ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ઓસ્ટ્રેલિયન બદામના 700 છોડનું વાવેતર કર્યું, સફળ થશે તો દર વર્ષે સવા કરોડની કમાણી કરશે

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમાર ગામના એક ખેડૂતે પોતાની જમીનમાં બદામના 700 ઓસ્ટ્રેલિયન છોડનું વાવેતર કર્યું છે. 2023થી દર વર્ષે 18 હજાર કિલો બદામનું ઉત્પાદન કરશે. બદામના એક છોડમાં 25થી 30 કિલો જેટલી બદામનું ઉત્પાદન થશે અને વર્ષે સવા કરોડની કમાણી કરશે. અવારનવાર ખેતીમાં નવું સાહસ કરવા માટે ટેવાયેલા ખેડૂતે જણાવ્યું હતું કે સાહસ વગર સિદ્ધિ મળે નહીં. આ વિચારે જ હું અવનવી ખેતી કરું છું. ખેડૂત પરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન વરાઇટીની આ બદામનાં ઝાડ 20થી 25 ફૂટ ઊંચાં થાય છે, એટલે નિશ્ચિતપણે એના વાવેતરથી વાતાવરણ હરિયાળું બને, એટલે પર્યાવરણને પણ ફાયદો થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મને બદામની નવી ખેતીની વાત જાણવા મળી હતી
સૂકા મેવાની બદામએ ગુજરાત માટે નવી બાગાયત ગણાય. ખેડૂતો હવે ખેતીની અવનવી વાતો જાણવા માટે યુટ્યૂબ સહિત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. મેં પણ સોશિયલ મીડિયામાં સર્ચ કરી રહ્યો હતો, જેમાં મને બદામની આ નવી ખેતીની વાત જાણવા મળી. તપાસ કરતાં ગાંધીનગરની એક નર્સરી રોપા ઉછેરે છે. એવી પણ જાણકારી મળી હતી.

ઓસ્ટ્રેલિયન બદામના એક છોડની કિંમત રૂ.120 છે
વધુમાં તેમણે જણાવ્યું કે મેં 700 જેટલા ઓસ્ટ્રેલિયન બદામના છોડ લાવીને પ્રયોગરૂપે નવા સાહસરૂપે વાવેતર કર્યું છે. એક છોડની કિંમત રૂ.120 છે, પરંતુ વેમાર સુધી પરિવહન અને વાવેતર ખર્ચ સાથે તેમને એક છોડ લગભગ રૂ.200માં પડ્યો છે. વાવેતર ત્રણ વર્ષે પરિપક્વ થાય એ પછી બદામનું ઉત્પાદન શરૂ થાય છે. આ મારું નવું સાહસ છે. નવો પાક છે. સફળતા કેટલી મળશે એ હજુ નક્કી નથી, પરંતુ, મને વિશ્વાસ છે કે હું બદામની ખેતીમાં પણ સફળ થઇશ. મેં બદામની ખેતી સાથે ગુલાબી તાઇવાન જામફળ ઝિગઝેગ પદ્ધતિથી ઉછેર્યા છે, જેનો પાક આ વર્ષે મળતો થઈ જશે, એટલે કદાચ બદામના વાવેતરમાં સફળતા ઓછી મળે તોપણ ખર્ચ સરભર થઇ જશે.

બદામનો પાક 30 વર્ષથી સુધી લઇ શકાય છે
તેમણે જણાવ્યું હતું કે આ વૃક્ષ પર લાગેલા બદામના ફળ સુકાઈને જમીન પર ખરી જાય પછી તેને તોડીને જે મીંજ કાઢવામાં આવે એ જ બદામ. આ ફળોને મગફળીની જેમ થ્રેસરમાં પીલીને પણ બીજ કાઢી શકાય છે. ખેડૂત એના પેકિંગ બનાવીને જાતે વેચાણ કરી શકે અથવા સૂકા મેવાના વેપારીઓને પણ વેચાણ કરી શકાય. એક છોડ પર 30થી 40 કિલો બદામ ઊતરે છે, એટલે 700 છોડ ઉપર 18 હજાર કિલો બદામ ઊતરી શકે છે અને એનો પાક 30 વર્ષથી સુધી લઇ શકાય છે. પ્રથમ વર્ષે જ ખર્ચ આવે છે. પછીનાં વર્ષોમાં સારા ઉતાર સાથે સારો નફો મળે છે.

ખેડૂત પરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મારી પાસે 60 વીઘા જમીન છે, જેના પર હું ફક્ત બાગાયત ખેતી જ કરું છું. કપાસ જેવી પરંપરાગત ખેતીમાં મજૂરીની મોટી સમસ્યા છે, એટલે મારા જેવા ખેડૂતો બાગાયત વધુ પસંદ કરે છે. મેં કેસર કેરીના આંબા ઉછેર્યા છે. એની સાથે એક પ્રયોગ તરીકે સીતાફળ, દાડમ, મોસંબી ઇત્યાદિનો ઉછેર પણ કર્યો છે. મારા સાહસને જોઇ મારા સાથી ખેડૂત મિત્રોએ પણ 5થી 10 છોડ ઉછેરવાનું સાહસ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો