ભગવાન પર ભરોસો રાખનારને મોડે-મોડે પરંતુ સફળતા જરૂર મળે છે, જાણો આ બે ભિખારીની સ્ટોરી દ્વારા.

એક જાણીતી લોકકથા પ્રમાણે જૂના સમયમાં એક રાજા રોજ મંદિરે જતો હતો. મંદિરની બહાર બે ભિખારી બેસી રહેતાં હતાં. એક ભિખારી ભગવાનને કહેતો હતો કે હે ભગવાન, તે રાજાને ઘણું આપ્યું છે, મને પણ આપ. બીજો ભિખારી રાજાને કહેતો હતો કે મહારાજ તમને ભગવાને ઘણું આપ્યું છે, મને પણ થોડું-ઘણું આપો. પહેલો ભિખારી બીજાને કહેતો […]

અમદાવાદની નવી SVP હોસ્પિ.માં ગરીબ દર્દીઓ સાથે ડિપોઝિટના નામે રૂ.5000ની ઉઘાડી લૂંટ

ગુજરાતમાં ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ફ્રી સારવાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ બહાર પાડી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્ર દ્વારા નવી બનેલી સરદાર વલ્લભભાઈ પટેલના નામની એસવીપી હોસ્પિટલમાં ખુલ્લેઆમ દર્દીઓ અને તેના સગાઓ સાથે લૂંટફાટ કરવામાં આવતી હોવાની ફરિયાદો દર્દીના સગાઓ, વિરોધપક્ષના સભ્યો અને જાગૃત નાગરિકો કરી રહ્યા છે. એક તરફ […]

અમદાવાદના બે યુવાનોની અનોખી ઝુંબેશ, મંદિરોમાં ચઢાવાતા 1 હજાર કિલો ફૂલમાંથી બનાવ્યું ખાતર

મંદિરોમાં ભક્તો ભગવાનને ફૂલ અર્પણ કરે છે. બીજા દિવસે આ ફૂલ મંદિર પાણીમાં પધરાવી દે છે અથવા કચરામાં આપી દે છે. ઘણીવાર કચરામાં આપેલા ફૂલ લોકોના પગમાં પણ કચડાતા હોય છે. પરંતુ અમદાવાદના બે યુવાન અર્જુન ઠક્કર અને યશ ભટ્ટે મંદિરમાં ચડાવાતા ફૂલોમાંથી ખાતર અને અગરબત્તી બનાવવાનું અનોખું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. અત્યારે આ યુવાનો […]

વડોદરાનો વિવેક પટેલ UNના લેસ્કોટા મિશનનું નેતૃત્વ કરશે, ભંડોળ એકત્ર કરીને તાન્ઝાનિયામાં 8 સ્કૂલો બનાવાશે

યુનાઇટેડ નેશન્સ દ્વારા તાન્ઝાનિયાના બાળકો અને યુવાનો માટે શાળાનું નિર્માણ કરવા માટે લેસ્કોટા મિશન શરૂ કરાયું છે. પ્રથમ વખત ગુજરાતી વિવેક પટેલ પ્રોજેક્ટમાં જોડાશે અને 100 બાળકોના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરશે. મૂળ વડોદરાનો વિવેક પટેલ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ બાદ સ્થાયી થયો છે. પુલવામાના શહીદોને મદદ માટે વિવેકે 7 કરોડ ભેગા કર્યા હતા. વિવેક પટેલ હવે […]

તાંબાના પાત્રનું પાણી પીવાથી થાય છે આ ગજબના ફાયદા

તમે સાંભળ્યું તો હશે જ કે તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી અનેક લાભ થાય છે. તાંબાનું પાણી પીવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે. તાંબામાં બેક્ટેરિયાનો નાશ કરતાં ગુણ છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે સવારે તાંબાના પાત્રમાં પાણી પીવુ વિશેષ રૂપે લાભદાયક હોય છે. આ પાણીને પીવાથી શરીરમાં અનેક રોગ દવા લીધા વગર […]

રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની અનોખી ‘રોટલી બેન્ક’, સેંકડો જરૂરિયાતમંદોને મફત આપે છે ભોજન

આપણા દેશમાં રોજના 19 કરોડથી વધુ લોકોને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. જ્યારે ઘણા લોકો નિયમિત ભોજનનો બગાડ કરે છે, થાળીમાં છાંડે છે. આ સમયે આપણે જરૂરિયાતમંદો અંગે વિચાર પણ કરીએ છીએ? આ જ ચીજને ધ્યાનમાં રાખીને એક ચેરિટેબલ ટ્રસ્ટે રાજકોટમાં અનોખી ‘રોટી બેન્ક’ શરૂ કરી છે. આ ટ્રસ્ટ શહેરના જરૂરિયાતમંદો અને હોસ્પિટલના દર્દીઓને ભોજન […]

અમદાવાદના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ મિહિર પટેલની અનોખી ક્રિએટિવિટી, વિમાનોનાં આબેહૂબ મોડેલ્સ બનાવવામાં માહેર

નાના હોઈએ ત્યારે આકાશમાં ઊડતાં વિમાનોને જોઈને આશ્ચર્ય થાય, પણ મોટા થઈએ પછી તેમાંથી આશ્ચર્યની બાદબાકી થવા માંડે છે. પરંતુ અમદાવાદમાં રહેતો 21 વર્ષનો મિહિર પટેલ આજે પણ આકાશમાં ઊડતાં વિમાન જોઈને નાનાં બાળક જેટલો જ રોમાંચિત થઈ જાય છે. આ અહોભાવે મિહિરને એક અનોખા પ્રકારની ક્રિએટિવિટી તરફ દોર્યો. ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરતો મિહિર કોઈપણ […]

પ્રતિ દિન ‘જમ્યા પહેલા જમાડો’ના સૂત્ર સાથે ચાલતી ‘રામ રોટી’ એટલે સારથિ ફાઉન્ડેશન

અમદાવાદ: પંજાબના અમૃતસર શહેરના ગોલ્ડન ટેમ્પલમાં શ્રદ્ધાળુઓ માટેના લંગર (ભોજન ભંડારા)પરથી પ્રેરણા લઈને શહેરના એક તબીબે સારથિ ફાઉન્ડેશનના નેજા હેઠળ લોકોને માટે પ્રતિ દિન ‘જમ્યા પહેલા જમાડો’ના સૂત્ર સાથે ‘રામ રોટી’ અભિયાન શરૂ કર્યું છે.આ સંસ્થા તરફથી સોલા સિવિલ હોસ્પિટલ, ઝૂંપડપટ્ટી વિસ્તાર, સરકારી સ્કૂલો, મૂકબધિર સ્કૂલોમાં મસાલા ખીચડી સહિતની વાનગીઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. […]

ખેડૂતે રસ્તામાંથી મળેલા 15 તોલા સોનાના દાગીના મૂળ માલિકને ઘરે બોલાવી પરત સોંપી પ્રમાણિકતા દર્શાવી

લાખણી તાલુકાના અછવાડિયા ગામમાં ખેતર આગળના રેતાળ રસ્તામાંથી ખેડૂતને 15 તોલા સોનાના દાગીનાના અલગ અલગ બોક્ષ મળી આવ્યા હતા. પરંતુ આ સોનાના દાગીનાનો માલિક કોણ છે તે ખાત્રી કરવા માટે થોડો સમય રાહ જોવાનું વિચાર્યું હતું. ત્યારબાદ 15 તોલા સોનું ખોવાયાનો સોશિયલ મીડિયામાં વોટ્સએપ દ્વારા મેસેજ વાયરલ થયો હતો. જે મેસેજ આધારે સોનાના દાગીનાનો માલિક […]

વડોદરાના 13 વર્ષના છોકરાએ તળાવોનો કચરો સાફ કરતું વર્કિંગ મોડેલ બનાવ્યું,

પાણીના સ્ત્રોતમાં વધતા સોલિડ વેસ્ટનું પ્રમાણ ઘટાડવા વડોદરાના 13 વર્ષના વરૂણ સાઈકિયાએ બેટરી-રિમોટ સંચાલિત આર્યન બ્લેડવાળું વર્કિંગ મોડેલ બનાવ્યું છે. જેને જી.ટી.યુ ઇનોવેશન કાઉન્સિલ તરફથી 1.86 લાખની ગ્રાન્ટ અપાઇ છે. આ મશીનમાં અલ્ટ્રાસોનીક સેન્સર, ઇમેજ સેન્સર, જી.પી.એસ સેન્સર તેમજ ફિશ આઈ લેન્સ કેમેરા છે. જેનાથી આ મશીન તળાવમાંનો વેસ્ટ સાફ કરે છે. વરૂણની માતા રૂચિરા […]