પાટીદાર યુવાનોના સર્વાંગીય વિકાસ માટે વડોદરાના કરજણ ખાતે રૂા. 40 કરોડના ખર્ચે સરદારધામ ઊભું કરાશે

આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે દેશભરના પાટીદારોને એકત્રિત કરવા તેમજ માહિતગાર કરવા માટે મધ્યગુજરાત સરદારધામ દ્વારા રવિવારે નવલખી મેદાન ખાતે પાંચમા પ્રમોશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મોટા ફોફળિયાના એન.આર.આઇ ડૉ. કિરણ પટેલ દ્વારા પાટીદાર સમાજનાં છોકરા-છોકરીઓ માટે કરજણ ખાતે 40 કરોડના ખર્ચે સરદારધામ બનાવવાની જાહેરાત કરી હતી. […]

સતત ફિલ્ટર્ડ પાણીના ઉપયોગથી વિટામીન-૧૨ની ઉણપ પેદા થઈ શકે: ડૉ. અર્ચના પટેલ

વેજીટેરીયન તથા ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરનાર વ્યકિતને વિટામીન બી-૧૨ની ઉણપ થવાની શકયતા વધુ હોવાનાં અભ્યાસ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા મહિલા તબીબ અર્ચના પટેલ દ્વારા પીએચ.ડીનો અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલ ગર્વમેન્ટ મેડિકલ કોલેજ ખાતેનાં પેથોલોજી વિભાગનાં ડૉ. અર્ચના પટેલ દ્વારા ડૉ.બી.એમ.ઝા નાં માર્ગદર્શન હેઠળ કરવામાં […]

દીકરીને છે મેજર થેલિસિમિયા, પતિએ છૂટાછેડા આપી દીધા, મહિલાએ હાર ન માની અને યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી, 1.28 લાખ સબસ્ક્રાઈબર

અમદાવાદ : દીકરીને મેજર થેલેસેમિયા છે એ જાણીને પિતાએ માતા અને દીકરીને તરછોડી દીધાં. દિકરીની સારવાર કરાવવા માટે ધો. 10 સુધી ભણેલી માતાએ યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી. જેમાં માત્ર એક વર્ષમાં 1.28 લાખ સબસ્ક્રાઇબર થયા. અત્યાર સુધીમાં 154 વિડિયો અપલોડ કર્યા છે. સમાજમાં બનતી ઘટનાઓ પર વિડિયો બનાવે છે. તમામ વિડિયો મળીને કુલ 63 લાખ […]

પોરબંદર બેઠકનું વાતાવરણ ગરમાયું, ‘વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં’ પત્રિકા વાઇરલ થઇ

પોરબંદર બેઠક પર રમેશ ધડુકને ટિકિટ મળતા વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારોમાં પત્રિકા ફરતી થઇ છે જેમાં લખવામાં આવ્યું છે કે વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં. સિંહને મારવા માટે પહેલા ખોખલો કરવો પડે એ જ રીતે આજે રાદડિયા પરિવારને ટિકિટ ના આપી વિઠ્ઠલભાઇના મોભાને […]

જમવામાં સામેલ કરો લીલી ડુંગળી, લૂથી લઇને કેન્સર સુધીના રોગો સામે મળશે રક્ષણ

ખોરાકમાં ડુંગળીનો સમાવેશ કરવાના ઘણા ફાયદા છે. કાચી ડુંગળી ફક્ત લૂથી જ નથી બચાવતી પણ અનેક રોગોને શરીરમાં આવતા અટકાવે છે. કાચી ડુંગળી ખાવાથી કેન્સરથી લઇને હાઈ બ્લડ શુગર અને હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓ નથી થતી. આ ઉપરાંત, કાચી ડુંગળી ત્વચા માટે ફાયદાકારક છે. કાચી ડુંગળી સલાડ તરીકે ખાવાથી શરીરમાં કેન્સરના કોષો વધતા નથી. ડુંગળીમાં […]

પ્રામાણિકતા: 14 હજાર પગારના કર્મચારીએ 8 લાખની કિંમતના ખોવાયેલા હીરા વેપારીને પરત કર્યા

સુરતઃ છેલ્લાં એક વર્ષમાં શહેરના હીરા બજારમાં હીરાનું પડીકું ખોવાઇ જવાની ચોથી મોટી ઘટના બની છે. ત્યારે શનિવારે શહેરના મિનિબજાર વિસ્તારમાં ખોવાયેલા 6 હીરાના પડીકા આજે તેના માલિકને સુપરત કરાયાં હતાં.હીરા બજાર સાથે સંકળાયેલો એક 14 હજારનો પગારદાર કર્મચારી 8 લાખની કિંમતના હીરા વેપારીને પરત આપ્યાં હતાં.હીરા પરત કરનારનું ડાયમંડ એસોસિએશન ખાતે સન્માન કરવામાં આવ્યું […]

સોલર પેનલ ફિટ કરાવી ફ્રીમાં વાપરો વીજળી, એક કિલોવોટની સિસ્ટમમાં ઘરનાં તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો સરળતાથી ચાલશે

‘70 હજાર રૂપિયાનો ખર્ચ કરીને ઘરમાં એક વખત સોલાર પેનલ લગાવી તો 25 વર્ષ સુધી વિના મૂલ્યે વીજળીનો ઉપયોગ કરી શકાશે. સાથે સાથે પર્યાવરણ બચાવવામાં પણ મદદ થઈ જશે. સોલર પેનલ ફિટ કરાવી હશે તો રોજની 12થી 16 પેનલ જેટલી વિજળી ઉત્પન્ન થશે. સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળીનો ઉપયોગ ન કરી શકો તો ગવર્મેન્ટ […]

સુરતના આ બિલ્ડર 225 વડીલોને પોતાના ખર્ચે કરાવશે હરિદ્વાર-ઋષિકેશની યાત્રા

સુરત એ સેવાના કાર્ય માટે જાણીતું શહેર છે. સામાજિક કે ધાર્મિક કાર્ય કરવાનું હોય તો લોકો હંમેશા ખડે પગે રહે છે. આવી જ એક ધાર્મિક યાત્રા હવે વડીલો વિનામૂલ્યે કરી શકશે. કોઇપણ પ્રકારના ખર્ચ વિના કતારગામના વડીલો હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા કરી શકશે. આ યાત્રા જેમની ઉંમર 60 વર્ષથી વધુની હોય અને જેની આર્થિક પરિસ્થિતિ […]

એકલા હાથે સમાજના સાથથી અવિરત પણે આરંભાયેલ મહા અભિયાન… મુગ્ધા સેમિનાર.

ફેમિલી કોર્ટ સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી કાઉંસેલર તરીકે સેવા આપતા અશ્વિનભાઇ સુદાણી સમાજસેવામાં સમાજની માહ્યલી સમસ્યાઓ પર ભાર મુક્તા માને છે કે કોઇ પણ સમાજ કે રાષ્ટ્રને શ્રેષ્ઠ માનવ રત્નો મેળવવા હશે તો તારુણ્ય અવસ્થાથી તેનામા ઉત્તમ વિચાર-વ્યવહાર-વર્તનના વાવેતર કરવા રહ્યા. તેઓના માનવા મુજબ મહા સત્સંગ, સભાઓ કે વક્તાઓની વાતોથી જે અવસ્થાની વિચારધારા બદલી શકાતી […]

લગ્ન માટે પટેલ સમાજના છોકરાઓને પડી રહેલી મુશ્કેલીઓ પાછળ આ છે કારણ.. દરેક સમાજને લાગુ પડે એવી વાત.. જાણો વિગતે..

આજે દરેક સમાજને લાગુ પડે એવી વાત કરવા જઈ રહ્યો છું એટલે આ સામાજીક માધ્યમ પર રજૂ કરી રહ્યો છું. હું વાત અહીં માત્ર પટેલ સમાજની નહિ પણ દરેક સમાજની કરવા જઈ રહ્યો છું. પટેલ સમાજનું આ લેખમાં ઉદાહરણ માત્ર છે. આ મુદ્દે સાંપ્રત પરિસ્થિતિ દરેક સમાજની ફિલહાલ લગભગ એકસરખી જ છે. વેવિશાળ જેવી બાબતે […]