ગોંડલ તાલુકાના ગોમટા ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ! ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી પોતાના ખેતરમાં ઉગાડી

સામાન્ય રીતે સ્ટ્રોબેરી (Strawberries) ઠંડા પ્રદેશમા (Cold region) થતી હોય છે. તો ખાસ કરીને ભારતમા (India) મહાબળેશ્વરની (Mahabaleshwar) સ્ટ્રોબેરી ખૂબજ પ્રખ્યાત છે. ત્યારે રાજકોટ જિલ્લાના (Rajkot district) એક પ્રગતિશીલ ખે઼ડૂતે (Dynamic farmer) ગોમટા ગામે (Gomata village) મહાબળેશ્વર જેવો માહોલ બનાવ્યો છે.

લાલ ચટ્ટાક સ્ટ્રોબેરી જોઈને આપના મોઢામાં પાણી આવી ગયું હશે. એટલું જ નહિ સ્ટ્રોબેરીના ખટમીઠ્ઠા સ્વાદનો ચટકો દાઢે પણ વળગ્યો હશે. તો હવે રાજકોટ જિલ્લામા રહેતા લોકોએ સ્ટ્રોબેરીનો સ્વાજદ માણવા માટે નૈનિતાલ, હિમાચલ પ્રદેશ, દેહરાદૂન, મહાબળેશ્વરમાંથી આયાત થતી સ્ટ્રોબેરીની રાહ નહિ જોવી પડે.

કારણ કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ ધુલીયા અને ગીરીશભાઈ ધુલીયાએ સ્ટ્રોબેરીની ખેતીનો પ્રયોગ કર્યો છે. અંદાજિત ચાર એકર જમીનમાં સ્ટ્રોબેરીનો મબલક પાક લઇ બંને પ્રગતિશીલ ખેડૂત બની ચુક્યા છે.

ખેડૂત રાજુભાઈ ધુલીયા અને ગીરીશભાઈ ધુલીયાએ જણાવ્યું હતું કે સ્ટ્રોબેરી પાંચેક પ્રકાર ની હોઈ છે. જેમાં વિન્ટર, સ્વીટ ચાર્લી, સેલ્વા અને નાભ્ય સહિતનાનો સમાવેશ થાય છે.

સૌ પ્રથમ વિન્ટર અંગે વાત કરીએ તો વિન્ટર સ્ટ્રોબેરી અન્ય સ્ટ્રોબેરી કરતા જલ્દી આવતી હોઈ છે જયારે માલધારી સ્ટ્રોબેરીનો પાક બે મહિનામાં આવતો હોઈ છે આ સ્ટ્રોબેરીમાં મીઠાસ વધારે હોઈ છે અને જીવાત ઓછી થાઈ છે.

સ્વીટ ચાર્લી સ્ટ્રોબેરીના ફળ મોટા હોઈ છે આ સ્ટ્રોબેરી 3 દિવસ સુધી તાજી જોવા મળે છે. જ્યારે સેલ્વા સ્ટ્રોબેરીની વાત કરીએ તો તે ખુબ મીઠી હોઈ છે અને ખટાસનો ભાગ હોતો નથી જ્યારે નાભ્ય સ્ટ્રોબેરીની ગુણવતા ખુબજ સારી હોઈ છે તે ખુબ મોંઘી હોવાથી ખેડૂતોને તેમાંથી વધુ આવક મેળવી શકે છે.

ત્યારે આટલું તો ચોક્કસ કહી શકાય કે, ગુજરાત ખેડૂત સમૃદ્ધ બની રહ્યો છે. વિકાસશીલ બની રહ્યો છે. એક સમયે મહાબલેશ્વેરની સ્ટ્રોબેરીની મોનોપોલી હતી. મહાબળેશ્વર જનારા સહેલાણીઓ તેમના સબંધીઓ તથા મિત્રો માટે સ્ટ્રોબેરીની ભેટ લાવતા હતા.

હવે સમય પલટાયો છે અને મહાબલેશ્વેરની સ્ટ્રોબેરીની સ્પર્ધામાં ટકી શકે તેવી સ્ટ્રોબેરીનું ઉત્પાદન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં જ થઈ રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો