ઇઝરાયલની આ ટેકનિકથી મેળવો 100 ગણો પાક, કરોડો રુપિયાની થશે આવક, હાલમાં મહારાષ્ટ્રમાં ચાલી રહ્યો છે સફળ પ્રોજેક્ટ, જાણો વિગતે

વૈશ્વિક સ્તરે વધતી જતી વસ્તીને લીધે જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેની સીધી અસર ભારત જેવા ખેતીપ્રધાન દેશ પર પડી રહી છે. વર્તમાન પરિસ્થિતિને જોઇને ઇઝરાયલે ખેતી માટે ખાસ ટેકનિકને વિકસાવી છે. જેનું નામ છે વર્ટિકલ ફાર્મિંગ. જેનો અર્થ થાય છે અનેક લેયરમાં ખેતી કરી, પરંતુ જમીન પર નહીં. જમીનની ઉપર.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મહત્વની વાત એ છે કે, મહારાષ્ટ્રમાં આવો એક પ્રોજેક્ટ (વર્ટિકલ ફાર્મિંગ) ચાલી રહ્યો છે જેમાં હળદરની ખેતી કરવામાં આવી રહી છે. હળદરનો ઉપયોગ ઘરમાં જ નહીં, પરંતુ કોસ્મેટિક્સ અને ફાર્મા કંપનીઓ પણ બહુ મોટા પ્રમાણમાં કરે છે. જાણીને હેરાન થઇ જશો કે વર્ટિકલ ફાર્મિંગ ટેકનિકથી એક એકરમાં 100 એકર જેટલો પાક મેળવી શકાય છે અને આ ટેકનિકથી હળદરની ખેતી કરવાથી આશરે 2.5 કરોડ રુપિયાના કમાણી કરી શકાય છે.

શું છે વર્ટિકલ ફાર્મિંગ?
વર્ટિકલ ફાર્મિંગમાં જીઆઇ પાઇપ, 2-3 ફૂટ ઉંડા, 2 ફૂટ પહોળા અને લાંબા કન્ટેનર્સને વર્ટિકલ પદ્ધતિમા સેટ કરવામાં આવે છે. જેની ઉપરનો ભાગ ખુલ્લો રાખી એમાં હળદરની ખેતી કરવામાં આવે છે. સામાન્ય રીતે વર્ટિકલ ફાર્મિંગમાં ખેડૂતો હાઇડ્રોપોનિક કે એક્વાપોનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમાં માટીનો ઉપયોગ નથી થતો. પરંતુ આ પદ્ધતિમાં માટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે એક મોટો શેડ બનાવાનો રહે છે જેમાં ખેતી કરી શકાય. તાપમાનને 12થી26 ડિગ્રીની વચ્ચે જાળવી રાખવામાં આવે છે, આ માટે ફોગર્સ લગાવામાં આવે છે. જે તાપમાન વધતાં જ પાણીના ફુઆરા ચાલુ કરી દે છે. વર્ટિકલ ફાર્મિંગનું સ્ટ્રક્ચર જીઆઇથી બનેલું હોય છે જેની આવરદા 24 વર્ષ સુધીની હોય છે. એટલે કે એકવાર મોટો ખર્ચ કર્યા પછી 24 વર્ષ સુધી ફાયદો ઉઠાવી શકાય છે.

કેવી રીત થાય છે વર્ટિકલ ફાર્મિંગ?
જો હળદરનું ઉદાહરણ લઇએ તો હળદરના બીજને 10-10 સેમીના અંરે ઝિગ-ઝેગ પોઝિશનમાં લગાવામાં આવે છે. એટલે માટી ભરેલા કન્ટેનર્સમાં બે લાઇનમાં હળદરના બીજ વાવવામાં આવે છે. જેમ-જેમ છોડ વધશે એના પાંદડા કિનારીથી બહાર નીકળતા જશે. હળદરને વધારે તડકાની જરુર નથી પડતી અને છાંયડામાં હળદરનો પાક સારો થાય છે. એવામાં હળદરનો સારો પાક લેવા માટે વર્ટિકલ ફાર્મિંગની પદ્ધતિ સુયોગ્ય વિકલ્પ છે. હળદરનો પાક 9 મહિનામાં તૈયાર થાય છે, કારણ કે એની પર વાતાવરણની ખાસ અસર પડતી આથી હાર્વેસ્ટિંગ પછ તરત જ બીજો પાક લેવાની તૈયારી કરી શકો છો. એટલે કે 3 વર્ષમાં ચાર વખત પાક લઇ શકાય છે, જ્યારે સામાન્ય ખેતી પદ્ધતિમાં એક વર્ષમાં એક જ વાર પાક લઇ શકાય કારણ કે વાતાવરણનું પણ ધ્યાન રાખવું પડે છે.

વર્ટિકલ ફાર્મિંગ પદ્ધતિમાં ઉપયોગ લેવાતી માટીનું ખાસ મહત્વ રહે છે. પ્રથમ ઉપયોગમાં લેવાતી જમીનની માટીનું લેબ ટેસ્ટિંગ કરી તેની ખામીઓ શોધવામાં આવે છે. જે પછી એમાં કોકોપીટ અને વર્મી કંપોસ્ટ ભેળવવામાં આવે છે. આ સિવાય માટીમાં ઓછા હોય એવા તત્વો પણ ઉમેરવામાં આવે છે. જે પછી એ માટીનો વર્ટિકલ ફાર્મિંગમાં ઉપયોગ થાય છે.

જો આવકની વાત કરીએ તો, માની લો કે એક એકરમાં વર્ટિકલ ફાર્મિંગ કરવામાં આવી રહી છે અને કન્ટેનર્સને 11 સપાટીઓમાં લગાવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં એક એકરમાં આશરે 6.33 લાખ બીજ લાગશે. નુકસાનની વાત કરીએ તો 6 લાખ છોડતો પાંગરશે જ. એક છોડમાં આશરે 1.67 કિલો સુધીનો પાક મેળવી શકાય એટલે કે એક એકરમાં 10 લાખ કિલો પાક મેળવી શકાશે. આ હળદરને વેચતાં પહેલા પ્રોસેસ કરવી પડે છે, તેને ઉકાળી, સુકવીને પોલિશ કરવી પડે છે. આ પ્રક્રિયા પછી તમને આશરે 250 ટન હળદર જ મળશે. ભાવ મુજબ જેની કિંમત કરોડો રુપિયામાં થાય છે. એમાં બીજ અને અન્ય ખર્ચના 50 લાખ કાઢી નાંખીએ તો નફો આશરે 2 કરોડ રુપિયા સુધી પહોંચી શકે છે.

વર્ટિકલ ફાર્મિંગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે ખર્ચ આવશે પરંતુ બે વર્ષમાં વસૂલ કરી લેશો અને પછી તો નફો જ નફો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો