સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આ હોસ્પિટલમાં અમેરિકાથી આવેલા સર્જન કરી રહ્યાં છે દર્દીઓના મફત ઓપરેશન

આમ જનતાને ખાનગી હોસ્પિટલમાં સારવાર તથા ઓપરેશનનો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે માનવ સેવાના હેતુ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં સેંકડો લોકોના મફતમાં ઓપરેશન તથા સારવાર થઇ રહ્યાં છે. વડતાલ સ્થિત આ હોસ્પિટલમાં હાલ એક મેડિકલ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં અનેક દર્દીઓના હર્નિયા, હરસ, ભગંદર તથા મહિલા દર્દીઓની ગર્ભાશાયની બિમારીઓની […]

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે બિમલ પટેલ સહિત ત્રણ ભારતીય-અમેરિકનોને મહત્વના પદ સોંપ્યા

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ ભારતીય-અમેરિકન નાગરિકોને પોતાના એડમિનિસ્ટ્રેશનમાં મહત્વનાપદો પર નિયુક્ત કર્યા છે. તેઓના નામ અમેરિકન સંસદની મંજૂરી માટે પણ મોકલવામાં આવી ચૂક્યા છે. આ ત્રણેય નામને ટૂંક સમયમાં મંજૂરી મળવાની સંભાવના છે. ભારતીય મૂળના બિમલ પટેલનો સમાવેશ 1.પ્રાપ્ત માહિતી અનુસાર, જે ભારતીય-અમેરિકનની નિયુક્તિ કરવામાં આવી છે તેઓના નામ રીતા બરનવાલ, આદિત્યમ બમજઇ અને […]

૨૧મીએ જય માં ખોડલના નાદ સાથે ખોડલધામ ગુંજી ઉઠશે : ૬૦ કિમીની યાત્રા કરી ભક્તો પહોંચશે કાગવડ

સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે રાજકોટ જીલ્લાના જેતપુર નજીક કાગવડ ખાતે ઐતિહાસિક શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદીરે જાહેર રજાઓ અને તહેવારો નીમીતે લાખોની સંખ્યામાં ભાવિકો માં ખોડલના દર્શનાથે ઉમટી પડે છે. ફરી લેઉવા પટેલ સમાજના આંગણે ર૧-૧ નો અનેરો અવસર આવી […]

ગૌશાળાનાં સંચાલિકાના મોતથી ગાયો અને વાછરડાઓએ ઘાસચારા-પાણીનો ત્યાગ કર્યો

બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાનાં ઉગામેડી ગામે છેલ્લા તેર વરસથી અબોલ પશુઓની પોતાનાં સંતાનોની જેમ દેખભાળ કરતા ગૌશાળાની 37 વર્ષીય સંચાલિકાનું આકસ્મિક નિધન થતા એક બાજુ ગામમાં શોકની લાગણી ફેલાઇ છે તો બીજી બાજુ આ ઘટનાથી અબોલ જીવ ગાયો અને વાછરડાઓએ પણ દિવસભર ઘાસચારો અને પાણીનો ત્યાગ કરી શોક પ્રગટ કર્યો હતો. આ બાબતે મૃતક કૈલાસબેનનાં […]

શિયાળામાં તમારી 7 તકલીફોને દૂર કરશે આદુ, જાણો તેને ઉપયોગ કરવાની રીત અને ફાયદા

આદુ એ શિયાળામાં ઘરઘરમાં વપરાતો મહત્વનો મસાલો છે, જે દરેક ખોરાકમાં નાખીને ખાઈ શકાય છે. શિયાળા દરમિયાન ભરપૂર પ્રમાણમાં તાજું આદુ વાપરવું જોઈએ અને આદુ સૂકવીને પણ એટલું જ ઉપયોગી છે. શિયાળા દરમિયાન આવતા રેસા વગરના આદુને જો ધોઈને છાંયડે સૂકવી લેવામાં આવે તો પછી બારેમાસ તેને વાપરી શકાય છે. જેને આપણે ‘સૂંઠ’ તરીકે ઓળખીએ […]

એના ગામે વિશ્વનું સૌથી મોટું પક્ષીઘર બનાવવામાં આવશે

પર્યાવરણની રક્ષા અને મુંગા પક્ષીઓની માવજતના ઉમદા હેતુ માટે અમેરિકા ખાતે રહેતા સુરત જિલ્લાના એન.આર.આઈ ગ્રૂપના હોપ ફાઉન્ડેશન દ્વારા પલસાણા તાલુકાનાં એના ગામે વિશ્વનું સૌથી મોટું પક્ષીઘર બનાવવામાં આવશે મુજબનું જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ પલસાણા તાલુકાનાં એના ગામના વતની અને હાલ અમેરિકાના ઓહીયો સ્ટેટના હિલ્સબોરો મુકામે રહેતા અને હોપ ફાઉન્ડેશનના […]

જીવનમાં શાંતિ મેળવવા ઇચ્છતા હોય તો, મનની ભાવનાઓ પર નિયંત્રણ રાખતાં શીખો

કોઇ એક નગરમાં એક વિદ્વાન સંત રહેતા હતા. લોકો તેમની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવતા અને સમાધાન મેળવી ખુશ થઈને જતા હતા. એક દિવસ એક શેઠ સંત પાસે જઈને બોલ્યા, મારી પાસે કોઇ વસ્તુની અછત નથી, છતાં મારું મન અશાંત રહે છે. મહેરબાની કરીને જણાવો કે, હું શું કરું? આ સાંભળતાં જ સંત ઊભા થયા […]

હીરા ઉદ્યોગપતિએ આદિવાસી બાળકોને ભણાવવા 108 આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ કર્યો

અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત બને એવા આશયથી વરાછાના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ દ્વારા શિક્ષણ અને સેવાના સંકલ્પ સાથે 108 આશ્રમશાળા નિર્માણનો અનોખો સંકલ્પ ‘માનવતાની મહેક’ સેવા મંડળ દ્વારા શરૂ કરાઇ છે. વરાછાના હીરા વ્યવસાયી કેશુભાઈ ગોટીએ તેમના માતાની સ્મૃતિમાં માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા […]

લેવા પટેલ સમાજના મહોત્સવમાં દાનનો આંકનો પ્રવાહ અવિરત : ભુજમાં હોસ્પિટલ માટે વધુ ૧૦ કરોડનું દાન

ભુજ, : અહીં બે દિવસથી ચાલી રહેલા કચ્છી લેવા પટેલ સમાજ સંચાલિત કન્યા વિદ્યામંદિર રજત જયંતી મહોત્સવની સાક્ષીએ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માટે દાનની ભાગીરથી અવિરત ઊતરી હતી. ગરિમા સત્રમાં મંચ પર તમામ મહિલાઓની પહેલ, સ્મરણિકા વિમોચન, શાળા સ્ટાફ સન્માન અને કાજલ ઓઝા વૈદ્યના વક્તવ્યના કાર્યક્રમો યોજાયા હતા. આવતીકાલે ખોડલધામ ટ્રસ્ટ, અધ્યક્ષ નરેશ પટેલના હસ્તે કે. […]

એક થાકી ગયેલા પિતા પાસે દીકરો કરી રહ્યો હતો રમવાની જિદ્દ, ના પાડી તો બાળકે પૂછ્યું કે, પપ્પા તમે 1 કલાકમાં કેટલી કમાણી કરો છો? પિતાએ કહ્યું, 100 રૂપિયા, બાળકે 50 રૂપિયા ઉધાર માગ્યા તો પિતા ખિજાયા, બાળક રડતાં-રડતાં જતો રહ્યો. જાણો પછી શું થયું

એક વ્યક્તિ આખો દિવસ કામ કર્યા પછી થાકીને પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ તેનો દીકરો સાથે રમવાની જિદ્દ કરવા લાગ્યો. વ્યક્તિ ખૂબ થાકી ગયેલો હતો, તેના કારણે તેણે ઇન્કાર કરી દીધો. ત્યારે બાળકે પૂછ્યુ કે પપ્પા તમે એક કલાકના કેટલા રૂપિયા કમાઇ લો છો? આ પ્રશ્ન સાંભળીને વ્યક્તિને ગુસ્સો આવ્યો, પરંતુ તેણે કહ્યુ કે […]