દરેક ગરીબ દર્દીને મફત દવા અને સેવા આપી તેમની સારવાર કરે છે ડો. ચિત્તરંજન

ઓરિસ્સાના ઘણા જિલ્લાઓમાં આદિવાસીઓની મોટી વસ્તી સ્થાયી થયેલી છે. તેને કાલાહાંડી બાલાંગીપ કોરાપુટ પ્રદેશ (કેબીકે રીજન) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં આદિવાસીઓની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે તેમની અને મોત વચ્ચે કાયમ હાથવેંતનું જ અંતર હોય છે. આ વિસ્તારને દેશના સૌથી વધુ પછાત વિસ્તારોમાંનો એક વિસ્તાર માનવામાં આવે છે. અહીં પ્રસૂતિ દરમિયાન […]

પાળેલા કૂતરાએ જીવ આપીને બચાવી 30 લોકોની જિંદગી,

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના અતર્રા વિસ્તારમાં એક પાળેલા કૂતરાએ 30 લોકોની જિંદગી બચાવી. અહીં 11 એપ્રિલ ગુરૂવારે રાત્રે એક ફર્નિચરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રાતનો સમય હોવાથી ચાર માળની બિલ્ડિંગમાં બધા ઘસઘસાટ ઊંઘમાં હતા. આગ લાગતાં જ કૂતરાએ ભસવાનું શરૂ કરી દીધું. કૂતરાના ભસવાથી બધા જ એલર્ટ થઇ ગયા અને બહાર આવી […]

ચોટીલામાં ચૈત્રીનોરતા પ્રસંગે ચામુંડા માતાના ત્રણ દિવ્ય સ્વરૂપના દર્શન ભક્તોને દરરોજ થઈ રહ્યાં છે

ચોટીલામાં ડુંગર ઉપર માતા ચામુંડા હાજરાહજુર બીરાજમાન છે. ત્યારે સવારથી સંધ્યા આરતી સુધીમાં ચામુંડા માતાના ત્રણ દિવ્ય સ્વરૂપના દર્શન થતાં હોવાંની ભાવિકો લાગણી અનુભવે છે. ચોટીલાની પંચાળની પવિત્ર ભૂમીમાં આવેલ માતા ચામુંડાના ડુંગર પર ચૈત્રીનોરતા પ્રસંગે ભક્તિ અને ધાર્મિકતાની સુવાસ ચોતરફ પ્રસરી છે. ચામુંડા માતાના વહેલી સવારની આરતીથી સંધ્યા આરતી સુધીમાં ત્રણ વિવિધ દેદીપ્યમાન સ્વરૂપ […]

4 વર્ષનો માસૂમ મૃત્યુ પહેલા 4 લોકોને આપતો ગયો નવું જીવન

ચંદીગઢમાં રહેતો 4 વર્ષનો હાર્દિક મરતા પહેલા 4 લોકોને નવજીવન આપતો ગયો. તેની બંને કિડની અને કોર્નિયા 4 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. હાર્દિક છત પરથી નીચે પડી જતાં ગંભીર ઈજા પામ્યો હતો. જેને PGI હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. માથામાં વધુ વાગવાને લીધે આ દુર્ઘટનામાં તે કોમામાં જતો રહ્યો, અને મોતને ભેટ્યો. ધાબા પરથી પડીને ઘાયલ […]

26 વર્ષીય એન્જિનિઅરે મલ્ટિનેશનલ કંપનીની જોબ છોડ્યા બાદ ગામે-ગામ ફરીને તળાવને સજીવન કરવાનું બીડું ઉપાડ્યું

આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ નદીઓ અને તળાવો સુકાઈ ગયા છે તેવી બૂમો સાંભળવા મળી રહી છે, તેવામાં 26 વર્ષીય મિકેનિકલ એન્જિનિઅરે ગામે-ગામ ફરીને તળાવને નવજીવન કરવાનું બીડું ઉપાડ્યું છે. નોઈડાનો રહેવાસી રામવીર તંવરે તળાવોને સજીવ કરવા માટે એમએનસી (મલ્ટિનેશનલ કોર્પોરેશન)ની જોબને પણ તિલાંજલિ આપી દીધી હતી. ડોર-ટુ-ડોર આ આઈડિયા વિશે રામવીરે કહ્યું કે મેં […]

‘જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો’ને જીવનમંત્ર બનાવનાર સંત પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રનો 200માં વર્ષમાં થયો મંગલ પ્રવેશ

‘જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો’ને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રનો 200માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. કોઈ પણ પ્રકારની ભેટસોગાદ કે રોકડ રકમનું દાન લેવાનું બંધ થયાને 20માં વર્ષમાં પ્રવેશ થયો છે. અહીં દરરોજ હજારો શ્રદ્ધાંળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે અને અહીં હજારો ભક્તો ભોજન ગ્રહણ કરે છે. એક પણ ટક […]

ટ્યૂબલેસ કે ટ્યૂબવાળું આ બે માંથી કયું ટાયર છે સૌથી ઉત્તમ? જાણો વિગતે..

આજનાં સમયમાં ટ્યૂબલેસ ટાયર્સની બોલબાલા ખૂબ વધારે છે. અનેક વાહન નિર્માતા કંપનીઓ પોતાનાં વાહનોમાં ટ્યૂબલેસ ટાયરને પણ શામેલ કરતી હોય છે. હવે નવા વાહનોમાં ટ્યૂબવાળાં ટાયરોનો પ્રયોગ લગભગ ખત્મ જ થઇ ગયો છે. પરંતુ હાલમાં દેશનાં માર્ગો પર અનેક એવાં વાહનો છે કે જેમાં ટ્યૂબવાળાં ટાયર્સનો પ્રયોગ કરવામાં આવે છે. મોટે ભાગે લોકોને ધ્યાનમાં રહેતું […]

નવરાત્રિમાં આઠમ અને નોમ તિથિ પર કરો કન્યા પૂજન, નાની બાળાઓને માનવામાં આવે છે દેવીનું સ્વરૂપ

અત્યારે ચૈત્ર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. નવરાત્રિની આઠમ અને નોમ તિથિ પર કન્યા પૂજનની પરંપરા છે. આ વખતે આઠમ તિથિ 13 એપ્રિલ અને નોમ તિથિ 14 એપ્રિલના છે. ધર્મ ગ્રંથો મુજબ, કન્યાઓ સાક્ષાત દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે નવરાત્રિમાં તેમની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. કન્યા પૂજનની વિધિ અને મહત્વ આ મુજબ […]

સુરતના વિદ્યાર્થીઓએ બનાવ્યું એવું ડિવાઈસ જે ઓછું પેટ્રોલ ભરતા આપશે એલર્ટ

પેટટ્રોલપંપ પર પેટ્રોલ પુરુ પુર્યુ છે કે નહીં તેની માહિતી આપતું ડિવાઈઝ વિદ્યાર્થીઓએ બનાવ્યું છે, જ્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની જગ્યાએ કાગળમાંથી બેગ બનાવતું મશીન વિદ્યાર્થીઓએ બનાવ્યું છે. સાસીત કોલેજ દ્વારા ડિઝાઈનિંગ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના ઈનોવેટી આઈડિયા પ્રેઝન્ટેશનના મોડેલ સહિત રજૂ કર્યા હતાં. જેમાં 600 વિદ્યાર્થીઓએ બનાવેલા 105 પ્રોજેક્ટ […]

બાળકના ગળામાં ફસાયેલો ખીલો કાઢવા માટે મહારાષ્ટ્રના તબિબોએ 1 લાખનો ખર્ચ કહ્યો, ત્યારે સુરતના સિવિલમાં માત્ર રૂ. 60માં ખીલો કાઢી આપ્યો

મહારાષ્ટ્રના એક પરિવારના 4 વર્ષના બાળકનાં ગળામાં રમતા રમતા ખીલો ફસાઈ ગયો હતો. જ્યાં તબીબોએ ખીલો કાઢવા માટે રૂ.1 લાખ જેવો માતબર ખર્ચ જણાવ્યો હતો. આખરે આ પરિવાર બાળકને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યુ હતું. જ્યાં સિવિલમાં નજીવા 60 રૂપિયાના ખર્ચ બાદ ઈએનટી વિભાગના તબીબોએ દુરબિનની મદદથી માત્ર 3 જ મિનીટમાં ખીલો બહાર કાઢી આપી […]