પાટીદાર સમાજના 1850 છાત્રો રહી શકે તેવા સરદારધામનું થયું ખાતમુહૂર્ત

ભાવનગર: વતનની વાટે, વિકાસની સાથે મંત્ર સાથે અને મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના યુવક યુવતીઓ અભ્યાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવા હેતુથી તા.12 જાન્યુઆરીને શનિવારે સાંજે 4 કલાકે પ્લોટ નં.279/4, સમરસ હોસ્ટેલની બાજુમાં યુનિ. વિસ્તારમાં ભાવનગરના લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત પોપટભાઇ ડુંગરાણી સંકુલ, સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ અવસરે મંત્રી કૌશિકભાઇ પટેલ, જીતુભાઇ […]

શિયાળામાં રોજ ખાજો બાજરીના રોટલા, આખું વર્ષ રોગો રહેશે દૂર, જાણો ફાયદા

બધાંના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ અને મલ્ટીગ્રેન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે. જોકે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. આ સિઝનમાં બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. જેના વિશે ઘણાં લોકો નહીં જાણતા હોય. સૌથી પહેલાં તો આ શિયાળામાં બોડીને ગરમાવો આપે […]

યુ.કે.લેવા પટેલ કોમ્યુનિટીના પૂર્વ પ્રમુખ હરિલાલ હાલાઈનું લંડન ખાતે અવસાન

મૂળ માધાપરના લંડન નિવાસી હરિલાલ હાલાઈ કે જેઓ‌ કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.ના પ્રમુખ પદે એંશીના દાયકામાં સેવાઓ આપી‌ હતી. તેઓ બ્રિટન હિન્દુ ફોરમના કાર્યકારી અધ્યક્ષ પણ‌ બન્યા હતા. હાલ સેવા ઈન્ટરનેશનલ યુ.કે. ના માધ્યમે હિન્દુ સનાતન પ્રવૃતિઓમાં પ્રવૃત હતા. કચ્છ માં પણ આર.એસ.એસ.ના આયોજનોમાં હાજરી આપતા હતા. કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રસંગોમાં તેઓ […]

ભૂજના યુગલે સાદગીથી લગ્ન કરી ચાંદલામાં મળેલા 1.75 લાખ ગૌસેવામાં આપ્યા

ભુજ તાલુકાના સુખપરમાં એક પરિવારે લગ્નોત્સવની પ્રેરક ઉજવણી કરી હતી જેમાં ચાંદલા રૂપે થયેલી 1.75 લાખ જેટલી આવક ગૌસેવા માટે આપવામાં આવી હતી. લગ્નગાળો શરુ થાય ત્યારે લગ્ન સમારંભોની વણઝાર લાગે. ઉચ્ચ માધ્યમ સ્તર પરિવારના દરેક લગ્ન સમારંભ માં લગભગ સામ્યતા જોવા મળે. મોંઘી મોંધી લગ્ન પત્રિકા, મોંઘા મંડપ, જાકજમાળ ભર્યું લાઈટ ડેકોરેશન, લાંબુ મેનુ, […]

છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા ઝડપથી દૂર કરશે આ 5 એકદમ સરળ નુસખા, કરી જુઓ ટ્રાય

ઠંડા પવનને કારણે ઘણાં લોકોને શરદી, ખાંસી અને કફની સમસ્યા વધી જાય છે. જે લોકોની કફ પ્રકૃતિ હોય તેમણે આ સિઝનમાં વધુ તકલીફ થાય છે. શું તમને ગળા અને છાતીમાં કંઈક જામેલું છે એવું અનુભવાય છે? શું તમને શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવે છે? આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ […]

ઘાયલ મિત્રની દશા જોઇ છેલ્લા બે વર્ષથી અન્ય મિત્રો કરી રહ્યાં છે સેફ્ટીગાર્ડ વિતરણનું કામ

મહેસાણા: આજથી બે વર્ષ અગાઉ ઉત્તરાયણના દિવસોમાં બાઇક લઇને જતાં મહેસાણાના યુવકને દોરી વાગતાં ગળામાં ગંભીર ઇજા થઇ હતી તેમજ રોડ પર પડી જવાથી હાથે ફ્રેક્ચર થયું હતું. દોરી વાગવાથી મિત્રની થયેલી આવી હાલત જોઇ અન્ય મિત્રો છેલ્લા બે વર્ષથી બાઇકચાલકોને મફત સેફ્ટીગાર્ડ લગાડી આપે છે, કારણ કે તેમના મિત્ર જેવી હાલત બીજા કોઇની જ […]

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને ૨ વર્ષ પુર્ણ: ૨૦મીએ ૬૦ કિમીની પદયાત્રા યોજાશે

સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે રાજકોટ જીલ્લાના જેતપુર નજીક કાગવડ ખાતે ઐતિહાસિક શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.હાલ લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમાન ખોડલધામ મંદીરે જાહેર રજાઓ અને તહેવારો નિમિતે લાખોની સંખ્યામાં ભાવિકો માં ખોડલના દર્શનાર્થે ઉમટી પડે છે ફરી લેઉવા પટેલ સમાજના આંગણે ૨૧-૧નો અનેરો અવસર આવી રહ્યો છે […]

વિઠ્ઠલ રાદડિયના દીર્ઘાયુષ્ય માટે જામકંડોરણાથી ખોડલધામ સુધી 36 કિલોમીટરની પદયાત્રા યોજાઈ

જામકંડોરણા તાલુકાની ખોડલધામ સમિતિ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ઘાયુષ્ય માટે પદયાત્રા અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામકંડોરણાથી કાગવડ (ખોડલધામ) સુધી 36 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં જયેશ રાદડિયા અને ગોવિંદભાઈ રાણપરિયા સહિતના લોકોએ ભાગ લીધો હતો. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પદયાત્રામાં જોડાયા વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ઘાયુષ્ય માટે યોજાયેલી પદયાત્રામાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પગપાળા ખોડલધામ […]

સાવચેતી : ગેસગીઝર બાથરૂમની અંદર નહીં બહાર જ લગાવો, માત્ર નળ જ બાથરૂમમાં આપો

મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલા સહજ ફ્લેટમાં રહેતી એક યુવતી સવારે બાથરૂમમાં ન્હાવા બેઠી હતી, ત્યારે ગેસ ગીઝરમાં લીકેજના કારણે એકાએક બેભાન થઇ જતાં દરવાજો તોડીને બહાર કાઢી સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શહેરના રાધનપુર રોડ પરના સહજ ફ્લેટમાં બી/406 નંબરના મકાનમાં રહેતા ગીરીશભાઇ પંચાલની 18 વર્ષની […]

જામનગરના બ્રેઈન ડેડ યુવાનનું ધબકતું હૃદય હવાઈ માર્ગે લાવી અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ

મૂળ જામનગરના નીરજ નામના 27 વર્ષના યુવાનનું સુરત અકસ્માતમાં બ્રેઇન ડેડ થયું હતું. ગ્રીન કોરિડોર થકી જામનગર એરપોર્ટથી પ્લેનમાં અમદાવાદમાં હૃદયને પહોંચાડીને સિમ્સ હોસ્પિટલમાં એક વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર જોતરાયું હૃદય, કિડની, લિવર અને આંખના દાનનો પરિવારે પ્રેરણાદાયી નિર્ણય કરતા જામનગરમાં ગુરુવારે રાત્રે પ્રથમ ગ્રીન કોરિડોર થયો હતો. હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યાર્પણ […]