અપૂરતા વરસાદના કારણે કચ્છના ખેડૂતો – પશુપાલકોની દયનીય સ્થિતિ સામે સુરતના ખેડૂતોનો સેવાયજ્ઞ, દરરોજ મોકલશે 2 હજાર કિલો ઘાસ

અપૂરતા વરસાદના કારણે જગતનો તાત લાચાર છે. તેમાં પણ કચ્છના ખેડૂતો-પશુપાલકોની સ્થિતિ ખૂબ દયનીય છે. પાણી અને ઘાસની તંગી સર્જાતાં કચ્છમાંથી પશુપાલકો 7 હજાર પશુઓને લઈ અમદાવાદ નજીક સાણંદ ખાતે પહોંચ્યા છે. ત્યાં ઘાસની તંગી હોવાની જાણ દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણીઓને થઈ હતી. આથી ખેડૂત સમાજના એક પ્રતિનિધિ મંડળે ત્યાં જઈ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. બાદ […]

“થોરના ફિંડલા” એક એવું ચમત્કારિક ફળ જે રોગોને કરે છે જડમૂળથી દૂર

ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે અને તે નોપાલ્સ કેક્ટસ (થોર) પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ ઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા (Opuntia ficus-indica) છે. આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ […]

સૌરાષ્ટ્રના અનેક પંથકમાં કમોસમી વરસાદ, સાવરકુંડલા, રાજુલા પંથકમાં ગાજવીજ અને કરા સાથે બે ઇંચ વરસાદ

વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે તાલુકાના ડુંગર, માંડરડી, આગરીયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. રાજુલા અને સાવરકુંડલાના અમુક ગામોમાં […]

રાજકોટમાં હવે રસ્તા પર પિચકારી મારનાર લોકોના ઘરે ઈ – મેમો આવશે

મહાનગરપાલિકાએ જાહેરમાં થૂંકવા તેમજ કચરો ફેંકતા બંધ કરવા માટે સીસીટીવી કેમેરાની મદદ લેવાનું નક્કી કર્યું છે. પોલીસ તંત્રની જેમ મનપા એ ચાલુ વાહને પિચકારી મારનાર કે કચરો ફેંકનારનો આઇ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરામાં ફોટો પડશે અને આરટીઓ કચેરીની મદદથી વાહનની નંબર પ્લેટના આધારે ઘરે ઇ–ચલણ મોકલવામાં આવશે. પ્રથમ વખત રૂ.250, બીજી વખત રૂ.500 તથા બેથી વધારે […]

સુરતના હીરા ઉદ્યોગના કપરા દિવસો, રફ ડાયમંડની કિંમત વધતા નાના કારખાના રોજ બંધ થઈ રહ્યા છે

ડાયમંડ પ્રોસેસિંગનું વૈશ્વિક હબ કહેવાતા સુરતનો ડાયમંડ ઉદ્યોગ હાલ કપરા દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે. નોટબંધી, જીએસટીથી કમર તૂટી ગયેલો ઉદ્યોગ હાલ રફ ડાયમંડની કિંમત વધતાં ઈમ્પોર્ટમાં થયેલો ઘટાડો અને મોટી ડાયમંડ કંપનીઓમાં ઉનાળુ વેકેશન જાહેર થવાની અસર સ્થાનિક હીરા બજારની નાની કંપનીઓને થઈ રહી છે. પ્રોડક્શન ઘટના કારણે નાની કંપનીઓમાં અઠવાડિયે બે દિવસની રજા […]

ફેફસાના દાનની ગુજરાતમાં આ સૌ પ્રથમ ઘટના, સુરતના બ્રેનડેડ વ્રજેશ શાહના ફેફસા, હ્રદય, કિડની અને લિવરએ પાંચ દર્દીને નવજીવન આપ્યું

સુરત: પાલનપુર કેનાલ રોડ પર રાજવર્લ્ડ પાસે આવેલ રાજહંસ વિંગ્સમાં રહેતા 42 વર્ષના વ્રજેશ નવિનચંદ્ર શાહ અડાજણમાં પ્યોર સ્કીલના નામથી આઈટી ટ્રેનિંગ એકેડમી ચલાવતા હતા. તા. 12મીને રવિવારના રોજ તેઓને માથું દુખવા સાથે બેચેનીની ફરિયાદ હતી તેમજ બ્લડ પ્રેસર વધી જતાં બપોરે યુનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓને રાત્રે 10.30ની આસપાસ ખેંચ આવતા બેભાન […]

શહીદના પરિવારની જમીન ભૂમાફીયાઓ બળજબરીથી ખોદી બોકસાઇટ કાઢી લઇ પરીવારને માર્યો માર, પોલીસે ફરિયાદ પણ ન લીધી

કલ્યાણપુર પંથકમાં મહામૂલ્ય ખનીજની બેફામ ચોરી તંત્રની રહેમ દ્રષ્ટિ હેઠળ ચાલતી હોવાના અનેક પૂરાવાઓ સામે આવ્યા છે. ત્યારે પોલીસ માટે કમાવ દિકરો બનેલા બોકસાઇટ માટે તેઓ દિવસ-રાત એક કરે છે. બોકસાઇટ ચોરી રોકવાની વાત તો દૂર રહીં. પરંતુ શહીદ મોહનભાઈ ડાભી પરિવારની જમીન ભૂમાફીયાઓ બળજબરીથી ખોદી બોકસાઇટ કાઢી લઇ તેઓને માર-મારતા ચકચાર મચી ગઇ છે. […]

પગના તળિયામાં થતી બળતરાથી પરેશાન છો તમે તો આજેજ અજમાવો આ દેશી ઉપાય, ચોક્કસ થશે ફાયદો

પગના તળિયા બળવાની સમસ્યા સામાન્ય વાત છે. આ સમસ્યાના ઘણા કારણ હોય છે ઘણી વખત શુગર વધવા અને વધુ ડ્રિંક કરવાના કારણે પણ પગમાં બળતરા થવા લાગે છે. પગમાં બળતરા થતાં લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી થોડા જ સમય માટે આરામ મળે છે. થોડી વાર પછી ફરીથી બળતરા […]

આજના સમયમાં કન્યા કેળવણીનું મહત્વ જાણો, દિકરી ભણાવો: દીકરી બચાવો

કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ” પણ એ રૂઢિચુસ્ત પાગલોને કયાં ખબર છે કે દિલ્હીના તખ્તા […]

રાજ્યમાં ખાતર કૌભાંડ બાદ નકલી બિયારણનું કૌભાંડ આવ્યુ સામે

ગુજરાતમાં મગફળી, તૂવેર, ખાતર અને હવે બિયારણનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના રસિકભાઈ નામના ખેડૂતે આ કૌભાંડ ખુલ્લુ પાડ્યું છે. રસિકભાઈની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડના તાર માણસા સુધી પહોંચ્યા છે. માણસા GIDCમાં તપાસ દરમિયાન કપાસના નકલી બિયારણનું ગોડાઉન મળી આવ્યું છે. આ નકલી બિયારણની બેગ પર GOT લખેલું છે. […]