વડોદરાના વિદ્યાર્થી ગ્રુપ દ્વારા અનોખી પહેલ: 12,000 રાખડીઓ સૈનિકોને બોર્ડર પર મોકલવામાં આવશે

વડોદરા શહેરની બરોડા હાઇસ્કૂલ બગીખાનાના ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષક સંજય બચ્છાવે 5 વર્ષ પહેલા સ્વતંત્રતા દિવસની ઉજવણીના નિમિત્તે સૈનિકોને રાખડી મોકલવાની એક નવી પહેલ શરૂ કરી હતી. આ વર્ષે વડોદરા શહેરના વિદ્યાર્થી મિત્ર વડોદરા ગ્રૂપ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અનેક ગ્રૂપો પાસેથી રાખડી એકત્રીત કરીને 12,000 રાખડીઓ સૈનિકોને બોર્ડર પર મોકલવામાં આવશે. વડોદરાના વીર […]

સિદ્ધપુરમાં કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી: કૂતરાએ ઘોડિયામાં સૂતેલા દોઢ માસનાં બાળકને ફાડી ખાધું

સિદ્ધપુરમાં એક કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. દોઢ માસના બાળકને માલીશ કરી ઘરમાં નીચેના રૂમમાં ઘોડિયામાં સુવડાવી તેના માતા-પિતા અને દાદી પહેલા માળે ગયા તે દરમિયાન ઘરનો દરવાજો ખુલ્લો હોઇ મહોલ્લાનું કૂતરું ઘરમાં ઘૂસી આવ્યું હતું અને બાળકને મોંઢામાં ઉંચકી નાસી ગયું હતું. જેને કપાળ અને માથામાં બચકાં ભરી લેતાં મોટા મગજને […]

પાટડીના જીવદયા પ્રેમી શિક્ષકે શ્વાનો માટે 250 ચાટ અને પક્ષીઓ માટે 1800 કૂંડાનું સ્વખર્ચે વિતરણ કરી માનવતાની મહેંક પ્રસરાવી છે

પાટડીના રહીશ અને મેતાસર પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જીવદયા પ્રેમી વર્ષોથી પશુ-પક્ષીઓની સેવાકીય પ્રવૃતિઓનું કામ કરે છે. આ શિક્ષક કૂતરા માટે સ્ટીલની ચાટ, પક્ષીઓ માટે પાણીના કૂંડા અને કીડીયારા માટે ચોખાનો લોટ, બુરૂ ખાંડ અને તેલના પેકેટ બનાવી વિનામુલ્યે વિતરણ કરી માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ કરે છે. પાટડી વૃંદાવન સોસાયટી ખાતે રહેતા અને […]

આ ગ્રામ પંચાયતે પર્યાવરણના જતન માટે કરી અનોખી પહેલ- ઘર દીઠ 3 વૃક્ષ વાવો અને એક વર્ષના વેરામાંથી માફી મેળવો

ભરૂચ તાલુકાના બોરી ગ્રામ પંચાયતે પર્યાવરણના જતન માટે અનોખી પહેલ કરી છે. ગામના લોકો ઘર દીઠ 3 વૃક્ષોનું રોપણ અને માવજત કરશે તો પંચાયત તેમના ઘરનો 1 વર્ષનો વેરો માફ કરી દેવામાં આવશે. પર્યાવરણનું જતન થાય અને લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા હેતુથી ભરૂચની વિવિધ સંસ્થાઓએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની […]

એક કંજૂસ વ્યક્તિ મૃત્યુ પછી નરકમાં ગયો, દયા કરીને ભગવાને તેને સ્વર્ગ સુધી પહોંચવાની સીઢી આપી, પણ જેવો કંજૂસ સીઢી પર ચઢીને સ્વર્ગ જવા લાગ્યો, બીજા લોકો પણ સીઢી પર ચઢવા લાગ્યા, આ જોઇને કંજૂસે શું કર્યુ?

કોઈ ગામમાં એક કંજૂસ વ્યક્તિ રહેતો હતો. તેણે આખી જિંદગી કોઈની મદદ નહોતી કરી. ગરીબોને દાન નહોતું આપ્યું. જ્યારે તેનું મૃત્યુ થયું તો કર્મોના આધાર પર તેને નરકમાં જગ્યા મળી. નરકમાં તેને ખૂબ જ દયનીય સ્થિતિમાં રહેવું પડ્યુ હતુ. ત્યાં તે રડતો રહેતો હતો અને ભગવાનને ત્યાંથી બહાર કાઢવા માટે પ્રાર્થના કરતો રહેતો હતો. એક […]

સ્વાધ્યાય પરિવારના 60 દંપતીઓએ 110 વૃક્ષ વાવીને પારાયણ કરી ભગવાનની જેમ વૃક્ષની પ્રાણ પ્રતિષ્ઠા કરી

ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામે સ્વાધ્યાય પરિવાર દ્વારા 60 દંપતીઓએ વૃક્ષમાં વાસુદેવની ભાવનાથી સામૂહિક દંપતી વૃક્ષારોપણ કર્યું હતું. 110 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. દંપતીએ બાળતરું તરીકે વૃક્ષનું પૂજન કરી શ્રીસુક્તમ અને નારાયણ ઉપનીષદ ની પારાયણ કરી ભગવાનની જેમ વૃક્ષની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ દંપતિ 100 દિવસ સુધી દરરોજ વૃક્ષ ને જળાભિષેક કરી નારાયણ ઉપનીષદની પારાયણ […]

વિઠ્ઠલભાઈ રાદડિયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું ગઇકાલે નિધન થયું હતું. જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર […]

શોભનાબેન પટેલે પશુસહાય યોજના થકી પશુપાલનનો વ્યવસાય કરી કાચા ઘરમાંથી પાકું ઘર બનાવી સ્વમાનભેર બન્યાં પરિવારનો સહારો

મન હોય તો માળવે જવાય, એ કહેવતને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાકડકુવા ગામે રહેતી શોભનાબેન પટેલે સાર્થક કરી બતાવી છે. એક ગાયના પાલન થકી આજે દશ ગાય કરી તેના સાસરિયામાં કાચા ઘરમાંથી ચાર બેડરૂમનું પાકું ઘર બનાવી આજે સ્વમાનભેર પોતાનું જીવન વીતાવી રહ્યા છે. ધરમપુર તાલુકાના કાકડકૂવા ગામના શોભનાબેન વિજયભાઇ પટેલ ૪ વિઘા જમીનમાં ખેતી […]

માનવી પ્રકૃતિની વિરુદ્ધ ગયો ત્યારથી સુખ-શાંતિ નથી: આચાર્ય તિલકસૂરી મહારાજ

દરેક માનવી જીવનમાં દુઃખ અનુભવે છે. તેના કારણે માનસિક શાંતિ હણાઈ છે. એના કારણે માનસિક રોગોની દર વર્ષે સાડા ત્રણ લાખ કરોડની દવા વિશ્વમાં વેચાય છે. દરેકનો એક જ પ્રશ્ન છે કે સગવડો વધી છતાં સુખ-શાંતિ કેમ નથી. આચાર્ય જિનચંદ્રસૂરિ મહારાજની નિશ્રામાં આચાર્ય યોગતિલકસૂરિ મહારાજે રવિવારે પાલના ઉપાશ્રયમાં 150 તબીબો સાથે થયેલા સંવાદમાં કહ્યાં હતા. […]

સમગ્ર ગુજરાતમાં મનમુકીને વરસતા મેધરાજા, રાજકોટમાં 8 ઈંચ, ધરમપુરમાં 11.5 ઇંચ : જાણો ક્યા જીલ્લામાં કેટલો વરસાદ પડ્યો

છેલ્લા 24 કલાકથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8.5 ઈંચ આ તરફ રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. […]