ગરીબીના કારણે જેણે પોતાનું બાળપણ અનાથાશ્રમમાં વિતાવ્યું, તે આજે બની ગયો છે IAS ઓફિસર

જેને જીવનમાં ખરેખર કંઈક મેળવવું છે, કંઈક બનવું છે તો જીવનમાં આવતી ગમે તેટલી કસોટી પાર કરી પોતાનો ધ્યેય પ્રાપ્ત કરી જ લે છે. આવાં લોકો માટે કંઈ પણ અશક્ય નથી હોતું. આવું જ કંઇક કરી બતાવ્યું છે મુહમ્મદ અલી શિહાબે. શિહાબે ગરીબીના કારણે પોતાનું બાળપણ એક અનાથાલયમાં પસાર કર્યું. પરંતુ જીવનમાં કંઈક મેળવવાનો જુસ્સો […]

ફીફા કાઉન્સિલમાં સ્થાન મેળવનારા પ્રફુલ પટેલ બન્યા પ્રથમ ભારતીય, 4 વર્ષનો રહેશે કાર્યકાળ

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન(એઆઈએફએફ)ના અધ્યક્ષ પ્રફુલ પટેલ ફીફા કાઉન્સિલમાં સામેલ થનારા પ્રથમ ભારતીય બની ગયા છે. ફીફા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણી આજે શનિવારે 29મી એએફસી(એશિયન ફૂટબોલ કોન્ફરન્સ) કોંગ્રેસ કુઆલાલમ્પુર ખાતે યોજાયી હતી. જેમાં પ્રફુલ પટેલને 46માંથી 38 વોટ મળ્યા હતા. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ફીફાની સૌથી મોટી કમિટી છે. કાઉન્સિલમાં ચૂંટાયેલા પદાધિકારીઓનો કાર્યકાળ 2019થી 2023 સુધીનો રહેશે. ફીફા […]

ત્રણ વિદ્યાર્થિનીએ બનાવી એવી એપ કે જેમાં એક ક્લિકમાં અંગદાન, પ્રસંગમાં વધેલા ભોજન સાથે સ્કિલ ડોનેશનનું રજિસ્ટ્રેશન થશે

વડોદરા – અત્યારના આધુનિક સમયમાં લોકો અલગ અલગ રીતે ડોનેશન કરતાં હોય છે જેમાં રૂપિયા,રક્તદાન,અન્નદાન,વસ્ત્રદાન સહિતની વસ્તુઓ દાન કરવામાં આવે છે. ડિપ્લોમાની ત્રણ વિદ્યાર્થિનીઓએ સ્કિલ ડોનેશનની અનોખી એપ બનાવી છે. જેમાં લોકો પોતાની સ્કિલ બીજાને શીખવાડી શકશે. શરીરનાં ઓર્ગન્સનું ડોનેશન કરવા માટે પણ એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. કેજીઆઇટી કોલેજમાં ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી […]

યુપીએસસીની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો, સ્માર્ટ વર્કથી તૈયારી કરી સફળતા હાંસલ કરી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી-2019) ફાઈનલ રીઝલ્ટની શુક્રવારે કરાયેલી જાહેરાતમાં ગુજરાતના 18 ઉમેદવારો ઝળક્યા છે.ત્યારે કોઈપણ ક્લાસમાં ગયા વગર જ ઘરે બેસીને મહેનત કરી સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 94મો ક્રમ મેળવીને ઝળહળતી સફળતા સર કરી છે. ત્યારે આ સફળતાનો શ્રેય પરિવારને અને ભગવાનને આપતાં કાર્તિકે જણાવ્યું હતું કે, યુપીએસસીની પરીક્ષામાં ધીરજ […]

સારી રીતે જીવવું હોય તો વ્યાજ પર પૈસા લઈ કોઈ પણ કામ કરવું નહી: ગોવિંદભાઈ ધોળકિયા

‘રૂપિયા કમાવાથી તમે કીંમતી બનશો પણ મૂલ્યવાન નહીં બનો. ગાંધીજી પાસે રૂપિયા ન હતાં. સામાન્ય માણસ હતાં પણ આજે 100 વર્ષો પછી પણ લોકો તેમને ઓળખે છે. જ્યારે કિંગ એડવન ફાઈલ જેઓ પૃથ્વીનાં 25 ટકા હિસ્સાનાના માલિક હતાં તેમને આજે કોઈ ઓળખતું નથી. પરંતુ ગાંધીજીને બધાં ઓળખે છે. આથી પોતાના વ્યક્તિત્વને મૂલ્યવાન બનાવો. કીંમતી નહીં.’ […]

ઉનાળામાં રાત-દિવસ એસી ચાલુ રાખતા હો તો આ જરૂરી ટિપ્સ ચોક્કસ અપનાવો

ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં તો ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઘણા લોકો દિવસ-રાત એસી ચાલું રાખીને ગરમીથી છૂટકારો મેળવતા હોય છે. ત્યારે સતત ચાલતા એસીમાં મેન્ટેનન્સ ખર્ચ અને લાઈટ બિલ કઈ રીતે ઓછું આવે તેની ટિપ્સ અમે અહીં જણાવીશું. દર 15 દિવસે ફિલ્ટરને સાફ કરો ઉનાળો શરૂ […]

કનિષ્કે પહેલા જ પ્રયત્ને આખા દેશમાં UPSCમાં ટોપ કર્યું, સિસ્ટમ બદલવા માટે વિદેશની નોકરી છોડી દીધી

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની 2018માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 5 એપ્રિલે શુક્રવારે સાંજે જાહેર થયું. આ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં જયપુરનો કનિષ્ક કટારિયા પહેલા નંબરે છે. જ્યારે બીજા નંબરે આવેલો અક્ષત જૈન પણ જયપુરનો જ છે. પરીક્ષાર્થીઓના પર્સનલ ઇન્ટરવ્યૂ 4 ફેબ્રુઆરી, 2019થી શરૂ થયા હતા. કનિષ્ક આ પરીક્ષા પહેલી ટ્રાયમાં પાસ કરીને પહેલા નંબરે આવ્યો […]

અમેરિકામાં મોટેલ ચલાવતાં મૂળ વલસાડના ભીખુભાઈ પટેલની હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. મૂળ વલસાડનાં કલવાડાનાં 60 વર્ષીય ભીખુભાઇ પટેલની તેમની જ મોટેલનાં રૂમમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. રૂમ નંબર 9માંથી તેમની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વલસાડ પંથકના પાટીદાર સમાજમાં ચિંતાનો મોજું ફરી વળ્યું હતું. ભીખુભાઈ પટેલનો પરિવાર પણ અમેરિકામાં જ રહે છે. […]

સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારા મુજબ યુવાનો દ્વારા રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના

સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારાને લઇને સમાજ સેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવા ‘રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના કરવામાં આવી છે.નવરચિત આ સંગઠનના યુવા આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવેલ કે સરદાર વલ્લભભાઇની રાષ્ટ્રવાદી વિચારધારાને વધુમાં વધુ પ્રસરાવવા અમે આ સંગઠનની સ્થાપના કરેલ છે. જેના માધ્યમથી માત્ર પાટીદારો જ નહીં દરેક સમાજોને સાથે રાખી લોકોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે. […]

તમામ બીમારીઓનો રામબાણ ઈલાજ એટલે “ગળો” જાણો વિગતે..

धृतेन वातं सगुडा विबंधं पितं सीताढ्यां मधुना कफे च l वातास्रमुग्रं रुबुतेलमिश्रा शूंठयामवातं शमयेत् गुडूचि ll અર્થ- ગળો ઘી સાથે લેવાથી વાયુ, ગોળ સાથે લેવાથી કબજીયાત, સાકર સાથે લેવાથી પીત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લાવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી હાથીપગ મટે છે. શેમાં ઉત્તમ છે ગળો : -તાવમાં […]