સુરતની ઘટના : ફેમીલી ડોક્ટરે બાળકનું વજન ઘટાડવા સ્વીમીંગની સલાહ આપી હતી, સ્વીમીંગ કરતા માતાની નજર સામે બાળક ડુબી ગયો

પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં મંગળવારે સાંજે 11 વર્ષના તરૂણનું ડૂબી જતા મોત થયું હતું. આ સ્વિમિંગ પુલમાં 4 તરવૈયાઓ તૈનાત છતાં તરૂણનું મોત થતા ગંભીર બેદરકારી સામે આવી છે. ચૈતન્ય માતા-પિતાનો એકનો એક સંતાન હતો. મૂળ મહારાષ્ટ્રના રાયગઢના વતની અને મગદલ્લા સુમન સ્વીટમાં રહેતા વિઠ્ઠલભાઈ કનોજેનો 11 વર્ષનો પુત્ર ચૈતન્ય તેની માતા પ્રતિભાબેન સાથે પાલિકા […]

સુરત: સત્સંગમાં ઢળી પડેલ ભાવનાબેન સવાણી બ્રેનડેડ જાહેર થતાં અંગોના દાનથી પાંચને નવું જીવન અપાયું

વરાછા વિસ્તારમાં આવેલા મમતાપાર્કમાં રહેતાં ભાવનાબેન મુળજીભાઈ સવાણી (ઉ.વ.આ.62) પાડોશમાં સત્સંગમાં ગયાં હતાં. જ્યાં ચાલુ ભજન કિર્તન દરમિયાન અચાનક ઢળી પડતાં હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જ્યાં તેમને મગજમાં ગંભીર ઈજાઓ હોવાનું નિદાન થયું હતું. બાદમાં સિટી સ્કેન અને નિદાનમાં મગજની નસો ફાટી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. 15 એપ્રીલના રોજ તેણીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં […]

જે લોકોનું બહાર કંઈ ન ચાલે એ પરીવારના સભ્યો સામે ઈગો કરે છે: જ્ઞાનવત્સલ સ્વામી

પરિવારમાં મુખ્ય સમસ્યાઓનું કારણ અહમ અને મમત્વ છે, અહમ અને મમત્વ પરિવારની બહાર રાખવાની વસ્તુઓ છે, પરંતુ એ સૌથી વધારે પરિવારમાં રાખવામાં આવે છે. કારણ કે, આ વસ્તુ માટે પરિવાર સોફ્ટ ટાર્ગેટ છે, જેનો ઈગો બહાર ના ચાલે એ ઘરના પરિવાર સાથે ઈગો કરતાં હોય છે. જીવનમાં સુખી થવાનાં કારણ પાછળ હાવર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે […]

ભારતમાં હાઈકોર્ટેના આદેશથી TikTok એપને બ્લોક કરવામાં આવી, ગૂગલે પ્લેસ્ટોરમાંથી કરી ડીલીટ

ગૂગલે મદ્રાસ હાઇકોર્ટના આદેશનું પાલન કરતાં ભારતમાં પોપ્યુલર વીડિયો શેરિંગ એપ ટિકટોક(TikTok) ને બ્લોક કરી દીધી છે. અર્થાત્ હવે આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ નહીં કરી શકાય. ભારતમાં ટિકટોક યૂઝર્સની સંખ્યા ખૂબ વિશાળ છે. જેમાં એન્ડ્રોઇડ યૂઝર્સની સંખ્યા ખૂબ ઊંચી છે. એપલે પણ ભારતમાં પોતાના એપ સ્ટોર પરથી ટિકટોક એપને હટાવી દીધી છે. ટિકટોક […]

આ માવાએ તો હદ કરી, યુકેમાં પણ વર્તાવ્યો કાળો કેર, UKમાં ગુજરાતી ભાષામાં પાન નહીં ખાવાના બોર્ડ લાગ્યા

ગુજરાતમાં પાન-મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકતા લોકોનો ત્રાસ તો છે જ પણ હવે વિદેશમાં પણ લોકો ગુજરાતીઓની આ આદતને કારણે ત્રાસી ગયા છે. ગુજરાતીઓએ વિદેશમાં પણ પાન-મસાલા ખાઇને બિલ્ડિંગ, ઝાડ, રસ્તા વગેરે જેવી જગ્યાઓ થૂંકી થૂંકીને ગંદી કરી છે. જેને કારણે ઇંગ્લેન્ડની સરકારે ગુજરાતીઓ સામે લાલ આંખ કરી છે. ઇંગ્લેન્ડમાં હેરો, લેટેસ્ટર, બ્રેન્ટ જેવી અલગ […]

ગુજરાતમાં અહીંયા છે દેશનો સૌથી મોટો વોટરપાર્ક, જાણો સંપૂર્ણ વિગત.

ગુજરાતમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે. આવા ઉકળતાં વાતાવરણમાં શરીરને ટાઢક પહોંચાડે તેવા સ્થળોની મુલાકાત વધારે લેવામાં આવે છે. આઇસલેન્ડ અને વોટરપાર્ક તેમાં સૌથી બેસ્ટ ઓપ્શન છે. ગુજરાતમાં અનેક સ્થળે વોટરપાર્ક આવેલા છે, પરંતુ જો તમે વોટરપાર્કની સાથે એડ્વેન્ચર એક્ટિવિટીઝ અને થીમ પાર્ક, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનો લાભ લેવા માગો છો તો આ માટે તમે આણંદ […]

જામનગરમાં અંગદાનની ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન, સાત લોકોને મળ્યુ નવજીવન

“છોટી કાશી” તરીકે પંકાયેલી જામનગરની પૂણ્ય ધરા પર વધુ એક વખત માનવતા મહેકી ઉઠી છે. શહેરના શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતાવ કુરિયર પેઢીના સંચાલક વેપારી પર પેરેલીસીસનો એટેક આવ્યા પછી તેઓ બ્રેઈન ડેડ થઈ જતાં. તેઓના શરીરના લીવર-કિડની-આંખ વગેરે અવયવોનું દાન કરવામાં આવ્યું છે. અમદાવાદથી આવેલી નિષ્ણાંત તબિબોની એક ટુકડીએ શસ્ત્રક્રિયા સફળ રીતે પાર પાડી હતી. […]

આયુર્વેદ મુજબ દાતણ કરવાના ફાયદા જાણી તમે ટૂથબ્રશ કરવાનું છોડી દેશો.

આજકાલ દરેક ઘરમાં દાંત સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કે દાતણના એટલા ફાયદા છે જેને જાણીને તમે ટૂથબ્રશની જ્ગ્યાએ દાતણનો ઉપયોગ કરવા લાગશો. દાતણ માત્ર આરોગ્ય અને બૌદ્ધિક ક્ષમતા જ નહી પણ ધર્મ અને અધ્યાત્મની નજરથી પણ શ્રેષ્ઠ છે. આ જ કારણે વ્રત દરમિયાન કેટલાક લોકો આજે પણ બ્રશની જ્ગ્યાએ દાતણનો […]

15 વર્ષથી રાજકોટના નિવૃત્ત અધિકારી ઘરે ઘરે જઈને અબોલ જીવ માટે રોટલા એકઠા કરે છે

વૈષ્ણવ જન તો તેને કહીએ રે પીડ પરાઈ જાણે રે… આ ઉક્તિને રાજકોટમાં રહેતા અને નિવૃત્ત બેન્ક કર્મચારી મનુભાઈ મેરજાએ સાર્થક કરી છે. અબોલ જીવ ભૂખ્યું ન રહે તે માટે મનુભાઇ મેરજા રોજ 50 થી વધુ ઘરે જઈને રોટલા, રોટલી અને ચણ એકત્રિત કરે છે. દૂરના છેવાડા સુધીના અબોલ જીવ ભૂખ્યા ન રહે તે માટે […]

જામનગર, મોરબી, પડધરી પંથકમાં તોફાની પવન, કરા સાથે અડધાથી પોણો ઇંચ વરસાદ, ખેતરો પર સફેદ ચાદર પથરાઇ

આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા. બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જોડિયા, મોરબી, પડધરી, વાંકાનેર સહિતના વિસ્તારોમાં તોફાની પવન, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. મોરબી અને ધ્રોલ પંથકમાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે. વરસાદથી રસ્તાઓ […]