રાજકોટીયને બનાવી ખેડૂતો માટે ઉપયોગી એપ, અભણ ખેડૂતોને આ રીતે થશે મદદ

રાજકોટઃ આજનો યુગ મોબાઇલ અને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે. ભારત જેવા દેશોમાં આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન આવી ગયા છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે, ત્યારે ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં કેવી રીતે કરવો તેનું ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું. દિનેશ ટીલવા નામના એક યુવા એગ્રીકલ્ચર ઉદ્યોગ સાહસિકે ખેડૂતો માટે ખાસ એપ્લિકેશન લોન્ચ કરી છે, એટલું જ નહીં તેણે વોટ્સએપ પર ગ્રૂપ બનાવી 15 હજારથી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે.

ખેડૂતો માટે ખાસ એપ્લિકેશન લોન્ચ કરી

શું છે આ એપ્લિકેશન અને કેવી રીતે કરે કામ ?

પીપળાના પાને “ગુજરાતી એપ્લિકેશન કૃષિ, બાગાયત, વેટરનરીના ખેડૂતોના સમુદાયની જરૂરિયાત પૂરી કરવા માટે દિનેશ ટીલવાએ એપ્લિકેશન બનાવી છે, દિનેશે Tilva Artsoft દ્વારા એપ્લિકેશનની ડિઝાઇન વિકસાવી છે. આ એપ ગામડામાં રહેતાં ઓછું ભણેલ અથવા કહો કે અંગુઠાછાપ લોકો પણ સરળતાથી વાપરી શકે અને પોતાના દરેક પ્રશ્નનોના જવાબ મેળવી શકે તે માટે બનાવેલી છે.

વોટ્સએપ પર ગ્રૂપ બનાવી 15 હજારથી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે

કૃષિ પેદાશોથી લઇને ગાયોની લે-વેચ માટેની જાહેરાતો મૂકવામાં આવે છે.

આ એપ્લિકેશન દ્વારા કોઈ પણ ખેડૂત, વેપારી તેમજ ખેતીના નિષ્ણાતો પોતાના વિચાર અને પ્રશ્ન અહીં શેર કરી શકે છે. ખેતી, ખેડૂત અને ગામડાના લોકો લે-વેચ, સુચન અને માહિતી અહીંથી મફત મેળવી શકે તે માટે જ આ એપ બનાવેલ છે. અહીંથી મળતી માહિતી લોકો પોતાના અનુભવ અથવા સમજ પ્રમાણે શેર કરે છે માટે કોઈપણ બિયારણ, ખાતર અને અખતરા સમજી વિચારીને પણ કરવાના રહેશે. લે-વેચ બાબતે પોતાની સમજ અને અનુભવ ખાસ ધ્યાને લેવા, આ એપ્લિકેશનને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે સંપર્ક દિનેશ ટીલવાનો મોબાઇલ નંબર +919427270271 છે. આ સિવાય દિનેશે ફેસબૂક પર પીપળાના પાને નામથી બેથી ત્રણ પેઇજ પણ બનાવ્યા છે, જેમાં કૃષિ પેદાશોથી લઇને ગાયોની લે-વેચ માટેની જાહેરાતો મૂકવામાં આવી છે.

દિનેશે Tilva Artsoft દ્વારા એપ્લિકેશનની ડિઝાઇન વિકસાવી છે

આ એપ ગામડામાં રહેતાં ઓછું ભણેલ અથવા કહો કે અંગુઠાછાપ લોકો પણ સરળતાથી વાપરી શકશે

કૃષિ પેદાશોથી લઇને ગાયોની લે-વેચ માટેની જાહેરાતો મૂકવામાં આવે છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર