અમેરિકામાં એક વર્ષની રેસિડેન્સી માટે લવાશે. તાલીમ પ્રદાતાઓને તાલીમ આપવા સમાન રહેશે. ભાગીદારી હજારો દર્દીઓ, તબીબો અને વિદ્યાર્થીઓને ફાયદો કરાવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી